Your Moonsign Janam Rashi This Week –
12 April 2025 – 18 April 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજનો દિવસ સુખશાંતિમાં પસાર કરી શકશો. ફેમીલી મેમ્બરને ખુશ રાખજો. કાલથી 20 દિવસ માટે શરૂ થતી સુર્યની દિનદશા તમને ખુબ પરેશાન કરશે. નાની બાબતમાં ગરમ થઈ જશો. મગજ પરનો બોજો વધી જશે. બપોરના સમયે માથુ દુખશે. કામ કરવાનો ખુબ કંટાળો આવશે. દરેક બાબતમાં નેગેટીવ વિચાર કરશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 16, 17, 18 છે.

You have today to spend in peace. Keep your family members happy. The Sun’s rule starting tomorrow, for 20 days, could trouble you greatly. You will lose your temper over small matters. Mental pressures will increase. You could get headaches in the afternoon. You will feel very lethargic to do any work. You will tend to think negatively in all matters. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 12, 16, 17, 18


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થશે. તમારા કામો સમય ઉપર પુરા કરી શકશો. બીજાના મદદગાર થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મોજશોખ પાછળ ખર્ચ વધી જશે. ખર્ચ કર્યા બાદ પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ફેમીલીમાં અટકેલા કામો પુરા કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

The ongoing rule of Venus makes your sincere wishes come true. You will be able to complete your work in time. You will be helpful to others. Financial prosperity is indicated. Expenses on fun and entertainment will increase. Despite this, you will face no financial shortage. You will be able to complete any unfinished, family-related work. Pray to Behram Yazad daily.

Lucky Dates: 13, 14, 15, 16


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને શુક્ર જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેકસ સાથેના સંબંધમાં ખુબ સારા સારી રહેશે. ફેમીલી મેમ્બર સાથેના મતભેદોને દૂર કરી શકશો. બીજાના કામમાં અથવા કોઈને મદદ કરવાથી મનને શાંતિ મળશે. જીવનમાં કોઈ નવી ઓળખાણ થવાના ચાન્સ છે. આવકમાં વધારો થશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 12, 14, 17, 18 છે.

The onset of Venus’ rule ensures good relations with members of the opposite gender. You will be able to resolve any misunderstandings with family members. Helping others will bring you mental peace. You will meet a new person. An increase in income is indicated. You will be able to meet a favourite person. Pray to Behram Yazad daily.

Lucky Dates: 12, 14, 17, 18


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા બધાજ કામમાં મુશ્કેલી આવશે. નાણાકીય બાબતમાં વધારે પરેશાન થશો. ખોટા ખર્ચાઓથી બચવાની કોશિશ કરજો. ભાઈ જેવો તમારો મિત્ર હોય તો તેના ઉપર પણ વિશ્ર્વાસ કરતા નહીં. તમારી સાથે દગો થવાના ચાન્સ છે. હાલમાં ગામ પરગામ જવાનું ટાળજો. આંખને સંભાળજો આંખ સંબંધીત માંદગી આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.

The onset of Rahu’s rule will pose challenges in all areas of life. Financial worries could increase. Try to avoid unnecessary expenses. Do not trust even your closest friends – there are chances of being betrayed. Avoid travel. Take care of your eyes as you could suffer from eye-related ailments. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 12, 14, 15, 16


LEO | સિંહ: મ.ટ.

05Leo

આ અઠવાડિયામાં અગત્યના કામો પુરા કરી લેજો. 21મી પહેલા ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી આપજો. તમારા ધંધામાં નાણાકીય ફાયદો થશે. તમારા હાથથી ધર્મના કામો કરી શકશો તથા સાથે કામ કરનારની મદદ પણ કરી શકશો. નાણાકીય બાબતમાં સાવધાની રાખી ઈનવેસ્ટમેન્ટ કરી લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 18 છે.

Ensure to complete all your important tasks in this week. Try to cater to wants of family members before the 21st. Profits in your business is predicted. You will be able to do religious works and also be helpful to your colleagues at the workplace. Ensure to be careful about financial matters and invest some money wisely. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 18


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની શુભ દિનદશા ચાલશે. નાણાકીય બાબતમાં જરાપણ પરેશાન નહીં થાવ. તમને જોઈતી ચીજ વસ્તુ થોડી મહેનત કરવાથી મેળવી શકશો. બીજાને દીલથી મદદ કરી શકશો. તમે કરેલા સારા કામનું ફળ તમને મળશે. તમારા વિચારો સકારાત્મક હોવાથી તમારા કામ સફળતા સાથે પુરા કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

Jupiter’s auspicious rule till 22nd May ensures you don’t have to deal with any financial difficulties. With a little effort, you will be able to get all the things your desire. You will be able to help others. Your good deeds will bear fruit. Keeping your thoughts positive will ensure you are able to complete your works successfully. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 15, 16, 17, 18


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિની દિનદશા તમને ખરાબ ફળ આપશે. તબિયતની ખાસ સંભાળ રાખજો. શનિને કારણે શરીરમાં ગરમીનું પ્રમાણ વધતા એસીડીટીથી પરેશાન થશો. હાલમાં કોઈપણ ઈનવેસ્ટમેન્ટ કરતા નહીં. જે પણ કામ કરો તે ધ્યાનથી કરજો નહીં તો જૂના કરેલા કામો પર પાણી ફરી વળશે જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોટી ‘હપ્તન યશ્ત’ ભુલ્યા વગર જરૂરથી ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 18 છે.

Saturn’s rule till 23rd April could bear negative impact in your life. Take extra care of your health. Saturn causes an increase of heat in the body, causing you to have acidity. Avoid making any investments in this period. Ensure you take on any work projects with proper research else these could undo your earlier efforts, which could cause a loss to you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 12, 13, 15, 18


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા 6 દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. લેતીદેતીના કામો પહેલા પુરા કરજો. કોઈને નાણા આપવાના બાકી હોય તેની પાસે સમય માંગી લેજો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી હાલમાં ઘરમાં શાંતિથી રહેજો. નેગેટીવ વિચારથી દૂર રહેજો. 18મીથી શનિની દિનદશા તમે કરેલા કામ પર પાણી ફેરવી દેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

You have 6 days remaining under Mercury’s rule. Ensure to complete all pending financial transactions related to lending or borrowing. Request your creditors for some more time to repay them. Cater to the wants of family members to stay in peace. Stay away from any negative thoughts. Saturn’s rule, starting 18th April could undo all your efforts. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 15, 16, 17


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરી સહેલાઈથી ધન કમાઈ શકશો. મિત્રને સાચી સલાહ આપી તેને કામમાં ફાયદો કરાવી આપશો. જૂના કરેલા રોકાણમાંથી ફાયદો મેળવી શકશો. તમે માનસિક રીતે આનંદીત રહેતા ફેમીલી મેમ્બરને પણ ખુશ રાખી શકશો. તમારા વિચારો પોઝીટીવ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 16, 18 છે.

The onset of Mercury’s rule helps you use your intelligence and earn money effectively. Your sincere advice to a friend will result in their benefit. Your old investments will yield profits for you to use. Being happy yourself will have you sharing happiness with your family members too. Your thoughts will be positive. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 12, 13, 16, 18


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

મંગળની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ કામમાં ઉતાવળ કરતા નહીં. ભાઈ બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો એકસિડન્ટ થવાના ચાન્સ છે. કામ વગર ઘરની બહાર જવાનું ટાળજો. તમારા ગુસ્સા પર કાબુ રાખજો નહીંતો તબિયત પર સીધી અસર થશે. કેટલીક બાબતોથી માનસીક રીતે પરેશાન થશો તેથી નેગેટીવ વિચારવાનું ઓછું કરજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

The onset of Mars’ rule suggests that you don’t do things in a rush or hurry. Squabbles with siblings over petty matters is predicted. Drive/ride your vehicles with great caution as an accident could take place. Try to stay at home unless there is work needed to do outside. Keep your anger in control or else it could directly impact your health. Some issues could trouble you bit don’t give in to negative thoughts. Pray the Tir Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 17


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશાને લીધે 23મી સુધી તમે તમારા મગજને શાંત રાખી કામ કરવામાં સફળ થશો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને પહેલા કરી દેજો. સ્ત્રી મિત્રોથી ફાયદાની વાત જાણવા મળશે. તમારાથી બને તેટલા કામો આ અઠવાડિયામાં પુરા કરી લેજો. કામકાજમાં ફાયદો મેળવવા ગામ પરગામ જવાનું થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 16, 18 છે.

The Moon’s rule, till the 23rd, helps you to keep your mind cool and successfully complete your work. You are advised to speak up what’s on your mind to the relevant person. You will get to know valuable information from female friends. Try to complete as many tasks as possible in this week. Travel abroad will help in business expansion. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 12, 13, 16, 18


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમારી રાશિના માલિક ગુરૂના પરમ મિત્ર ચંદ્રની દિનદશા 24મી મે સુધી ચાલશે. ફેમીલી મેમ્બર તથા સગાસંબંધીઓનો ભરપુર સાથ મળશે. કામકાજ માટે ગામ પરગામ જતાં મનને શાંતિ તો મળશે સાથે કામમાં ફાયદો પણ મેળવશો. બીજાને ખુશ રાખવામાં તમે સફળ થશો. સકારાત્મક વિચારોથી તમે માનસિક રીતે ખુશ રહેશો. સાથે કામરનારનો સાથ તમને મળી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 13, 14, 15, 17 છે.

The Moons’ rule till 24th May ensures you get ample support from family members, relatives and those close to you. Going abroad for work brings not just joy but also profits. You will be able to keep others happy. Positive thoughts will keep you happy mentally. Colleagues will be supportive. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 13, 14, 15, 17

Leave a Reply

*