મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા સ્વાભાવમાં ખુબ ચેન્જીસ આવી ગયા હશે. મંગળના લીધે તમને નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. રોજના કામ કરવામાં ખુબ હૈરાન થશો. તબિયતની ખાસ સંભાળ લેજો. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 6, 7, 11, 12 છે.
Mars’ rule till 24th July must have brought in a lot of behavioural changes in you. You could get angry over small matters. You could face a lot of trouble trying to complete your daily chores. You are advised to take special care of your health. You could suffer from fever or headache. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 6, 7, 11, 12
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. મનને શાંત રાખીને ડીસીઝન લેવામાં સફળ થશો. જૂની ઈનવેસ્ટમેન્ટમાંથી થતો ફાયદો લઈ લેજો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. તમે જે કામ કરવા માંગતા હશો તે કામમાં સફળતા મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 6, 8, 9, 10 છે.
The cooling Moon’s rule till 26th July helps you keep your mind calm and take the right decisions. You are advised to withdraw any profits from old investments. You will be able to work extra to cater to the wants of family members. You will be successful in all your ventures. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 6, 8, 9, 10
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ગઈકાલથી ચંદ્રની દિનદશા ચાલુ થયેલી છે. આજથી મગજને શાંત રાખીને તમારા કામ પુરા કરવામાં સફળ થશો. તમને મુસાફરીમાં જવાના ચાન્સ મળી રહેશે. અંગત વ્યક્તિ સાથે મતભેદને દૂર કરવામાં સફળ થશો. ધન મળતું રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.
The onset of the Moon’s rule since yesterday, helps you keep your mind calm and complete all your tasks. Travel opportunities are indicated. You will be able to resolve any conflicts with someone close. Income will keep flowing in. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 7, 8, 11, 12
CANCER | કર્ક: ડ.હ.
16મી સુધી શુક્રની દિનદશા ચાલશે. આ અઠવાડિયામાં અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. ઉતરતી શુક્રની દિનદશા તમારા ખર્ચાને ખુબ વધારી દેશે. તમારા નાણા ફેમીલી મેમ્બર પાછળ ખર્ચ કરી શકશો. ગામ પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં.દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 9, 10, 11 છે.
Venus’ rule till 16th July, suggests that you complete all your important tasks, this week itself. The descending rule of Venus could cause a huge rise in your expenditures. You will spend a lot of money on family members. You are advised not to pass off any opportunities to travel abroad. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 9, 10, 11
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા પસંદગીની ચીજ વસ્તુ લેવામાં કોઈ કસર નહીં મુકો. શુક્રની કૃપાથી તમે તમારા પ્રેમમાં સફળ થશો. શુક્રની કૃપાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 10, 12 છે.
Venus’ rule till 16th August will have you leaving no stone unturned in purchasing items that you desire. With Venus’ graces, your love life will bloom. You could get opportunities to travel abroad. Health will be good. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 10, 12
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજથી શુક્રની દિનદશા ચાલુ થયેલી છે. આવતા 70 દિવસમાં તમારા દુખનું નિવારણ આવીને રહેશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. શુક્રની કૃપાથી અપોજીટ સેકસને સમજાવીને ફરી પાછા મિત્રો બની જશો. અચાનક ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 9, 10, 11 છે.
Venus’ rule, starting today, for the next 70 days, will provide the solutions for all your pains and worries. Financially, things will start improving eventually. You will be able to befriend members of the opposite sex again. You could receive sudden anonymous help. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 9, 10, 11
LIBRA | તુલા: ર.ત.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. તમે એક મુસીબતમાંથી નીકળશો અને બીજી ત્રણ મુસીબત તમારી રાહ જોતી હશે. રાહુને કારણે ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. ઈઝી મની લેવા જતા નહીં. તમારા કામમાં ડીસીઝન લેવામાં મુશ્કેલી આવશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 10, 12 છે.
Rahu’s rule till 6th August will have you stepping out of one predicament with three others waiting to pounce on you! You will get frustrated with unnecessary expenses. Do not try to get easy money. You will find it hard to make professional decisions. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 7, 8, 10, 12
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. જાણતા અજાણતા કોઈના મદદગાર બની જશો. નાણાકીય સ્થિતિમાં સારા સારી હોય તો ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિને મદદ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 9, 12 છે.
Jupiter’s rule till 23rd July will have you helping out others, inadvertently or otherwise. If finances are doing well, ensure to make investments. You are advised to surely help any one in need. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 8, 9, 12
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. જો તમે નોકરી કરતા હશો તો ત્યાં એકસ્ટ્રા ઈન્કમ કમાઈ શકશો. જે પણ કમાશો તેમાં વધુ પડતો ખર્ચ ફેમીલીને ખુશ કરવા પાછળ કરશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.
Jupiter’s ongoing rule ensures that you do not face any financial difficulties. The employed will be able to earn extra income at the workplace. You will spend most of your income on pleasing your family members. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 8, 11, 12
CAPRICORN | મકર: ખ.જ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા કોઈ પણ કામ સીધી રીતે પુરા નહીં કરી શકો. કોઈ પણ સારી વાત જાણવા નહીં મળે. તબિયતની ખાસ સંભાળ લેજો. તમે માથાના દુખાવા કે જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. શનિનું દુખ ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 9, 10 છે.
Saturn’s ongoing rule does not allow you to get your tasks done in a straight and simple way. No good news will knock at your door. Take special care of your health. You could suffer from headaches or joint-pains. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 6, 7, 9, 10
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધની દિનદશા ચાલુ હોવાથી અગત્યના કામો પહેલા પુરા કરવામાં સફળ થશો. 20મી જુલાઈ સુધી તમારા લેણાના પૈસા પાછા મેળવવામાં સફળ થશો. જૂના રોકાણમાંથી ફાયદો મેળવી શકશો. મિત્રોના મદદગાર બનશો. ખોટા ખર્ચાને ઓછા કરવા સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 10, 11, 12 છે.
The onset or Mercury’s rule, till 20th July, ensures that you prioritize the completion of your important tasks. You will be successful in getting back your loaned money. Old investments will yield profits. You will be helpful to your friends. You will be able to reduce unnecessary expenses. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 8, 10, 11, 12
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી કોઈ નવા કામ કરવામાં સફળ થશો. રોજબરોજના ખર્ચમાંથી બચત કરવાનું ભુલતા નહીં. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. તમે હમણા કરેલી નાની ઈનવેસ્ટમેન્ટ ભવિષ્યમાં કામ આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
The start of Mercury’s brings you success in new endeavours. Ensure to save some money from your daily expenses. You will receive news that will bring you much happiness. A small investment made currently will prove very helpful in the future. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 6, 7, 8, 9
- Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024 - Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024 - Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024