મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતિ નહીં મળે. તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. માથાનો દુખાવો, હાઈપ્રેશર, તાવથી પરેશાન થશો. ઘરવાળાનો સાથ સહકાર નહીં મળે. મંગળને કારણે અગત્યના કામ નહીં કરી શકો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
The onset of Mar’s rule denies you of any mental peace. You will get angry over small things. You could suffer from headaches, high BP or fever. Family members will not be supportive. You might not be able to complete your important works. Pray the Tir Yasht daily.
Lucky Dates: 1, 2, 3, 4
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરીનો આનંદ લેશો. ગામ-પરગામ જવાથી મનને આનંદ મળશે સાથે ફાયદાની વાત પણ જાણવા મળશે. થોડી વધારે મહેનત કરવાથી તમારી જુની લેતી-દેતી પુરી કરી શકશો. તમારા કામ મગજને શાંત રાખી પુરા કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 29, 30, 3, 5 છે.
The onset of the Moon’s rule will have you enjoying a small travel trip. Going abroad will bring you much happiness and also prove beneficial about some important information. A little extra work will help in resolve any old pending financial dues. You will be able to keep a calm mind and complete all your tasks. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 29, 30, 3, 5
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બને તો અગત્યના કામો સિવાય ખોટી ભાગદોડ કરતા નહીં. ભાગદોડ કરવાથી તમારી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ઉતરતી સુર્યની દિનદશા તમારા માથાને ખુબ તપાવશે. આજુ-બાજુ કે ફેમીલી મેમ્બર સાથે ઓછું બોલવાનું રાખજો. સુર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
This is your last week under the Sun’s rule. Put in effort only for very important tasks. Your health could get compromised by too much running around. The descending rule of the Sun could heat up the mind. Try to minimize any talks with those around you as also your family members. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand, 101 times, daily.
Lucky Dates: 1, 2, 3, 4
CANCER | કર્ક: ડ.હ.
16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા તમને દરેક બાબતમાં સુખ અપાવીને રહેશે. કોઈ સાથે મતભેદ પડેલા હશે તો તે હવે તમારા મિત્ર બની શકશે. જે પણ કામ કરશો તેમાં માન-ઈજ્જત સાથે ધન મેળવવામાં સફળતા મળશે. વડીલ વગની ઈચ્છાઓ પુરી કરી આપજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 2, 5 છે.
Venus’ rule till 16th July brings you much happiness in every way. Even those with whom you have misunderstandings will befriend you. You will gain much fame, appreciation and prosperity in all your undertakings. Ensure to cater to the wishes of the elderly. Pray to Behram Yazad daily.
Lucky Dates: 29, 30, 2, 5
LEO | સિંહ: મ.ટ.
લાંબો સમય ચાલે તેવા શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. શુક્રની કૃપાથી ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થશે. અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો તથા તેમાં આગળ વધતા સફળતા પણ મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Venus’ long-term rule is here and will help realizing your sincere wishes. You could get opportunities to travel abroad. Financial prosperity is indicated. You will be able to restart your stalled works, which will bring you much success in the future. Pray to Behram Yazad daily.
Lucky Dates: 1, 2, 3, 4
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લુ અઠવાડિયું જ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ખોટી ભાગદોડમાં અઠવાડિયું પસાર કરી દેશો. નાણાકીય બાબતમાં અચાનક મુશ્કેલી આવી જશે. ઉતરતી રાહુની દિનદશાને લીધે નેગેટીવ વિચારો વધુ આવશે. રોજના કામ સમય પર પુરા નહીં કરી શકો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.
This is your last week under Rahu’s rule. You could end up having to put in much effort in vain. Sudden financial issues could crop up. Rahu’s descending rule could cloud your mind with negative thoughts. You might not be able to complete your daily tasks on time. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 29, 30, 1, 2
LIBRA | તુલા: ર.ત.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા નાણા ખોટી જગ્યાએ ઈનવેસ્ટ કરી નાખો તેવા હાલના ગ્રહો છે. કોઈ અંગત વ્યક્તિ તમને પરેશાન કરી નાખશે. તબિયતની ખાસ સંભાળ લેજો. હાઈપ્રેશરથી પરેશાન થશો. દવા લેવાનું ભુલતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 1, 3, 4 છે.
Rahu’s rule till 6th August could have you investing your money in the wrong place. Someone close to you could cause you much trouble. Take special care of your health, especially if you suffer from high BP. Do not forgetto take your medication on time. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 29, 1, 3, 4
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા રોજના કામ સારી રીતે કરી શકશો તથા નવા કામમાં સફળતા પણ મળશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. નોકરી કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. ખર્ચ પર કાબુ રાખી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 2, 3, 5 છે.
Jupiter’s rule till 23rd July helps you complete your daily chores effectively and also brings you success in your new tasks. There will be no financial strains. You will receive anonymous help in all your endeavours. The employed could be in for a promotion. You will be able to control your expenses. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 30, 2, 3, 5
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે. 24મી ઓગસ્ટ સુધીમાં તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સુધારો થતો જશે. તમારા માથાનો બોજો ઓછો કરવાનો સીધો રસ્તો મળી જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.
The onset of Jupiter’s rule till 24th August will have you doing good deeds for others. Financial progress is indicated. You will find a straight path to reduce your mental worries. Ensure to make investments. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 29, 30, 1, 4
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનિની દિનદશા તમને મનની શાંતિ નહીં આપે બેક પેઈન અને માથાના દુખાવાથી પરેશાન થતા રહેશો. શનિ તમને થોડા બેદરકાર અને આળસુ બનાવી દેશે. ખોટા ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. ખાવાપીવા પર ધ્યાન આપજો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 2, 3, 5 છે.
Saturn’s rule till 26th July does not allow you to have mental peace. You could suffer from neck-pain and headaches. You could end up becoming lethargic and careless. You might not be able to control unnecessary expenses. Take care of your diet as your health could get affected. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 29, 2, 3, 5
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં લેતી દેતીના કામો પુરા કરવામાં સફળ થશો. બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. દરરોજના કામકાજને પુરા કરીને શોસીયલ કામો કરવામાં વધુ આનંદ આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
Mercury’s rule till 20th July helps you conclude any financial transactions related to lending or borrowing money. You will be able to execute even challenging tasks with the use of your intelligence. You will find much happiness in doing social service, once your daily chores are done. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 30, 1, 2, 3
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમે વાણીયા જેવા ગ્રહ બુધની દિનદશામાથી પસાર થઈ રહ્યા છો. તમારામાં કોન્ફીડન્સ પાવર ખુબ વધી જશે. મનને આનંદ મળે તેવી વાત જાણવા મળશે. અટકેલા કામ ફરી ચાલુ કરવા માટે કોઈનો સાથ સહકાર મેળવી લેશો. ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ઈનવીઝબલ હેલ્પ મળતી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 30, 4, 5 છે.
Under Mercury’s rule, your confidence will become powerful. You will get to know things which bring you much joy. You will be able to get the support of someone to restart your stalled project. Getting money will not be difficult. You will continue to receive anonymous help. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 4, 5
- Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024 - Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024 - Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024