Your Moonsign Janam Rashi This Week –
17 May 2025 – 23 May 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જૂન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. મિત્રો સાથે વધુ સારા સારી થતી જશે. તમારા મનની વાત કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. બને તો પ્લાનિંગ કરી થોડી ઘણી રકમને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધનની મુશ્કેલી હાલમાં નહીં આવે. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. ઓછી મહેનત કરી વધુ કમાઈ શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 21, 23 છે.

The calming rule of the Moon till 25th June ensures that your sincere wishes come true. Friendships will blossom. You will find no difficulty in speaking what’s on your mind. You are advised to plan and strategically invest some money during this period. There will be no financial issues. Success in professional ventures will bring you happiness. A little effort will bring in lots of money. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 18, 21, 23


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

સૂર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ આવશે. તમે નાની બાબતમાં ખૂબ જ ગરમ થઈ જશો. તેની અસર તમારા કામ પર થઈ શકે છે. પ્રેશરની બીમારીથી વધુ પરેશાન થશો. સરકારી કામ કે બેંકમાં કામ કરતા લોકો માટે સમય જરા પણ સારો નથી. સહી સિક્કાના કામો હાલમાં કરતા નહીં. વડીલ વર્ગની ચિંતાથી તમે પરેશાન થશો તેમનું ધ્યાન રાખજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.

The onset of the Sun’s rule brings a lot of changes in your personality. You could get very angry over small matters. This could impact your work. You could suffer from BP issues. This is not a good time for government or bank employees. Avoid signing on any formal documents. You will be worried about the elderly – take good care of them. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 20, 22


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મોજ શોખ ઉપર કંટ્રોલ રાખવામાં સફળ નહીં થાઓ. શુક્રની કૃપાથી હાલમાં નાણાકીય ફાયદા થતા જશે. ચાલુ કામ પર થોડું વધારે ધ્યાન આપશો તો સારો ફાયદો મેળવશો. નવા પ્રોજેકટમાં ઈનવેસ્ટમેન્ટ આગળ જતાં ફાયદો અપાવશે. ફેમિલી મેમ્બર તમારા કામની કદર કરશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. નવા મિત્રો મળશે જે આગળ જતા તમારા કામમાં મદદ કરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 17, 21, 22, 23 છે.

Venus’ ongoing rule doesn’t allow you to keep a control over indulgences. With Venus’ grace, you will continue to prosper financially. Focusing more on your current work projects will lead to profits. Investing in new projects will benefit you in the future. Family members will admire your work, there will be a cordial atmosphere at home. You will make new friends who will prove helpful in the future to you professionally. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 21, 22, 23


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

14મી જુલાઈ સુધી શુક્રની દિનદશા તમને દરેક બાબતમાં ભરપૂર સુખ આપશે. ઘરમાં નવી ચીજ-વસ્તુઓ વસાવી શકશો. તમારી સાથે કામ કરનાર તમને ભરપૂર માન ઇજ્જત આપશે. ગામ-પરગામ જવાથી વધુ ધન મેળવી શકશો. જે પણ કામ કરશો તેમાં ખૂબ જ આનંદ મેળવશો. થોડી મહેનત કરવાથી સમય ઉપર કામ પુરૂં કરી શકશો. મન શાંત રહેતા તમારા વિચારો પોઝીટીવ થતા જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Venus’ rule till 14th July brings you immense happiness in all areas of life. You will be able to make new purchases for the home. Your colleagues will show you lots of respect. Travel abroad will help you earn good money. You will find great satisfaction in all your work. A little effort will help you complete your work on time. A calm mind will make your thoughts positive. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 20, 21


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે. તમે તમારા પોતાના કામો કરવામાં સફળ નહીં થાઓ. જે પણ કામ કરશો તેમાં મન નહીં લાગે. તમારા નેગેટીવ વિચાર તમારા માટે નુકસાનકાર સાબિત થશે. નાણાકીય ખેંચતાણ વધવાથી કોઈની મદદ લેવાનો સમય આવશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 19, 22, 23 છે.

Rahu’s rule till 4th June doesn’t allow you to succeed in doing any work. You will not be able to focus on any of your chores. Your negative thoughts could turn out destructive for you. An increase in financial difficulties could lead to borrowing money from others. Squabbles between couples is predicted – try to speak less. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 17, 19, 22, 23


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લા પાંચ દિવસ ફેમિલી મેમ્બરની વાત માનીને તેમના કામ પુરા કરજો. તમારા હિસાબી કામ ઉપર ધ્યાન આપી પહેલા પુરા કરી લેજો. શરીરને આરામ આપતા મન શાંત રહેશે. 22મીથી રાહુની દિનદશા તમને ખોટા વિચારોથી પરેશાન કરશે. તમે તમારા ગુસ્સા ઉપર કાબુ નહીં રાખી શકો. કામકાજની અંદર પરેશાન થશો. તમારો ઉપરીવર્ગ તમને પરેશાન કરશે સાથે કામ કરનારનો સાથ ધીરે ધીરે ઓછો થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 21 છે.

You have 5 days remaining to listen to family members and cater to their wishes. You are advised to prioritize any accounts/finance related matters and complete these first. Getting physical rest will calm your mind. Rahu’s rule, starting from 22nd May will haunt your head with negative thoughts. You will be unable to control your temper. Work issues could crop up. Seniors at the workplace will trouble you and colleagues will tend to be less supportive. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 18, 19, 21


LIBRA | તુલા: ર.ત.

07Libra

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમને ધનની કમી નહીં આવે. અચાનક ધનલાભ મળતા રહેશે. ગુરૂની કૃપા તમને કોઈ પણ બાબતની ચિંતાથી દૂર કરશે. બીજાને મદદ કરવાથી તમને સંતોષ અને આનંદ બંને મળશે. તમારા દુશ્મનો તમારૂં ખરાબ નહીં કરી શકે. મન શાંત રહેવાથી નવા કામમાં સફળતા મેળવી શકશો. સરકારી નોકરી કરનારને ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

The onset of Jupiter’s rule ensures you don’t face any financial shortage. Sudden windfall is on the cards. Jupiter’s grace ensures to keep you safe from worries. Helping others will bring you satisfaction and happiness. Your detractors will not be able to harm you. With a calm mind you will taste success in new ventures. Those with government-jobs will benefit. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 21, 22, 23


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લું અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ફેમિલી મેમ્બર સાથે નાની બાબતમાં મન દુ:ખ થશે. વડીલ વર્ગની તબિયત અચાનક ખરાબ થશે. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ કરવો પડશે. ઉતરતી શનિની દિનદશા તમને ખોટી હેરાન ગતિઓ આપશે. તમારા કામ-ધંધામાં ઉતાવળ તમને નુકસાની આપી શકે છે. અગત્યના કામો આવતા અઠવાડિયા પછી શરૂ કરજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.

This is the last week under Saturn’s rule. You could get hurt over small issues by your family members. The health of the elderly could suddenly go down. You could end up spending thrice as much money. Saturn’s descending rule will present you with unnecessary troubles. Haste in your professional matters could result in losses. Ensure to start any important tasks after next week. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 17, 19, 20, 21


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજનો દિવસ તમે સુખ શાંતિમાં પસાર કરી શકશો. બને તો લેતી દેતીના કામો પહેલા પૂરા કરી લેજો. અગત્યના ડીસીઝન લેતા પહેલા ફેમીલી મેમ્બરની સલાહ અવશ્ય લેજો. બાકી કાલથી શનિની દિનદશા આવતા 36 દિવસમાં તમને તમારી કરેલી મહેનતનું ફળ નહીં આપે. બચાવેલા નાણાને ખર્ચ કરવાનો સમય આવી જાય તેવા હાલના ગ્રહો છે. તબિયતને સાચવવા માટે ધન ખર્ચ કરવો પડશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 17, 20, 22, 23 છે.

Today you can spend in peace and happiness. Try to complete all your monetary transactions today. Before taking any important decision ensure to get inputs from family members. Saturn’s rule, starting tomorrow, for the next 36 days, robs you of your fruits of labour. This is the time when you might have to reach into your savings. You might need to spend money on health issues. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 17, 20, 22, 23


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમારા પરમ મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી ઓછા સમયમાં વધુ સારું કામ કરવામાં સફળ થશો. જે પણ કામ કરતા હશો તે કામ પૂરું કરીને બીજાને ખુશ કરી દેશો. ધન કમાવાની સાથે થોડી બચત કરવાનું ચાલુ રાખજો. બને તો જમીન કે પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરવાનું રાખજો. બીઝનેસમાં પાર્ટનરશીપથી સંભાળજો. તબિયતમાં સારો સુધારો થતો જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.

The onset of Mercury’s rule helps you to do a lot of good work in a short span of time. Whatever work you do will bring happiness to others too. Try to save some money alongside your earnings. This is a good time to invest in property. Avoid partnerships in business. Health will improve well. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 18, 19, 20, 22


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લા છ દિવસ મંગળની દિનદશામા પસાર કરવાના બાકી છે. હાલમાં વાહન ખૂબ સંભાળીને ચલાવજો. ફેમિલી મેમ્બર સાથે નાની બાબતમાં નારાજ થઈ જશો. સાચું બોલવાથી તમારી વાત કોઈ માનશે નહીં. તમારે કોઈ કારણસર મુસાફરી કરવી પડી શકે છે, જેના કારણે તમને થાક અને તાણનો અનુભવ થશે. મગજના બોજામાં વધારો થશે. આ અઠવાડિયાનો છેલ્લો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 23 છે.

You have 6 days left under Mars’ rule. You are advised to drive/ride your vehicles with utmost caution. You could get upset with family members over petty issues. People may not believe the truth you say. Traveling could lead to exhaustion and stress. Mental worries could increase. You will be able to spend the last day of this week in peace, finally. Pray the Tir Yasht daily.

Lucky Dates: 17, 18, 21, 23


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી ફેમિલી મેમ્બરને નારાજ કરવાની ભૂલ કરતા નહીં. ઓછી મહેનત કરી ધન કમાઈ લેશો. મનને શાંત રાખીને અગત્યના કામો પૂરા કરી શકશો. તબિયતમાં સારા સારી રહેવાથી થાકયા વગર કામ કરી શકશો. 24મીથી મંગળની દિનદશા તમારા પૂરા થતા કામને પણ અધૂરા મુકવા પડશે. નેગેટીવ વિચારો કરવાનું ઓછું કરજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

This is your last week under the Moon’s rule. Do not do anything to upset your family members. With a little effort you will be able to earn a lot of money. You will be able to complete your important tasks with a calm mind. Improvement in health will help you work without feeling tired. Mars’ rule, starting 24th May, will result in you having to quit your incomplete works mid-way. Try to keep away from negative thoughts. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 19, 20, 21, 22

Leave a Reply

*