મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લા દસ દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમારી તબિયતને ખરાબ ન કરે તેનું ધ્યાન રાખજો. સમજ્યા વગર કોઈપણ કામ કરતા નહીં. નાની બાબતમાં મિત્રો તથા સગાસંબંધીઓ સાથે મતભેદ પડી જશે. ઓછું બોલવાનું રાખજો. ખોટા ખર્ચાનો વધારો થશે. 27મી સુધી દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
Saturn’s ongoing rule makes it difficult for you to execute your daily duties effectively. Saturn makes you lethargic. A small mistake could land you in big trouble. The lack of success in your profession will cause you worry. Unnecessary expenses could mount. Take good care of your health, you could suffer from headaches. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 13, 16, 17
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજ અને કાલના દિવસમાં હીસાબી કામો પુરા કરજો. 21મીથી શરૂ થતી શનિની દિનદશા આવતા 36 દિવસમાં મેન્ટલી તમને ખુબ પરેશાન કરશે. મોઢા સુધી આવેલા કામો અટકી જશે. તમારા દુશ્મન તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં રાખે. ખોટા વિચારોથી પરેશાન થશો. શનિને શાંત કરવા આજથી મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 19, 20, 24, 25 છે.
Mercury’s rule till 21st suggests that you pay attention to monetary transactions. With a little effort you will be able to retrieve your money lent to others. Try and maintain cordial relations with friends as they will prove helpful in any difficult situations in the future. Financial prosperity is indicated, so don’t forget to make investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 14, 15, 16, 17
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. ધન કમાવા માટે કોઈ મુશ્કેલી નહીં આવે. થોડી કરકસર કરી ધન બચાવવામાં સફળ થશો. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
The onset of Mercury’s rule boosts your self-confidence. You will be able to complete all tasks that you take on hand. You will start putting in effort towards earning money. You will be able to make investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 16, 18
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. તમારા વાંક ગુના વગર ફેમીલી મેમ્બર તમને પરેશાન કરશે. બાળકોની ચિંતા વધી જશે. અગત્યના કામો આવતા અઠવાડિયામાં કરજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 19, 20, 22, 24 છે.
Mars’ rule till 25th October will get you losing your temper over petty issues. Ensure that you don’t spoil relations with your colleagues. Mars’ influence will have family members disagreeing with you. The atmosphere at home might not be cordial. Take care of your health, medical expenses are predicted. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 13, 14, 15, 17
LEO | સિંહ: મ.ટ.
26મી ઓકટોબર સુધી ચંદ્રની શીતળ છાયામાં દિવસો પસાર કરવાના બાકી છે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પુરી કરી આપજો. અધુરા કામોને પુરા કરવા થોડી મહેનત વધારે કરજો. તમારા કરેલા કામમાં આગળ જતા ફાયદો થશે. નેગેટીવ વિચાર કરતા નહીં. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 23, 24, 25 છે.
The onset of the Moon’s rule helps you maintain a calm mind and take the right important decisions. Making a few changes in your daily routine will help complete your daily chores better. You are advised to speak out your mind to someone you wish to share it with. Small travels are indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 12, 16, 17, 18
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળી જશે. વડીલવર્ગની ચિંતા ઓછી થતી જશે. નવા કામ લઈ લેજો તેનાથી આગળ જતા ફાયદો થશે. ઘરનું વાતાવરણ સારૂં રહેવાથી તમે પણ આનંદમાં રહેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
The Moon’s rule till 26th November, ensures that you will complete all projects that you take up. You will make new relations. Someone that you trust greatly, will support you. You will feel mentally at peace with the support you receive from relatives and friends. You will be able to save and invest money. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 13, 14, 15, 17
LIBRA | તુલા: ર.ત.
7મી નવેમ્બર સુધી સુર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. સરકારી બાબતમાં વધુ હૈરાન થશો. ઘરમાં વડીલવર્ગની તબિયત બગડી જશે. તમે હાઈપ્રેશર અથવા માથાના દુ:ખાવાથી પરેશાન થશો. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકશે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.
Venus’ descending rule will have you doing things that win over the hearts of your family members. You have 5 days of calm remaining, so ensure to first complete any unfinished or pending assignments. Sudden windfall is predicted. The Sun’s rule, starting from 13th October, will increase your mental pressures. You could suffer from headaches, from 17th October, for the next 20 days. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 16, 18
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે. તમારી મનગમતી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. ખર્ચ કરવા છતાં નાણાંકીય મુશ્કેલીમાં નહીં આવો. જો કોઈને કોઈ પ્રોમીશ આપેલા હશે તો તે પહેલા પુરા કરી આપજો. બને તો ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 19, 21, 22, 24 છે.
The onset of Venus’ rule till 16th November suggests that you do not pass off any opportunities to travel abroad. You will be helpful to others. You will feel happiness to welcome your favourite person coming to see you. Eventual financial progress is indicated. Those helping you will help you in your tough times. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 15, 16, 17
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા દિવસો મોજશોખમાં પસાર કરી શકશો. શુક્રની કૃપાથી તમે જેટલા નાણા ખર્ચ કરશો એટલા નાણા મેળવી લેશો. થોડી રકમને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવાથી આગળ જતા ફાયદામાં રહેશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.
Under Venus’ rule, you might not be able to control your inclinations towards fun and entertainment. Despite an increase in expenses you will not be short of finances. Support from members of the opposite gender will help you to smoothen out challenging tasks. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 15, 18
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. હાલમાં બનતા કામો પણ બગડી જશે. નાણાકીય મુશ્કેલીમાં વધારો થશે. ખર્ચ પર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. રાહુને કારણે તમારી તબિયત અચાનક બગડી જશે. મિત્રો તમારો સાથ નહીં આપે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 22, 23 છે.
The onset of Rahu’s rule makes it difficult for you to get even your straight jobs done. You could face financial shortage. You could end up having to borrow money. Friends will tend to avoid you. If you do not pay attention to your diet, your health could suffer. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 13, 14, 16, 17
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પુરી કરી આપજો. ઉતરતી ગુરૂની દિનદશા ધનલાભ આપતી જશે. 25મી ઓકટોબર પછીના 42 દિવસ ખુબ પરેશાનીમાં પસાર કરવાના છે. તે વાત ધ્યાનમાં રાખજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.
The onset of Jupiter’s rule suggest that you indulge in religious and charitable works and gain these blessings. There will be no financial worry. Helping relatives will have them supporting you in your difficult times in the future. The house atmosphere will be peaceful. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 13, 17, 18
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમારી રાશિના માલીક ગુરૂની દિનદશા 24મી નવેમ્બર સુધી ચાલશે. અચાનક ધનલાભ મળી રહેશે. અટકેલા કામોને પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. કોઈના મદદગાર બનીને તેની ભલી દુવાઓ મેળવી લેશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
The onset of Jupiter’s rule ensures you experience peace in all areas of life. Health will improve. You will taste success in all your professional ventures. You will be able to complete your daily chores in good time. Sudden windfall is on the cards. Focus more on your ongoing work. You are advised against taking on new work projects. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 14, 15, 18