મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં 25મી જૂન સુધી ચંદ્રની શુભ દિનદશા ચાલશે. કામ માટે મુસાફરી કરી શકશો. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. ચંદ્રને કારણે તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. તબિયતમાં સારા સારી થતી જશે. નવા કામ કરી શકશો. ઘરમાં સારા પ્રસંગો આવશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 14, 15, 16 છે.
The onset of the Moon’s rule till 25th June makes travel for work possible. Professional success brings you much joy. The Moon’s graces will surely make your sincere wishes come true. Health will get better. You will be able to take on new projects. The home will welcome positivity. Catering to the wants of your family members will lead to a cordial atmosphere at home. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 11, 14, 15, 16
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
પહેલા 4 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. અપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પુરી કરી આપજો. ઘર માટે જોઈતી ચીજ વસ્તુ હમણાંજ વસાવી લેજો. સોશીયલ કામો કરવાથી વધુ ખુશ થશો. 14મીથી સુર્યની દિનદશા આવતા 20 દિવસમાં તમે દિવસમાં તારા જોઈ લેશો. ભરપુર મુશ્કેલીઓ સામે લડવું પડશે. શેર સટ્ટામાં બિલકુલ પડતા નહી. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
You have 4 days remaining under Venus’ rule. You are advised to cater to the wants of the opposite gender first. Go ahead and make any home-purchases in this period. Doing social service will bring you much joy. The Sun’s rule, starting from 24th May, and lasting for 20 days, will create much havoc in your life. You will need to take on a lot of difficulties. Avoid dabbling in the share market. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 10, 11, 12, 13
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. ખર્ચનું પ્રમાણ ખુબ વધી જવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. અપોઝીટ સેકસનો ભરપુર સાથ સહકાર મળશે. કામકાજની અંદર સારા સારી થતી જશે. નવા મિત્રો મલવાના ચાન્સ છે સાથે આગળ જતા તમને તે મદદ કરી શકશે. તમારા વિચારો પોજીટીવ થતા જશે. વધુ ધન કમાવા માટે દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.
Venus’ rule till 16th June could cause an increase in your expenses, but there will be no financial shortage even so. Members of the opposite gender will provide ample support. Business will prosper. You could make new friends, who will prove helpful to you in the future. Your thoughts will become increasingly positive. To earn greater income, pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 14, 15, 16
CANCER | કર્ક: ડ.હ.
હાલમાં તમને શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા ખરાબ થયેલા સંબંધને સુધારી શકશો. નારાજ થયેલા મિત્રોને મનાવી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મુસાફરી કરી શકશો. તમારા મોજશોખ ઓછા કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવાની કોશિશ કરજો. તમારા મનને શાંતિ મળતા ઘરનું વાતાવરણ પણ આનંદીત બનશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Venus’ ongoing rule helps you repair any spoilt relations. You will be able to win over upset friends. Financial prosperity is on the cards. Travel will be possible. Try to reduce your inclinations to spend recklessly and instead invest your money profitably. As you feel at peace, even your home will become joyful. Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 12, 13
LEO | સિંહ: મ.ટ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી અપોઝીટ સેકસની કાળજી રાખવી પડશે. ધણી- ધણીયાણીમા મતભેદ પડશે. જયાં એક બચાવવા જશો ત્યાં ત્રણનો ખર્ચ કરવો પડશે. કામકાજની જગ્યાએ ઉપરી વર્ગ નાની બાબતમાં તમને પરેશાન કરશે. કોઈ નવી વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી તમને નુકસાની ભોગવવી પડશે તેથી ધ્યાન આપજો. અગત્યના ડીસીઝનો હાલમાં લેતા નહીં. રાહુનું નિવારણ કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 14, 16 છે.
Rahu’s ongoing rule tells you to be careful about members of the opposite gender. Quarrels between couples is indicated. You will end up spending thrice as much, despite trying to save money. Your seniors at work will prove troublesome to you at the workplace. Forging a friendship with someone new will result in loss, hence be careful. Avoid making important decisions during this time. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 11, 12, 14, 16
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ગરૂની દિનદશા 22મી મે સુધી ચાલશે. કોઈને અવશ્ય મદદ કરજો. કોઈ વ્યક્તિને સાચી સલાહ આપીને તેનું દિલ જીતી લેશો. જૂના રોકાણમાંથી ફાયદો અવશ્ય લેજો. નવી જમીન મિલકતમાં ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. નાણાકીય મુશ્કેલી હાલમાં નહીં આવે અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ફેમીલીનું દિલ જીતી લેશો દરેક કામમાં તેમનો સારો સપોર્ટ તમને મલશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.
Jupiter’s rule till 22nd May has you helping out others. You will win over someone with your sincere advice. Ensure to withdraw profits from old investments. You will be able to invest in property. There will be no financial difficulties. Sudden windfall is predicted. Winning over your family will ensure you get their support in all your undertakings. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 12, 13, 15
LIBRA | તુલા: ર.ત.
23મી જુન સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી ધણી ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. અપોઝીટ સેકસ તરફથી સારા સામાચાર મળશે. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નવા કામ કરતા ફાયદો મેળવશો. તમારી સાથે કામ કરનારની તમારા કામમાં મદદ મળશે. દરેક બાબતનો પોઝીટીવ વિચાર કરશો.તમારી દરેક મુશ્કેલીનો સુખદ ઉકેલ મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 14, 16 છે.
Jupiter’s rule till 23rd June helps affection blossom between couples. You will get good news from a member of the opposite gender. The home atmosphere will be cordial. Financial progress is predicted. New projects will prove profitable. Your colleagues will be helpful. You will look at all situations positively. You will be able to find a permanent solution to all your difficulties. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 11, 14, 16
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. તમે નાના કામ પણ પુરા કરવામાં સફળ નહીં થાવ. પૈસાનો ખર્ચ વધી જવાથી તમે માનસિક રીતે પરેશાન થતા તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તમે માથાના તથા પેટના દુખાવાથી વધુ પરેશાન થશો. નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ પરેશાન કરશે. તમારા કામ-ધંધામાં ઉતાવળમાં કોઈપણ ડીસીઝન લેતા નહીં. શનિના દુખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Saturn’s rule till 24th May makes it difficult for you to get your basic work done. Increase in financial spendings will cause you mental stress which could impact your health. You could suffer from headaches or stomach issues. The employed could get harassed by their senior colleagues. Do not make any impulsive decisions related to work. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 13, 14, 15
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી આ અઠવાડિયામાં હીસાબી કામો પહેલા પુરા કરી લેજો. આ અઠવાડિયામાં તમારે કોઈને નાણા પાછા આપવાના હોય તો તેનો હીસાબ પહેલા કરી લેજો. અધુરા કામો 18મી મે સુધીમાં પુરા નહીં થાય તો તે કામ કરવામાં આગળ જતા ખુબ મુશ્કેલીઓ આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 13, 16 છે.
Mercury’s rule till 18th May suggests that you complete any financial transactions within this week. Prioritize returning any lent money to your creditors. If you’re unable to complete your tasks till 18th May, it will be difficult to get these done in the near future. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 10, 11, 13, 16
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધ જેવા બુધ્ધિના દાતાની દિનદશા ચાલશે. તમને મુસાફરી કરવાના ચાન્સ મળી જશે. તમારા વિચારો પોજીટીવ થતા કામમાં સફળતા મેળવશો. નાણાકીય મુશ્કેલી દૂર કરવામાં બુધ્ધિબળ વાપરીને તમારી જરૂરત પ્રમાણે નાણા મેળવવામાં સફળ થશો. તમારી ફેમીલીની જે મુશ્કેલીઓ હશે તેને દૂર કરી શકશો. મિત્રોનો ભરપુર સાથ સહકાર મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Mercury’s rule till 18th June brings you ample travel opportunities. Your positive thoughts will manifest profitably at the workplace. To resolve financial difficulties, your intelligence will make your resourceful and collect the required funds. You will be able to settle any family issues. Friends will be very supportive. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 15
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી 24મી મે સુધી તબિયતની ખાસ સંભાળ લેજો. ખાસ કરીને પ્રેશરની માંદગીથી સંભાળજો. જયાં કામ કરતા હશો ત્યાં દુશ્મનોમાં વધારો થશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ઘરમાં અશાંતિ રહેવાથી વધુ પરેશાન રહેશો. સગા-સંબંધીઓ તમારી વાતથી નારાજ થશે. કોઈને સલાહ આપવા જતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 10, 11, 14, 16 છે.
The onset of Mars’ rule till 24th May suggests you take extra care of your health, especially BP issues. The number of enemies will increase at your workplace. Drive or ride your vehicles with caution. Lack of peace at home will cause you unhappiness. Relations and friends could get offended with you – avoid giving advice to anyone. For peace, pray the Tir Yasht daily.
Lucky Dates: 10, 11, 14, 16
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 24મી મે સુધીમાં તમારા કામ કરવામાં કોઈ જાતની મુશ્કેલી નહીં આવે. મનને શાંત રાખીને જે પણ ડીસીઝન લેશો તેમાં સફલતા મળશે. કોઈની સાચી સલાહ મળતા ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. તબિયતમાં સારા સારી રહેવાથી થાકયા વગર કામ કરી શકશો. મનગમતી વ્યક્તિને મળી તમે આનંદમાં આવી જશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 12, 13, 15 છે.
The onset of the Moon’s rule till 24th May will ensure that you do not face any challenges related to work. Decisions taken with a peaceful mind will prove successful. Investments made with the helpful advice of others will prove profitable. Improvement in health helps you to work without feeling tired. Meeting with a favourite person will bring you much joy. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 10, 12, 13, 15