Your Moonsign Janam Rashi This Week –
14 September 2024 – 20 September 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. જૂની લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. જો તમારા ફસાયેલા નાણા 20મી સુધી નહીં આવે તો પછીના 36 દિવસમાં તમે કોશિશ કરતા નહીં. મિત્રોથી સારા સારી રાખવાથી તમારા ખરાબ સમયમાં તેઓ કામ આવશે. નાણાને બચત અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

This is your last week under the rule of Mercury. Ensure to complete any older pending transactions. If you’re unable to retrieve your stuck funds by the 20th, then getting these for the next 36 days will not be possible. Keeping relations cordial with friends will prove helpful to you in the future. You are strongly advised to save money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 16, 17, 18, 19


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે ધન બચાવવામાં સફળ થશો. થોડી કરકસર કરવાથી આગળ જતા ફાયદામાં રહેશો. બને નાનું ઈનવેસ્ટમેન્ટ પણ જરૂરથી કરજો. જે કામ સહેલાઈથી પુરા થતા હોય તે કામ પહેલા પુરા કરજો. અંગત વ્યક્તિ કે તમારા સગાવહાલાઓને કોઈ પણ જાતની સલાહ આપતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 20 છે.

The onset of Mercury’s rule helps you save money. A little extra effort will prove beneficial to you in the future. Ensure to make at least small investments. Prioritize those tasks which are easier to do. Avoid giving advice to anyone close to you or to your relatives. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 15, 17, 20


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુદી મંગળની દિનદશા ચાલશે. તમે ગમે એટલું સારૂં કામ કરશો તો પણ સામેવાળી વ્યક્તિ તમારી ભુલ શોધી કાઢશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 18, 19, 20 છે.

Mars’ rule till 24th September will always have others point out your faults despite your best efforts. You could get irritated over small issues and won’t be able to control your temper. Be very cautious while using your vehicles. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 14, 18, 19, 20


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. જે પણ કામ કરશો તે કામ સંભાળી વિચારીને કરવામાં માનશો. સાથે કામ કરનારનો સાથ તમને મળી જશે. ફેમીલી મેમ્બર સાથે 2-3 દિવસ પીકનીક મનાવા જઈ શકશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 19 છે.

The Moon’s rule till 26th has you doing all your works only after putting in a lot of thought and considerations. Colleagues will be supportive. You will be able to take your family members for a 2-3 day outing. Sudden windfall is predicted. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 15, 16, 17, 19


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી તમારા સુર્યના મિત્ર ચંદ્રની દિનદશા ચાલશે. જે પણ ડીસીઝન લેશો તેમાં આગળ જતા ફાયદો થશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નોકરી કરતા હશો ત્યાં ફાયદો થવાના ચાન્સ છે. ફેમીલી મેમ્બર સાથેના સંબંધમાં સારા સારી રહેશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

The Moon’s rule till 26th October ensures that all decisions you take will prove beneficial to you in the future. Sudden windfall is predicated. You will benefit from your place of work. Relations with family members will blossom. The home atmosphere will be cordial. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 16, 17, 18, 19


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજ અને કાલનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો. અપોઝીટ સેકસની ડિમાન્ડ પુરી કરી આપજો. બાકી 16મીથી સુર્યની દિનદશા આવતા 20 દિવસમાં તમને ખુબ તપાવશે. માથાના દુખાવો તથા હાઈપ્રેશરથી પરેશાન થશો. સુર્ય તમારા મગજને શાંત નહીં રહેવા દે. લોકો સાથે કામ પુરતું બોલવાનું રાખજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.

You have today and tomorrow to spend in peace. Ensure to cater to the wants of the members of the opposite gender. The Sun’s rule, starting 16th September, for the next 20 days, could prove very challenging for you. You could suffer from headaches or high BP. You will not be at peace. Speak only as much is needed with people. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 18, 20


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓકટોબર સુધી મોજીલા શુક્રની દિનદશા ચાલશે. ખર્ચ કરવામાં કોઈ પણ જાતની પાછીપાની નહીં કરો. તમારા જૂના મિત્રો મળવાના ચાન્સ છે. રોજ બરોજના કામ ખુબ સારી રીતે પુરા કરી શકશો. કામકાજ વધારવા ભાગદોડ કરવી પડશે. તમારી મહેનતનું ફળ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.

Venus’ rule till 17th October will have you going all out in splurging money. You could meet up with old friends. You will do your daily chores with great efficiency. You will need to put in some effort to expand your business. You efforts will be rewarded. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 16, 17, 18


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી જ્યાં સુધી તમારા કામ પુરા નહીં કરો ત્યાં સુધી શાંતિથી નહીં બેસી શકો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. અચાનક ઈનવીઝીબલ હેલ્પ મલવાના ચાન્સ છે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી તેમને ખુશ રાખશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 19, 20 છે.

The onset of Venus’ rule has you feeling restless until you have completed your tasks. You will get opportunities to travel abroad. Ensure to make investments. You could receive unexpected anonymous help. You will cater to your family members’ wants and keep them happy. Pray to Behram Yazad daily.

Lucky Dates: 15, 16, 19, 20


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. નાના કામ પણ તમે સારી રીતે પુરા નહીં કરી શકો. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. અચાનક તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. ખાવાપીવા પર ધ્યાન આપજો. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.

Rahu’s rule till 6th October makes it tough for you to complete even your simpler tasks. Unnecessary expenses could cause concern. Your health could suddenly take a dip. Pay attention to your diet. This could be a financially difficult phase. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 14, 15, 17, 18


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સુધી ગુરૂની દિનદશા ચાલશે. ફેમીલી મેમ્બરની સાથે સારા સારી રહેશે. ગુરૂની કૃપાથી ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. જે પણ કામ કરતા હો તેમાં ચેન્જીસ કરતા નહીં. ધર્મના કામો કરવાથી મનને શાંતિ થશે. ફેમીલી મેમ્બરને આનંદમાં રાખી શકશો.દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.

Jupiter’s rule till 24th ensures cordial relations with family members. With Jupiter’s graces, you will be able to make investments. Do not make any changes in your work. Doing religious works will bring you peace. You will be able to keep your family members happy. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 16, 18, 19, 20


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશાને લીધે તમારા માટે ખુબ સારો સમય છે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. પ્રેમી-પ્રેમીકામાં પ્રેમ ખુબ વધી જશે. ફેમીલી ગેટ ટુગેધર કરવામાં સફળ થશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 20 છે.

Jupiter’s rule till 25th October will prove to be a very auspicious and lucky time for you. You could suddenly receive wealth unexpectedly. You may end up doing a good deed for another. Affection between couples will blossom greatly. You will be able to plan family get-togethers. You will be able to install new items in the house. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 20


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મી સુધી શનિની દિનદશા તમને નાની બાબતમાં ગભરાવી દેશે. મનમાં ખોટો ડર ઉભો થશે. એસીડીટી, સ્કીન એલર્જી જેવી માંદગીથી પરેશાન થશો. શનિ તમને જીદ્દી બનાવી દેશે. અચાનક ખર્ચ કરવાનો આવશે. મિત્રો તમારાથી દૂર ભાગશે. ઓછું બોલવાનું રાખજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Saturn’s rule till the 26th could cause you to feel scared about small issues. Your mind will house unnecessary fears. You could suffer from acidity or allergies. Saturn makes you stubborn. Sudden unexpected expenses could arise. Friends could alienate you. Try to speak minimal. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 17, 18, 19, 20

Leave a Reply

*