પેરા નેશનલ્સમાં યઝદી ભમગરા માટે સુવર્ણ ગૌરવ

નવસારીના યઝદી અસ્પી ભમગરાએ નવી દિલ્હીના આઈ.જી. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ખેલો ઇન્ડિયા પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં પુરૂષ સિંગલ્સ ક્લાસ-6 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને પારસી સમુદાય માટે ગૌરવ વધાર્યું. તેમની જીતે ટુર્નામેન્ટમાં ગુજરાતના ટેબલ ટેનિસ પ્રભુત્વમાં ફાળો આપ્યો, જેમાં રાજ્ય મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું: 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 12 કાંસ્ય મેડલ.
તેમના પાછા ફર્યા બાદ, સુરત પારસી પંચાયતના પ્રમુખ ડો. હોમી દૂધવાલાએ સુરત પારસી જીમખાનાના જીમી ખરાડી દ્વારા આયોજિત એક ઉષ્માભર્યા સમારોહમાં યઝદીનું સન્માન કર્યું, જે ભારતના સ્ટીલ મેન તરીકે ઓળખાય છે.
માર્શલ આટર્સમાં 13થી વધુ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. આ વિજય યઝદી માટે એક અસાધારણ વર્ષ પૂરું કરે છે, જેણે અગાઉ 2025ની ઇવેન્ટસમાં બરોડામાં સિંગલ્સમાં સિલ્વર અને સિંગલ્સમાં ગોલ્ડ અને મિક્સ ડબલ્સમાં સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો.

Leave a Reply

*