મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે કોઈને પ્રોમિસ આપેલા હોય તો તે પ્રોમિસ પહેલા પૂરા કરી લેજો. 13મી પછી માથાનો બોજો વધી જશે. ઉતરતી શુક્રની દિનદશા તમને અપોઝિટ સેક્સનો ભરપૂર સાથ સહકાર અપાવશે. થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ચાલુ કામમાં ભરપૂર જશ સાથે નાણાંકીય ફાયદો મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 8, 11 છે.
Venus’ rule till 13th April advises you to ensure delivering any promises you may have made to others. Post the 13th, you could end up feeling very stressed. Venus’ descending rule gifts you a lot of support from the opposite gender. Ensure to invest some money. Your ongoing work will bring you immense fame and fortune. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 6, 8, 11
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે ધારશો તેના કરતાં ખર્ચ ખૂબ વધી જશે પરંતુ શુક્રને કારણે ખર્ચ કર્યા બાદ તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની મહેરબાનીથી જીવનસાથી મળવાના પૂરેપૂરા ચાન્સ છે. માર્કેટિંગનું કામ કરતા જે ધારશો તેના કરતાં વધુ ધન મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Venus’ rule till 14th May ends up bringing you a lot more expenses than you expected. Despite this, you will not face any financial shortage. With Venus’ grace, there is a good chance of you bumping into your life partner. You will rake in a lot more money than you expect. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 9, 10
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારી રાશિના માલિક બુધના પરમમિત્ર શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા અટકેલા કામો ફરી ચાલુ કરવા માંગતા હશો તો ચાલુ કરી શકશો. માથા ઉપર જે પણ મુશ્કેલીઓ હશે તેમાંથી બહાર નીકળવાનો સીધેસીધો રસ્તો મળી જશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. માથાનો બોજો ધીરે ધીરે ઓછો થતો જશે. ફેમેલીમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.
The onset of Venus’ rule helps you restart any of your stalled works that you wish to restart. You will find a straight and easy path out of all your worries. Financial progress is predicted. Mental tensions will gradually fade. The family will enjoy a cordial atmosphere. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 8, 10, 11
CANCER | કર્ક: ડ.હ.
4થી મેં સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા ખાસ મિત્રો સગાઓ તમને તકલીફ થાય તેવી વાત કહી દેશે. ઉપરીવર્ગ તમારાથી નારાજ રહેશે. ધણી ધણીયાણીમાં નાની-નાની બાબતમાં મતભેદ થશે. બને તો દરેક વ્યક્તિ સાથે ઓછું બોલવાનું રાખજો. નેગેટિવ વિચાર ઓછા કરજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા.5, 7, 9, 10 છે.
Rahu’s rule till 4th May could cause your friends or relatives to speak unkind words that hurt you. Seniors at work will be upset with you. Couples will squabble about minor issues. Try to speak as less as possible with everyone. Try to lessen your negative thinking. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 5, 7, 9, 10
LEO | સિંહ: મ.ટ.
21મી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી નાના મોટા ધર્મના કામો થશે. જાણતા અજાણતા બીજાની ભલાઈનું કામ કરી શકશો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ ખુબ સારા છે. ફેમિલી મેમ્બરનો સાથ મળવાથી તમે ખૂબ આનંદમાં રહેશો. મુસાફરી કરવાનો ચાન્સ મળશે સાથે કામમાં સફળતા પણ મેળવશો.દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 8, 11 છે.
Jupiter’s rule till 21st April ensures that you do works related to religion. Knowingly or otherwise, you will end up helping others. Sudden windfall is on the cards. The support of family members brings you immense joy. You will get travel opportunities which will prove beneficial for business. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 7, 8, 11
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22 મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે જે પણ કામ હાથમાં લેશો તે કામ પૂરા કરીને મુકશો. નાણાંકીય બાબતમાં હાલમાં સારા સારી રહેશે. કોઈ પાસે હાથ લાંબો કરવાનો સમય નહીં આવે. ફેમિલી મેમ્બરના સંબંધમાં સારા સારી રહેશે. તબિયતમાં સુધારો થતો જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 9, 10, 11 છે.
Jupiter’s rule till 22nd May ensures that you complete all tasks that you take on hand. Financial prosperity is indicated. You will not need to borrow money. Relations with family members will blossom. Improvement in health is indicated. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 5, 9, 10, 11
LIBRA | તુલા: ર.ત.
તમને શનિની દિનદશા ચાલુ હોવાથી નાના કામો પણ સમય ઉપર પુરા નહીં કરી શકો. જ્યાં પણ જશો ત્યાં સામેવાળી વ્યક્તિ તમારી સાથે સારી રીતે વાત નહીં કરે. બને તો સગા સંબંધીઓ તથા મિત્રોથી થોડા દૂર રહેજો. તમારી હાથની નીચે કામ કરવાવાળા અથવા ઘરમાં કામ કરતા માણસો તમને પરેશાન કરશે. નાણાકીય મુશ્કેલીમાં વધારો થશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.
The onset of Saturn’s rule makes it difficult for you to complete even easy tasks on time. Anywhere you go, you will find people treating you discourteously. Try to keep a little distance from relatives and friends. Your juniors at work or your house-help could pose problems. Increase in financial difficulties in on the cards. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 6, 8, 10, 11
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
બુધની દિનદશા ચાલુ હોવાથી 17મી એપ્રિલ સુધી તમારા અગત્યના કામો પૂરા કરવાની કોશિશ કરજો. માથા ઉપરનો બોજો ઓછો કરી શકશો. નેગેટીવ વિચારોથી દૂર રહેજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. વડીલ વર્ગ સાથેના સંબંધમાં સારા સારી રહેવાથી ઘરનું વાતાવરણ આનંદીત રહેશે. અચાનક ધનલાભ થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.
The onset of Mercury’s rule till 17th April advises you to try and complete all your important tasks by then. You will be able to decrease your stressors. Stay away from negative thoughts. Financial prosperity is predicted. Good relations with the elderly make the home atmosphere cordial. Sudden windfall is on the cards. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 7, 8, 9
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. મુશ્કેલી ભર્યા કામો મિત્રોની મદદથી સહેલાઈથી પૂરા કરી શકશો. નાણાકીય લેતી દેતી ઉપર વધારે ધ્યાન આપજો. કોઈના પૈસા આપવાના હશે તો તે આપી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. બુદ્ધિ વાપરી કામ કરતાં ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.
The onset of Mercury’s rule ensures that you complete all your tasks very effectively. With the help of friends, you will be able to get even the more challenges jobs done. You are advised to focus on monetary transactions. You will be able to return any borrowed money. Health will be good. You will be able to invest. Using your intelligence at work will earn you profits. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 6, 8, 10, 11
CAPRICORN | મકર: ખ.જ.
21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા તમને નાની બાબતમાં પરેશાન કરશે. તમે માથાના દુખાવાથી વધારે પરેશાન થશો. ઘરમાં કોઈ પણ જાતના ચેન્જીસ હાલમાં કરતા નહીં. બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે તેવા હાલના ગ્રહ છે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.
Mars’ rule till 21st April could pose issues for you even in petty matters. You could suffer from headaches. Avoid making any changes at home. Trying to help others will land you in a soup. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 5, 7, 8, 9
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નવા કામ સાથે ચાલુ કામ પર વધુ ધ્યાન આપતા ફાયદો થશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. સાથે કામ કરનારનો સાથ સહકાર મળશે. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 7, 9, 10 છે.
The Moon’s rule till 23rd April brings in unexpected income. Focus as much on your current work as the new one, to gain greater profits. Catering to the wants of family members will ensure a cordial atmosphere at home. Your colleagues will be supportive. Health will improve. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 5, 7, 9, 10
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
કાલનો એક દિવસ ઓછું બોલવાનું રાખજો. બાકી 24મી મે સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. તમને મુસાફરી કરવાનો ચાન્સ મળશે સાથે તેમાં ધનલાભ પણ થશે. મનને શાંત રાખી જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. તમારી આવકમાં વધારો થશે. તમારો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ વધી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.
Tomorrow is the last day for you to speak minimally. The Moon’s rule upto 24th May brings in opportunities to travel which will turn out to be profitable for you. Any task you take on with a calm mind will be successful. An increase in income is predicted. Your confidence will greatly increase. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 6, 7, 10, 11