કેફે ફરોહર એ હાલોલી ફૂડહબ ખાતે નવી શાખા શરૂ કરી

આઠ વર્ષ પહેલાં ઉદવાડામાં કેફે ફરોહર એક સમર્પિત અને જુસ્સાદાર પાક કલા સાહસ તરીકે, માતા-પુત્રની જોડી હિલ્લા અને શેફ શેઝાદ મરોલિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી જેઓ તેમના અધિકૃત, સ્વાદિષ્ટ પારસી જમવાના માટે અને તેમના આતિથ્ય તરીકે જાણીતા છે. તેની વધતી જતી લોકપ્રિયતા અને માંગને ધ્યાનમાં રાખીને, 24મી મે 2024ના રોજ હાલોલી હાઈવે (દહિસર પછી) પર ફૂડહબ ખાતે કેફે ફરોહરની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સેલિબ્રિટી કુણાલ વિજયકરે આ ફૂડહબનું ઉદઘાટન કર્યું હતું આ ખુશીના પ્રસંગે હાજર રહેલા પરિવારજનો, મિત્રો અને અન્ય શુભેચ્છકોના ઉમળકા વચ્ચે ફૂડ તેમજ હિલ્લા અને શેઝાદ મરોલિયાની સફળતાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે શેફ શેઝી દ્વારા મેનૂ ખાસ ક્યુરેટ કરવામાં આવ્યું હતું, જેની બધાએ ખૂબ પ્રશંસા કરી હતી. કેફે ફરોહર ચલાવવા ઉપરાંત, ગયા વર્ષે, ઉદવાડામાં, હિલ્લા અને શેઝાદ મરોલિયાએ ઈરાની બેકરીના વારસાને ચાલુ રાખવા માટે ઉદવાડા બેકર્સ (દૌલત હાઉસ, ઈરાનશાહ રોડ., ઉદવાડા ખાતે) શરૂ કર્યું હતું.

Leave a Reply

*