હોરમઝદ ખંબાતાને કોરિયોગ્રાફી માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો

વિવિધ પ્રદર્શન, સંગીત અને એવોર્ડ શો અને સ્ટેજ પ્રોડકશન્સ માટે તેમની નવીન અને ગતિશીલ નૃત્ય રચનાઓ માટે પ્રખ્યાત કોરિયોગ્રાફર, હોરમઝદ ખંબાતાને 10મી જૂન, 2024ના રોજ એક ઝળહળતા સમારંભમાં દાદાસાહેબ ફાળકે સિને આર્ટિસ્ટ એન્ડ ટેકનિશિયન એવોડર્સથી નવાજવામાં આવ્યા હતા.
ઘણા વર્ષો સુધી વિખ્યાત કારકિર્દીનું નેતૃત્વ કરતા, ખંબાતા 71મી મિસ વર્લ્ડ 2024, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ, આઈએફએફઆઈ ગોવા બિગ બોસ, ફેમિના મિસ ઈન્ડિયા, ફિલ્મફેર એવોડર્સ વગેરે સહિતની ટોચની ઈવેન્ટસ સાથે સંકળાયેલા છે. તે એચકે પ્રોડકશન્સના સ્થાપક છે અને હોરમઝદ ખંબાતા ડાન્સ કંપની અને તેની ટુકડીએ સમગ્ર વિશ્વમાં પરફોર્મ કર્યું છે.
દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ એ ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કારોમાંનો એક છે, જે હિન્દી સિનેમાના કલાકારોનું સન્માન કરે છે, અને સંભવત એકમાત્ર એવો પુરસ્કાર છે જે પડદા પાછળના વ્યાવસાયિકોને તેમના અસાધારણકાર્ય માટે સન્માનિત કરે છે.

Leave a Reply

*