મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
તમારૂં આ વર્ષ મધ્યમ જશે. જેટલું કમાશો તેટલો ખર્ચ કરવો પડશે. તેમજ 29મી માર્ચ 2025થી તમે શનિની સાડાસાતીમાં આવી જશો. તેથી આવતા 30 મહિનામાં શારીરિક તથા માનસિક રીતે પરેશાન થશો. સમય ઉપર ફેમિલીનો સાથ નહીં મળે. ગામ પર ગામ જવાના ચાન્સ મળશે. ઉધાર પૈસા લેવાથી પરેશાન થશો. આ વરસમાં સ્ત્રીઓએ તબિયતની ખાસ સંભાળ લેવી. ધણી સાથે મતભેદ પડતાં રહેશે. ખોટા વિચારોથી બચજો. સ્ટુડન્ટો માટે વરસ ખૂબ સારું જશે. ટેકનિકલવાળાઓને ખૂબ મહેનત કરવી પડશે.
આ વરસમાં મે મહિનાથી મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો
શુકનવંતા માહ: 2, 4, 5, 7, 8, 10 છે.
This year will go normal – there won’t be too many ups or downs. You might have to spend as much as you earn. You will enter Saturn’s sadesati (karmic payback period) starting 19th March, 2025. Thus, for the next 30 months could hamper your physical or mental wellbeing. You might not receive family support when needed. You will get opportunities to travel abroad. Taking loans will prove bothersome. Women are especially advised to take good care of their health in this year. Spouses will keep squabbling. Avoid negative thoughts. This is a very good year for students. Lots of hard work predicted for those in the IT sector. Starting May, pray the Moti Haptan Yasht daily.
Lucky Months: 2, 4, 5, 7, 8, 10
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારૂં આ વર્ષ ખૂબ જ સારું જશે. આ વરસની અંદર તમને ધન કમાવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તમારી જાત ઉપરનો વિશ્વાસ ખૂબ વધી જશે. 29મી માર્ચ 2025 પછી આ વર્ષના અંત સુધીમાં મિત્રો તરફથી ફાયદો મેળવશો. નવા કામ કરી શકશો. ગામ પરગામ કામ માટે જવાનું થાય તેવા ગ્રહો છે. લગ્ન કરવા માંગતા હશો તો સારા લાઈફ પાર્ટનર મળી શકશે. એસીડીટી તથા તાવ-માથાના દુખાવાથી પરેશાન થશો. આ વર્ષમાં ધનની કમી નહીં આવે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. આ વર્ષમાં સ્ત્રીઓનો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ સારો રહેશે. અપોઝીટ સેકસ તરફથી સારી ભેટ સોગાદો મળશે. લગ્ન કરેલી સ્ત્રીઓને સારા સમાચાર મળવાના ચાન્સ છે. મેનેજમેન્ટમાં જનારા સ્ટુડન્ટો માટે વર્ષ ખૂબ સારું રહેશે. સીએ કરનારા લોકો સખત મહેનત કરશો તો જરૂર પાસ થશો. આ વર્ષમાં ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતા માહ: 1, 3, 4, 6, 9, 10 છે.
This year will prove very positive for you. You will find no difficulty in earning money this year. Your self-confidence will soar. From 19th March, 2025 to the year-end, you will benefit much from friends. You will take on new work projects. Your work could take you overseas. Those looking to get married will find an able life-partner. There will be no financial shortage this year. You could make new friends. You could suffer from acidity, fever or headaches occasionally. Women will especially feel very confident. You will receive gifts from the opposite gender. Married ladies will receive good news. This year is also good for management students. Those appearing for CA exams will need to study very hard to clear the exams. Pray the Meher Nyaish daily.
Lucky Months: 1, 3, 4, 6, 9, 10
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આ વરસની અંદર તમે જેટલું કમાશો એટલો ખર્ચ કરશો. બીજાને મદદ કરવાનું ઓછું કરશો એટલા ફાયદામાં રહેશો. વિદેશ જવાના ચાન્સ ખુબ સારા મળશે. જમીનમાં તથા શેરમાં લાંબા સમયનું રોકાણ તમારા માટે ફાયદાકારક બનશે. નોકરી કરતા હશો તો પ્રમોશન મળવાના ચાન્સ ઓછા છે. વડીલવર્ગની ચિંતા વધુ રહેશે. ભાઈ બહેનો સાથેના સંબંધ મધ્યમ રહેશે. લગ્ન કરવા માટે વરસ સારૂં નથી. સરકારી કામોમાં જોઈતી સફલતા નહીં મળે. સ્ત્રીઓનું વરસ સારૂં જશે. સેલ્ફકોન્ફીડન્સ વધારવા સૂર્યની પૂજા કરવી. સ્ટુડન્ટસો માટેનું વરસ ખુબ સારૂં છે. વધુ મહેનત કરશો તો વધારે સારૂં ફળ મળશે. આ વરસમાં 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણવું.
શુકનવંતા માહ: 1, 2, 5, 7, 8, 11, 12 છે.
This year will have you spending as much as you earn. Helping others less will benefit you. You will get good opportunities to go abroad. Long term investment in property and shares will prove beneficial to you. The employed may not get a promotion this year. The wellbeing of the elderly will prove worrisome. Relationship with siblings will be lukewarm. This is not a good year to get married. You will not receive the desired outcome in government related matters. This will be a good year for women as well as for students. Pray to the Sun to increase your self-confidence. Extra effort will yield better results. This year, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Months: 1, 2, 5, 7, 8, 11, 12
CANCER | કર્ક: ડ.હ.
આ વરસ 29મી માર્ચથી 2025 સુધી શનિની પનોતીમાં પસાર કરવાનું છે. ધણી-ધણીયાણી વચ્ચે મતભેદ પડતા રહેશે. કામકાજની અંદર માર્ચ 2025 પછી ખુબ સારા સારી થશે. નવા કામ કરવામાં સફળ થશો. બીજાને સમજાવવાની શક્તિ વધી જશે. મેં સુધી તમે પીઠના દુખાવાથી પરેશાન થશો. આ વરસમાં જોઈતી ચીજ વસ્તુ મેળવી લેશો. વડીલવર્ગની થોડી ચિંતા રહેશે. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ખોટી લાલચમાં ફસાઈ જતા નહીં. સ્ત્રીઓને લગ્ન કરવા મનગમતો સાથી મળશે પણ લગ્ન મે મહિના બાદ ફીકસ થવાના ચાન્સ છે. સ્ટુડન્ટસોનું વરસ મધ્યમ રહેશે. મહેનત પ્રમાણે રીઝલ્ટ મેળવી શકશો. આ વરસમાં શનિને શાંત કરવા મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ: 2, 3, 4, 6, 7, 9 10 છે.
You have to go through Saturn’s panoti (bad omen) till 19th March, 2025. Couples will seem to quarrel over one thing or another. Post March 2025, there will be great improvement in your professional life. You will be successful in getting new ventures. Your ability to convince others will increase. Till May, you could suffer from backaches. This year, you will be able to procure the items you desire. The wellbeing of the elderly might worry you a little. There will be no financial difficulty. Beware of falling prey to greed. Women will be able to meet good life partners for marriage but are advised to tie the knot only after May 2025. The year will be normal for students. How much you receive will be proportional to your efforts. To placate Saturn, pray the Moti Haptan Yasht.
Lucky Months: 2, 3, 4, 6, 7, 9 10
LEO | સિંહ: મ.ટ.
તમારૂં આ વરસ સારૂં જશે. 29મી માર્ચથી શનિની નાની પનોતી તમને ખોટા રસ્તે મોકલી આપશે. શનિ તમને આગળ વધવા નહીં દે. થોડા દિવસ શનિને સંભાળી લેજો. લીધેલા ડીસીઝન ચેન્જ કરતા નહીં. ફેમીલી મેમ્બરમાં મતભેદ પડશે. 18મી મે 2025 પછી તમારી ઘણી મુશ્કેલીઓમાંથી બહાર આવી જશો. ઘરમાં સારા પ્રસંગો આવશે. નાણાકીય મુશ્કેલી આ વરસમાં ઓછી આવશે. સ્ત્રીઓને આ વરસમાં શારિરીક મુશ્કેલીઓ આવશે. પેટમાં ગેસ તથા યુટરસની માંદગીથી સંભાળજો. નકામી વસ્તુઓ ઘરમાંથી બહાર ફેકી દેજો. બાકી વરસ સારૂં જશે. સ્ટુડન્ટસોનું વરસ ખુબ સારૂં જશે. ખોટા વિચારોથી દૂર રહેજો. સારા માર્કસ સ્કોર કરી શકશો. આ વરસમાં મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ: 1, 5, 7, 8, 12 છે.
This is a good year for you. Saturn’s small panoti (bad omen), post 19th March 2025, could mislead you into doing wrong things. Saturn will hinder your progress – you will need to reign it in for a few days. You are advised not to change decisions you have taken. Squabbles amongst family members is predicted. Post 18th May, 2025 marks the period where you will rise out of a lot of your challenges. The house will brim with positivity and good prospects. There will be less financial difficulties in this year. Women could face physical ailments related to gas and the uterus. Get rid of any redundant objects from your house. The rest of the year will go well. This will be a good year for students. Stay away from negative thoughts. You will be able to score well. Pray the Moti Haptan Yasht daily.
Lucky Months: 1, 5, 7, 8, 12
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આ વરસમાં ગ્રહોની સ્થિતિ ખુબ સારી હોવાથી તમારા મનની બધી નેક મુરાદો પુરી થઈને રહેશે. આવક ખૂબ સારી રહેશે. તમે તમારા ધારેલા કામ ખુબ સારી રીતે કરી શકશો. 29મી માર્ચ 2025 પછી જો તમે પાર્ટનરશીપમાં હશો તો મુસીબતમાં આવશો. એટલે બને તો આ વરસમાં પાર્ટનરશીપમાં કામ કરતા નહીં. લગ્ન કરવા આ વરસ ખુબ સારૂં રહેશે. મનગમતો પાર્ટનર મેળવી શકશો. સ્ત્રીઓ સોશીયલ કામ કરી વધુ આનંદમાં આવશે. સ્ત્રીઓ ઓછી મહેનત કરી વધુ વળતર મેળવી શકશે. નોકરી કરનાર સ્ત્રીઓને પ્રમોશન મળવાના ખુબ સારા ચાન્સ છે. કોમર્સ અને મેનેજમેન્ટ કરતા સ્ટુડન્સોને સારી સફલતા મળશે. તમે કરેલી મહેનતનું ફળ મળશે. આ વરસમાં ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતા માહ: 2, 3, 9, 8, 10, 11, 12 છે.
The excellent alignment of stars ensures that all your sincere wishes come true for you this year. Income will be excellent. You will be able to do all your work effectively. Those in partnerships could get into trouble post 19th March, 2025. Hence, avoid getting into any partnerships this year. This is a very good year for marriage. You will be able to find your partner of choice. Women will feel great joy doing social service. They will be able to earn a lot of money doing less work. Employed women could get a promotion. Success is on the cards for Commerce and Management students. You will get the fruits of your labour. This year, pray the Meher Nyaish daily.
Lucky Months: 2, 3, 9, 8, 10, 11, 12
LIBRA | તુલા: ર.ત.
આ વરસમાં ફેમીલી મેમ્બર અને ઘરના કામોમાં વધુ બીઝી રહેશો. ખોટી ચિંતા કરવાથી તબિયત પર અસર થશે. નોકરી કરનારને પ્રમોશન મળવાના ચાન્સ છે. વાણીયા જેવી બુધ્ધિ વાપરી પૈસા બચાવી ઈનવેસ્ટ કરી શકશો. શેર માર્કેટમાં સમજી વિચારીને ઈનવેસ્ટ કરતા ફાયદામાં રહેશો. ઉધાર નાણા લેતા નહીં. ઈનવીઝીબલ હેલ્પ મળતી રહેશે. સ્ત્રીઓ બાળકોને વધુ સમય આપી શકશે. લગ્ન કરનાર સ્ત્રી આ વરસે લગ્નના ડીસીઝનમાં થોડા ક્ધફયુઝ રહેશો પરંતુ મનગમતો પાર્ટનર મળવાના પુરા ચાન્સ છે. સ્ટુડન્ટસો માટેનું આ વરસ સારૂં જશે. આ વરસમાં ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતા માહ: 1, 2, 5, 8, 9 છે.
This year will keep you busy with issues related to your family members and your home. Unnecessary worry will have an impact on your health. The employed stand a chance for promotions. You will become money-savvy, and save and invest money. Investing wisely in the share market will be profitable for you. Do not take loans. You will receive anonymous help. Mothers will be able to give good time to their children. Women looking to get married could face a little confusion this year, but there are good chances of meeting your ideal life-partner. This is a good year for students. This year, pray the Meher Nyaish daily.
Lucky Months: 1, 2, 5, 8, 9
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આ વરસમાં 29મી માર્ચ 2025 સુધી લગ્ન કરવામાં મુશ્કેલીઓ આવશે. પ્રેમી-પ્રેમીકામાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. સાથે કામ કરનાર તમારા કામમાં મદદ કરી શકશે. 29મી માર્ચ પછી તમારા બગડેલા સંબંધ સુધારી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. વડીલવર્ગની ચિંતા ઓછી થશે. તમારી વાણી પર કંટ્રોલ રાખી તમારા કામ કરાવી શકશો. શેરમાર્કેટમાં સમજી વિચારી ઈનવેસ્ટમેન્ટ કરજો. સ્ત્રીઓ બેક પેઈન તથા માથાના દુખાવાથી પરેશાન થશે. બાકી તેમનું આ વરસ ખુબ સારૂં જશે. નવા લોકો પર વિશ્ર્વાસ રાખતા નહીં. સ્ટુડન્ટસો આ વરસમાં સારૂં કરી શકશે. આ વરસમાં મોટી ‘હપ્તન યશ્ત’ તથા ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ: 1, 2, 4, 5, 8, 10, 12 છે.
This year, you could find challenges in getting married, till 19th March, 2025. Couples will constantly squabble over petty matters. Your colleagues will be helpful. You will be able to repair your relationships post 19th March. Financial prosperity is indicated. Worries about the wellbeing of the elderly will reduce. By keeping control over your language, you will be able to get your work done effectively. Make any investments in the share market only after thinking things through thoroughly. Women could suffer from backpains and headaches. Apart from this, the year will be very good for them. Do not trust new people. Students will fare well this year. This year, pray the Moti Haptan Yasht as well as the Sarosh Yasht daily.
Lucky Months: 1, 2, 4, 5, 8, 10, 12
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આ વરસમાં 29મી માર્ચ 2025સુધીના સમયમાં તમારી હીંમતથી આગળ વધી શકશો. કામકાજ માટે આ વરસ ખુબ સારૂં જશે. ગુરૂની કૃપાથી તમારા મુશ્કેલીભર્યા કામમાં સફળતા મળશે. 29મી માર્ચથી શનિની નાની પનોતી શરૂ થશે. ખર્ચમાં વધારો થશે. પરંતુ આ વરસમાં તમે નાણાંકીય મુશ્કેલીમાં નહીં આવો. 29મી માર્ચ બાદ તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકશે. મેં મહિનામાં રાહુ ચેન્જ થવાથી બાળકોની ચિંતા થશે વડીલવર્ગની ચિંતા ઓછી થશે. પૈસાની બચત નહીં કરી શકો. સ્ત્રીઓ આ વરસમાં કમરના દુખાવાથી પરેશાન થશે. સ્ત્રીઓએ કરેલા કામમાં સફળતા માટે રાહ જોવી પડશે. સ્ટુડન્ટસ લોકોનું આ વરસ ખુબ મહેનત માંગશે. તમે ધારેલા માર્કસ લાવવા ખુબ મહેનત કરવી પડશે. આ વરસમાં ‘સરોશ યશ્ત’ સાથે મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ: 2, 3, 6, 7, 9, 10, 12 છે.
This year, and up to 29th March, 2025, you will progress greatly if you are courageous. This is a very good year for your professionally. With Jupiter’s graces, you will be successful even in challenging tasks. Saturn’s small panvati, starting 29th March, 2025, will cause in increase in your expenses. But this year, you will not face any financial shortage. Take good care of your health post this date. A small mistake of yours could land you in big trouble. In May, with a change Rahu’s rule, you will feel increasingly worried about children, but less worried about the elderly. Women could suffer from backache this year. Women will need to be patient to taste success this year. This year will demand a lot of effort from students, especially to get the marks you wish to achieve. This year, pray the Moti Haptan Yasht along with the Sarosh Yasht.
Lucky Months: 2, 3, 6, 7, 9, 10, 12
CAPRICORN | મકર: ખ.જ.
આ વરસ તમારૂં ધનની બાબતમાં ખુબ સારૂં જશે. 20મી માર્ચથી શનિની સાડાસાતીમાંથી મુકત થઈ જશો. તમારા દરેક કામમાં સફળતા મળશે. તમે થોડી મહેનત કરી વધુ ધન કમાઈ શકશો. ફસાયેલા નાણા પાછા મેળવવા માટે વરસ ખુબ સારૂં છે. તબિયતની અંદર માર્ચ બાદ વધુ સારા સારી રહેશે. લગ્ન કરવા માગતા હશો તો આ વરસમાં સારા ચાન્સ છે. તમારી પસંદગીની વ્યક્તિ મળશે. સ્ત્રીઓ માટે આ વરસ ખુબ સારૂં જશે. સ્ત્રીઓની તેમની સોશીયલ લાઈફમા સારા સારી રહેશે. ખાસી શરદી તથા માથાના દુખાવાથી પરેશાન રહેશો. બાકી આ વરસમાં કોઈ મુશ્કેલીઓ નહીં આવે. ટેકનીકલ લાઈનના સ્ટુડન્ટસો માટે વરસ ખુબ સારૂં જશે. ગામ-પરગામ કે વિદેશમાં જવાના ચાન્સ છે. આ વરસમાં નાની ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ:. 1, 3, 4, 6, 7, 9, 11, 12 છે.
This year will be excellent for your financial prosperity. You will be free of Saturn’s sadesati (karmic payback period) post 20th March, 2025. You will taste success in all your endeavours. A little effort will bring in a lot of income. This is a good year to be able to retrieve your stuck funds. Post March, health will also improve greatly. There is a good chance of a wedding this year for those looking to get married – you will find the mate of your choice. This is a good year for women, especially on a social level. You could suffer from cough, cold and headache this year. No challenges are predicted for you this year. This will be a good year for students in the IT sector. You will get opportunities for overseas travel. This year, pray the Nani Haptan Yasht daily.
Lucky Months: 1, 3, 4, 6, 7, 9, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શનિની મોટી પનોતીના માર્ચ 29મી 2025 પછી બીજા અઢી વરસ પુરા કરવાના છે. શનિ તમારા કરતા બીજા ઉપર નાણાકીય ખર્ચ વધુ કરાવશે. તમારા ધારેલા કામમાં સફળતા મળશે સાથે તમારા કામ સમય પર પુરા કરાવશે. 29મી માર્ચ બાદ તમારા રોકાયેલા નાણા પણ પાછા મેળવી શકશો. કામકાજની અંદર જશ મળશે. બચત કરવામાં સફળ થશો. મેટલ કે ઈલેકટ્રીક કામકાજ સારી રીતે કરી શકશો. માર્ચ બાદ સાચા સલાહકાર બની શકશો. લગ્ન યોગ આ વરસમાં મધ્યમ રહેશે. વરસના અંતમાં તમારી મહેનત પ્રમાણે ફળ મેલવી લેશો. સ્ત્રીઓને આ વરસમાં ધણીની તબિયતની સંભાળ લેવી પડશે. હૃદયને લગતી માંદગી આવી શકે છે. સ્ત્રીઓએ પોતાનું બોડી ચેકઅપ કરાવવું જરૂરી છે. સ્ટુડન્ટસો સારી પ્રગતિ કરી શકશે. પરંતુ ઓવર કોન્ફીડન્સમાં રહેવાથી વરસ બગડી શકે છે. આ વરસમાં ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ: 2, 5, 6, 9, 10, 11, 12 છે.
You will be under the influence of Saturn’s large but positive panoti (bad omen) post March 29, 2025, for the next two and a half years. Saturn will have you spending a lot more on others than yourself. You will be successful in your planned tasks. You will also be able to do your work in time. Post 29th March, you will be able to retrieve your stuck funds. You will receive much appreciation at the workplace. You will be able to save money. Your work related to metals or power will be successful. Post March you will be able to offer sincere advice. Marriage may or may not happen this year. At the year end, you will get the fruits of your labour. Women will need to take care of their spouse’s health this year. Heart-related ailments are predicted. Women are advised to get a full body check-up. Students will progress well, but overconfidence could spoil the year. This year, pray the Sarosh Yasht daily.
Lucky Months: 2, 5, 6, 9, 10, 11, 12
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આ વરસમાં તમે પણ શનિની મોટી પનોતીમાંથી પસાર થઈ રહ્યા છો. અણધારેલ ખર્ચ તમને પરેશાન કરશે. માર્ચ મહીના સુધી મુસાફરીનું આયોજન કરતા નહીં. માથાના દુખાવાથી પરેશાન થશો. કોઈને ઉધાર પૈસા આપવાની ભુલ કરતા નહીં. માર્ચ બાદ જીવનમાં ઘણા ફેરફાર આવી જશે. જો તમે સમજી વિચારીને કામ કરશો તો કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. તમે ધર્મ કે ચેરીટીના કામ કરી શકશો. માર્ચ બાદ નાના પ્લાન બનાવી કામ કરજો. એક કામ પુરૂં કરીને બીજું કામ લેજો. સ્ત્રીઓએ માર્ચ મહીના સુધીમાં પોતાની ઈચ્છા વિરૂધ્ધ કોઈ પણ કામ કરવું નહીં. કોઈના પ્રેમમાં પડતા પહેલા દસ વાર વિચારજો અને જેના પ્રેમમાં હો તેનો વિશ્ર્વાશ રાખજો. સ્ટુડન્ટસો માટે આ વરસ ખુબ મહેનત માંગી લેશે. જેટલી મહેનત વધારે તેટલું સારૂં ફળ મેળવશો. આ વરસમાં મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ: 1, 3, 4, 6, 7, 8, 10 છે.
You are passing through the influence of Saturn’s panoti (bad omen). You could be looking at having to pay unexpected expenses. Do not make any travel plans till March 2025. You could suffer from headaches. Do not make the mistake of lending money to anyone. Post March, life will experience lots of changes. If you apply thought and respond intelligently, you will not face any challenges. You will be able to do religious or charitable works. Post March, make plans before setting out to work. Take on a new project only after the completion of one. Women are advised not to do anything against their instincts, till March 2025. You are advised to think things ten times over before getting romantically involved. Those in relationships are advised to stay true to their partners. This year will demand immense efforts from students. The harder they work, the better the results. This year, pray the Moti Haptan Yasht daily.
Lucky Months: 1, 3, 4, 6, 7, 8, 10