Your Moonsign Janam Rashi This Week –
24 May 2025 – 30 May 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામ બીજાની મદદ વગર પુરા કરી શકશો. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. જે પણ કામ કરશો તેમાં તમારી જીત થશે. તબિયતમાં સારા સારી રહેવાથી કામ કરતા થાક નહીં લાગે સાથે દરેક કામ પ્રસન્નચિત્તે કરી શકશો. મુસાફરી કરી શકશો. ફેમીલી મેમ્બરનો સાથ ખુબ સારો મળશે. તમારી દરેક મુસીબતનો અંત સુખદ આવશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 28, 30 છે.

The ongoing Moon’s rule will help you complete your tasks without outside help. Financial prosperity is indicated. You will be victorious in all your undertakings. With your health in good shape, you will be able to work without feeling exhausted and with a great sense of happiness. Travel will be possible. Family members will be very supportive. There will be a happy ending to all your difficulties. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 24, 25, 28, 30


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

હાલમાં સૂર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામ પુરા કરવામાં સફલતા નહીં મળે તો ચિંતા નહી કરતા કારણ તેનાથી તમારી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. માનસિક તણાવમાં વધારો થશે. માથાના દુખાવાથી પરેશાન થશો. શેરમાર્કેટથી દૂર રહેજો. સરકારી કામ કરતા ખુબ ધ્યાન આપજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 30 છે.

The onset of the Sun’s rule makes it difficult for you to succeed in getting your work done. But don’t let this worry you too much as this could impact your health badly. Mental tensions could increase. You could suffer from headaches. Do not dabble in the share market. Pay a lot of attention while doing any government-related work. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 27, 30


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી ચમકીલા શુક્રની દિનદશા ચાલશે. તમે અપોજીટ સેકસનું દીલ જીતી લેવામાં સફળ થશો. રોજના કામ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ધનની કમી નહીં આવે. પૈસાની બચત કરજો કારણ કે તમારા મોજશોખમાં વધુ ખર્ચ થશે. તમારા સેલ્ફકોન્ફીડન્સમાં વધારો થશે. કોઈપણ કામ પાર્ટનરશીપમાં કરતા ફાયદો જોવા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 28, 29 છે.

Venus’ rule till 16th June makes you win over the heart of members of the opposite gender. You will face no obstacles in doing your daily chores. There will be no financial shortage. You are advised to save some money as you could lose track spending on fun and entertainment. Your confidence will increase. Any job undertaken in partnership will prove profitable. Pray to Behram Yazad daily.

Lucky Dates: 24, 26, 28, 29


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શુક્ર જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ખર્ચ પર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. ફેમીલી મેમ્બરને ખુબ મોજશોખ કરાવશો. અપોઝીટ સેકસની ડિમાન્ડ પુરી કરવા માટે એકસ્ટ્રા કામ કરી શકશોે. વડીલવર્ગની સલાહથી ઈનવેસ્ટમેન્ટ કરતા આગળ જતા ફાયદો થશે. માનસિક રીતે શાંતિ મળતા તબિયતમાં સારા સારી જોવા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 30 છે.

The onset of Venus’ rule doesn’t allow you to save money. You will surface out of any financial difficulties. You will pamper your family members. You will be able to take on extra work to cater to the wants of the opposite gender. Making investments based on the advice of the elderly will prove profitable in the future. Mental peace will foster good health. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 27, 30


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે. તમારી સામે પડેલી ચીજ તમને નહીં દેખાય. અગત્યની વસ્તુ ખોવાય જવાના ચાન્સ છે. બીજાની જવાબદારી લેતા પહેલા દસ વાર વિચાર કરજો. પૈસાને પાણીની જેમ ખર્ચ કરવા પછી પણ તમને મનની શાંતિ નહીં મળે. કોઈપણ કામ ઉતાવળમાં કરતા નુકસાની થઈ શકે છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.

Rahu’s rule till 4th June will have you turning blind to things right in front of you. You could end up losing or misplacing important documents. Think things through ten times over before taking on any responsibility. Despite spending lots of money, you will find no mental peace. Anything done in haste could lead to loss. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 24, 27, 28, 29


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી કારણ વગર તમારા દુશ્મન વધી જશે. મિત્રો તમારી સાથે વાત નહીં કરે તો મન પર લેતા નહીં. ખોટા વિચારોથી દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. ફેમીલી મેમ્બરની તબિયત ખરાબ થવાના ચાન્સ છે જેની જિમ્મેદારી તમારે માથે આવશે. તમારા મનની વાત ફેમીલીમાં કોઈ સમજી નહીં શકે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 28, 30 છે.

The onset of Rahu’s rule will see an increase in your enemies for no good reason. If friends seem to avoid you, don’t take it to heart. Negative thoughts could rob you of your sleep and your appetite. A family member’s health could go bad and you will need to take care of them. Family members will not be able to understand your point of view. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 26, 28, 30


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે.તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ચેરીટીનું કામ કરતા વધુ આનંદમાં આવશો. ફેમીલી મેમ્બરની જરૂરીયાત પુરી કરવામાં સફળ થશો. રોજના કામ કરવામાં સાથે કામ કરનારનો સાથ મળી જશે. ધનની કમી નહીં આવે. તમારા કામમાં કે ધંધામાં કંઈ નવું પ્લાનીંગ કરતા આગળ જતા પોઝીટીવ રીઝલ્ટ મેળવી શકો છો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.

Jupiter’s rule till 23rd June will have you doing a noble deed for another. Charitable work will make you happy. You will be able to cater to the needs of family members. Your colleagues will help you in helping you with your daily tasks. There will be no financial shortage. A new strategy introduced in your work will yield positive results in the future. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 24, 27, 28, 29


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજથી તમારી રાશિના માલિક મંગળના પરમ મિત્ર ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે. તમને ધનલાભ મળતા રહેશે. કોઈ ધર્મના સ્થાને જવાના ચાન્સ મળશે. થોડી મહેનત કરવાથી રોકાયેલા નાણા મેળવી શકશો. જમીન મિલક્તમાં ઈનવેસ્ટ કરતા આગળ જતા સારો ફાયદો કમાઈ શકો છો. તમારા વિચારો ધીરે ધીરે પોઝીટીવ બનતા જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 30 છે.

Jupiter’s rule, starting today, brings you constant wealth. You will get the opportunity to do pilgrimage. A little effort will help in getting back your stuck funds. Investing in property will prove profitable in the future. Your thoughts will gradually become positive. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 25, 26, 28, 30


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે. તમને તમારા કરેલા કામ નહીં ગમે. શનિ તમને આળસુ બનાવી દેશે. ઘરમાં કામ કરતા લોકો તમને પરેશાન કરશે. તબિયતની ખાસ સંભાળ લેજો. જોઈન્ટ પેઈન અથવા માથાના દુખાવાથી પરેશાન થશો. મિત્રો સાથે અંગત ચર્ચા કરતા પહેલા વિચાર કરજો. લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.

Saturn’s rule till 25th June will have you feeling unhappy with your work performance. You will feel lethargic. Those working at home will prove troublesome. Take special care of your health. You could suffer from joint pains or headaches. Think twice before sharing intimate details with friends. Speak minimal with people. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 24, 25, 28, 29


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી વાણીયા જેવા ગ્રહ બુધની દિનદશા ચાલશે. તમારા નાણાકીય લેતીદેતીના કામ પહેલા પુરા કરી લેજો. જો તમને કોઈને નાણા પાછા આપવાના હોય તો પહેલા તેને આપી હિસાબ પૂરો કરી લેજો. નોકરી કરનારને અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. તબિયતમાં સારો સુધારો થતો જશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 28, 30 છે.

Mercury’s rule till 18th June suggests that you prioritize completing any unfinished monetary transactions. You are advised to pay off your creditors. The employed could be in for unexpected gains. Health will improve well. Catering to the wants of family members ensures a cordial atmosphere at home. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 25, 26, 28, 30


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને પણ બુધ્ધિના દાતા બુધની દિનદશા શરૂ થયેલી છે. 20મી જુલાઈ સુધી તમારા કામ ખુબ સહેલાઈથી કરી શકશો. થોડી બચત કરી ઈનવેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરજો. જૂના મિત્રોને મળતા તમે આનંદમાં આવશો તેમની સલાહથી નાણાંકીય ફાયદો મેળવી શકશો. બિન જરૂરી ખર્ચ પર કાપ મુકજો. શારિરીક બાબતમાં સારા સારી રહેતા તમારા વિચારોપણ પોઝીટીવ થતા જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.

The onset of Mercury’s rule till 20th July ensures that you will be able to do all your work efficiently. You are advised to save and invest some money. Meeting old friends will bring you much joy. Their advice will lead to financial gains for you. Try to control unnecessary expenses. With improvement in your health, your thoughts will also turn positive. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 27, 28, 30


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજથી શરૂ થતી મંગળની દિનદશા તમારા મગજને ઠંડુ નહીં થવા દે. એક મુસીબતમાંથી નીકળશો તો સામે બીજી મુસીબત આવશે. હાલમાં ઘરમાં રીપેરીંગ કામ કરતા નહીં. નવા કામ માટે તમારે મુસાફરી કરવી પડશે જેના કારણે તમને થાક અને તાણનો અનુભવ થશે. ઘરનું વાતાવરણ તંગ રહેશે. અગત્યના ડીસીઝનો હાલમાં લેતા નહીં. તમારા ગુસ્સાને ઓછો કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.

Mars’ rule, starting today, does not allow your mind to be cool. No sooner that you get out of one difficulty, will you land in another. Avoid doing any repair works at home. You might need to travel for new work, this could lead to exhaustion and stress. The atmosphere at home will be unpleasant. Do not make any important decisions in this phase. To lessen your anger, pray the Tir Yasht daily.

Lucky Dates: 26, 27, 28, 30

Leave a Reply

*