મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં ગુરૂ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને મિત્રો તરફથી અચાનક મદદ મળી જશે. તમારી સલાહથી મિત્રોના અટકેલા કામ શરૂ કરવા સીધો રસ્તો મળી જશે. જે પણ કામ કરવા માંગતા હશો તેમાં સફળતા મળશે. બચત કરી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 14, 15 છે.
Jupiter’s ongoing rule brings in much help from your friends. With your advice, your friends will find a straight path to restarting their stalled projects. You will be successful in all your endeavours. You will be able to save money and make investments. There will be peace at home. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 9, 10, 14, 15
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. શનિને કારણે રાતની ઉંઘ ઓછી થતી જશે. શનિ તમને આળસુ બનાવી દેશે. નાના કામોમાં પણ મુશ્કેલીઓ આવશે. એસીડીટીથી પરેશાન થશો. તમારા કરેલા કામનું ફળ સમય પર નહીં મળે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.
Saturn’s rule till 26th November will reduce your sleep at night. You will start feeling lethargic. Challenges will confront you even in petty matter. You could suffer from acidity. You might not receive the fruits of your labours in a timely manner. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 10, 11, 13, 14
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. લેતીદેતીના કામો પહેલા પુરા કરી લેજો. બુધ્ધિ વાપરી વધુ નાણા કમાઈ શકશો. બુધ તમને કરકસર કરવાનું શીખવી દેશે. બુધને કારણે ધનની ચિંતા નહીં આવે. અચાનક ધનલાભ થશે. ફેમીલી મેમ્બર સાથેના સંબંધમાં સારા સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 11, 12, 13 છે.
Mercury’s rule till 20th November suggests that you focus on completing any financial transactions related to lending or borrowing money. You will be able to earn well using your intelligence. Mercury teaches you to save money. There will be no financial worries. Sudden windfall is predicted. Relations with family members will thrive. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 9, 11, 12, 13
CANCER | કર્ક: ડ.હ.
19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. નવા વિચારો આવતા રહેશે. કામકાજમાં બુધ્ધિ વાપરી સફળતા મેળવશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. રોજના કામો ખુબ સારી રીતે કરી શકશો. ફેમીલી મેમ્બરનો સાથ મળતો રહેશે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Mercury’s rule till 19th December means that your mind will get flooded with new thoughts. You will taste much success at work by using your intelligence. Financial prosperity is indicated. You will be able to do your daily chores effectively. Family members will continue to be supportive. You will receive good news from overseas. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 15
LEO | સિંહ: મ.ટ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે ખુબ ચીડીયા બની જશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. પ્રેશર વધવાના ચાન્સ છે. જમીનને લગતા કોઈપણ કામ કરતા નહીં. ભાઈ-બહેન તમારી સાથે નાની બાબતમાં નારાજ થશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
The onset of Mar’s rule makes you very irritable. You will get angry over small issues. Your health could take a fall. You could suffer from high BP. Do not get into any transactions related to property. Siblings could get upset with you over petty matters. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 9, 10, 11, 12
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી નવેમ્બર સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. મનને શાંત રાખીને મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. નાણાંકીય ચિંતા નહીં આવે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લઈ શકશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. તબિયતની ચિંતા ઓછી થશે. તમારા કામો સમય પહેલા કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 13, 14, 15 છે.
The calming rule of the Moon till 26th November helps you to get even challenging tasks done with a cool mind. There will be no financial concerns. You will be able to make purchases for the home. You will get opportunity for short travels. Health concerns will reduce. You will be able to complete your tasks before time. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 11, 13, 14, 15
LIBRA | તુલા: ર.ત.
હવે તમને ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. તેથી મનમાં શાંતિ થશે. 26મી ડિસેમ્બર સુધી મુસાફરી કરવા માટે સારો સમય છે. બીજાના મદદગાર બની શકશો. તમારા કામમાં સફળતા મળતી જશે. તબિયતમાં સુધારો થતો જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 9, 12, 13, 15 છે.
The onset of the Moon’s rule till 26th December, has a calming effect on you. This is a good time to make travel plans. You will be helpful to others. Your endeavours will find success. Improvement in health will take place. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 9, 12, 13, 15
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
છેલ્લુ અઠવાડિયું મોજશોખમાં પુરૂં કરવાનું બાકી છે. દુશ્મનને પણ પોતાના બનાવી શકશો. અપોઝીટ સેકસનો કામમાં ભરપુર સાથ સહકાર મળશે. ઓછી મહેનત કરી વધુ પૈસા કમાઈ શકશો. થોડું ઘણું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનુ ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.
This is your last week having fun and entertainment. You will be able to win over even your enemies. You will receive ample support from members of the opposite gender. Less effort will yield high income! Ensure to invest some money. Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 13, 14
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને 16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ભરપુર સુખ આપશે. બીજાઓ કરતા તમારા કામ જલદીથી પુરા કરી શકશો. માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. તમારા અટકેલા કામ પુરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Venus’ rule till 16th December brings you immense happiness. You will be able to finish your tasks much faster than the rest. You will be able to reduce mental tensions. You will be able to complete your pending projects. Financial prosperity is predicted. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 14, 15
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખમાં વધારો થશે. નવા કામ મેળવવામાં સફળ થશો. નાણાંકીય બાબતમાં સારા સારી થતી જશે. અચાનક ધનલાભ મળી જશે. પ્રેમી પ્રેમીકાના સંબંધમાં સુધારો થશે. મનગમતી વ્યક્તિ અચાનક મલવા આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
Venus’ rule till 14th January has you increasing your inclinations towards fun and entertainment. You will be successful in landing new work projects. Financial prosperity is indicated. Sudden windfall is on the cards. Relations between couples will improve. A favourite person will show up to meet you. Pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 10, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. નાની બાબત માટે ખુબ ભાગદોડ કરવી પડશે. તમારી અંગત વ્યક્તિ કે ફેમીલી મેમ્બર નાની બાબતમાં નારાજ થઈ જશે. નાણાકીય તંગી આવશે. ઘરની મુશ્કેલીઓમાં અટવાઈ જશો. હાલમાં ગામ પરગામ જવાની ભુલ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 14, 15 છે.
Rahu’s rule till 6th December makes you put in a lot of effort for getting small tasks accomplished. Those close to you or family members could get upset with you. Financial shortage is predicted. You will get entwined in home-related issues. You are advised against traveling. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 10, 11, 14, 15
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી પહેલા અગત્યના કામો પુરા કરી લેજો. બીજાના મદદગાર બની શકશો. તમારી જાત પર વિશ્ર્વાસ મુકી કામ કરવાથી ફાયદામાં રહેશો. રોજના કામ સમય પર પુરા કરી શકશો. ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમીલી મેમ્બર સાથે સારા સારી રહેવાથી ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
You are advised to complete all your important tasks by 24th November. You will be able to help others. Keeping faith in yourself will prove profitable. You will be able to complete your daily chores in time. Ensure to make investments. Cordial relations with family members keeps the atmosphere at home positive. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 9, 10, 11, 12
- Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024 - Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024 - Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024