ઝિનોબ્યા આંબાપારડીવાલા, ડેઝી સુખેસવાલા, પરવીન સુખેસવાલા અને પરસીસ જીલા, આ ચાર સ્ત્રીઓ તથા તેમને સપોર્ટ કરતી સ્ત્રીઓ દ્વારા તારીખ 26/8/2024 ના રોજ સાંજે 4:00 વાગે સોરાબ બાગ ખાતે પારસી સમાજ માટે ચોક અને રંગોલીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
પારસી સમાજમાં ચોક એ આગવી ઓળખ છે. સ્પર્ધામાં ઉત્સાહભેર 21 સ્પર્ધકોએ ભાગ લીધો હતો 10 વર્ષથી 20 વર્ષ સુધીના છોકરા/ છોકરીઓ, 21 વર્ષની ઉપરની મહિલા /પુરુષો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા રંગોલી નિષ્ણાત એવા શ્રી અશોકભાઈ લાડે સેવા આપી. કાર્યક્રમના પ્રમુખ તરીકે ડો. શ્રીમતી હુફરીઝ યઝદ દેબુ તથા અતિથિ વિશેષ તરીકે પૌરૂચિસ્તી કડોદવાલા તથા યાસ્મીનબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમની જવાબદારી નવસારી પારસી સમાજના અગ્રણી એવા દારા દેબુ સાહેબે ઉપાડી લીધી હતી. ડો. હુફરીઝ દેબુએ પારસી સમાજમાં આવા કાર્યક્રમો થાય તેવી પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં દરેક ભાગ લેનારને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. દરેક વિજેતાને રોકડ ઇનામો આવેલા મહેમાનો તથા શ્રી અશોકભાઈ લાડ દ્વારા આપવામાં આવ્યા. આ ઉપરાંત દરેક ભાગ લેનારને આશ્વાસન રોકડ ઈનામ આપવામાં આવ્યું. શ્રીમતી કડોદવાલા દ્વારા ઉત્સાહિત સ્ત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. શ્રીમતી પૌરૂચિસ્તી અને શ્રીમતી યાસ્મીન પટેલે પ્રવચનમાં સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. પારસી સમાજમાં વધુને વધુ આવા કાર્યક્રમો થતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને એન્કરિંગ શ્રીમતી ઝિનોબ્યા આંબાપારડીવાલાએ ખૂબ સુંદર રીતે કર્યુ હતું અને સ્પર્ધાના આયોજકો તથા આ સ્પર્ધામાં સહયોગ કરનારનો આભાર માન્યો હતો. ખાસ નવસારી અંજુમનનો સોરાબ બાગ આપ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શ્રીમતી સુન્નુબેન કાસદે અલ્પાહારની જવાબદારી ઉપાડી હતી અને શ્રી સાયરસ બટકીએ ફોટોગ્રાફીની જવાબદારી ઉપાડી હતી. કાર્યક્રમના અંતે છૈએ અમે જરથોસ્તી ગીત અને રાષ્ટ્રગીત ગાયને બધા છૂટા પડયા હતા.
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024