પતિ: હું યૂ-ટ્યૂબ પરથી સર્જરી શિખ્યો છું, તારા સગાને હાર્ટ, કિડની કે ફેફસાંનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે હું કરી આપીશ.
પત્ની: યૂ-ટ્યૂબથી કોઈપણ ઓપરેશન આવડે?
પતિ: તો પછી તું કેમ રોજ રોજ યૂ-ટ્યૂબથી રાંધવાનું શીખીને માથે મારે છે!
***
મનિયો: મહિલાઓ હવે બહુ હોંશિયાર થઈ ગઈ છે હોં ભાઈ!
ટીનિયો: કેમ શું થયું ભાઈ?
મનિયો: કાલે મેં મારી સાળીને કહ્યું કે સાલી હોતી હૈ આધી ઘરવાલી…
ટીનિયો: તો શું થઈ ગયું
મનિયો: હવે એ અડધો પગાર માગે છે!
***
પત્ની: પ્લીઝ આ વખતે મારા જન્મદિવસ પર મને એપલ કે બ્લેકબેરી અપાવજો.
પતિ: અરે ગાંડી, તું કાકડી કે પપૈયું ખા, આજકાલ એની સીઝન છે!
પત્નીના જન્મદિવસે કંજૂસ પતિએ તેને પૂછ્યું: તારે ગિફટમાં શું જોઇએ છે?
પત્નીએ ઇશારામાં કહ્યું, મને એવી વસ્તુ લાવી આપો જેમાં બેસતા જ હું સેક્ધડમાં ઝીરોથી 100 પર પહોંચી જાઉ.
પતિએ બીજા દિવસે વજનકાંટો લાવી આપ્યો.
***
ચંગુ: યાર હું તીર્થયાત્રાએ જાઉ છું, વિચારૂ છું કે દારૂ છોડી દઉ.
મંગુ: અરે આ તો ખૂબ સારી વાત છે, તેમાં વિચારવાની શી જરૂર છે?
ચંગુ: પણ મારા બધા મિત્રો ખૂબ જ વિચિત્ર છે, તેમની પાસે છોડીશ તો બધાએ દારૂ પી જશે!
***
પતિ : કાલે પત્ની સાથે ઝઘડો થયો. સવારે રિસાઈ ને વહેલી ઉઠી જ નહિ. જાતે છોકરાના નાસ્તા બનાવ્યા, સ્કુલ માટે તૈયાર કર્યાં, ત્યાં સુધી એ તો ઘોરતી જ રહી.
જેવો છોકરાને લઈને સ્કુલે મુકવા નીકળ્યો ને બોલી…
આજે રવિવાર છે
છોકરા પણ એની માં જેવા. બોલતા પણ નથી કે પપ્પા આજે રવિવાર છે.
- કૈઝાદ પટેલની નવી મોનાજાત સંત કુકાદારૂ સાહેબને અર્પણ - 7 February2026
- યંગ રથેસ્ટાર્સનું ગ્રામિણ ગુજરાતમાં સેવાનું સતત પ્રકાશપથ - 7 February2026
- હોમીયાર દુમસ્યા માટે બેડમિન્ટનમાં ઉજ્જવળ સફળતા - 7 February2026
