હોમાવઝીરના 11માં સીબીડીએ સ્કાઉટ ગ્રુપે 16મી જૂન, 2024ના રોજ જેબી વાચ્છા હાઈસ્કુલમાં તેનો 97મો વાર્ષિક દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. મુખ્ય અતિથિ – ગાઈડર શેરનાઝ આચાર્ય, ઈસ્ટ બોમ્બે ડિસ્ટ્રિક્ટ કમિશનર ફોર ગાઈડ અને તેમના પતિ, આદિલ આચાર્યને પ્રભાવશાળી ગાર્ડ ઓફ ઓનર કબ્સ અને સ્કાઉસ દ્વારા અર્પણ કરવામાં આવ્યા.
આઉટડોર પ્રોગ્રામની શરૂઆત કબ અને સ્કાઉટ પ્રાર્થના ગીત અને ધ્વજવંદન સમારંભ સાથે થઈ હતી, ત્યારબાદ ટગ ઓફ વોરની ભારે હરીફાઈ થઈ હતી. મુખ્ય અતિથિએ સ્કાઉટિંગના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય શેર કર્યું હતું અને સ્થાપક – અરદેશર હોમાવઝીરને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
સ્કાઉટસ અને કબ્સ દ્વારા અદભૂત પ્રદર્શન, જેમાં પ્રાથમિક સારવાર તકનીકોનું પ્રદર્શન, ટેન્ટ-પિચિંગ, સોલો-એક્ટ, સ્કિટ, જુમ્મરિંગ અને અન્ય પ્રદર્શનનો પ્રેક્ષકોએ ખૂબ આનંદ લીધો હતો. હોમાવઝીરના 11માં સીબીડીએ સ્કાઉટ ગુ્રપને યુવાન છોકરાઓના વ્યક્તિત્વને આત્મવિશ્વાસ અને સક્ષમ વ્યક્તિઓ અને આવતીકાલના નાગરિકોમાં રૂપાંતરિત કરવામાં સતત પ્રયત્નો અને સફળતાઓ બદલ અભિનંદન.
સીબીડીએ સ્કાઉટસ હોમાવઝીરના 11માં વાર્ષિક દિવસની ઉજવણી કરી

Latest posts by PT Reporter (see all)