Your Moonsign Janam Rashi This Week –
31 May 2025 – 06 June 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જૂન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મનને શાંત રાખીને અગત્યના કામ પુરા કરવામાં સફળ થશો. બને તો જુની લેતી-દેતી પહેલા પુરી કરી લેજો. વીકએન્ડ ફેમીલી મેમ્બર સાથે એન્જોય કરી શકશો. ફેમીલી મેમ્બરનો સાથ મળવાથી તમારા કામ સારી રીતે પુરા કરી શકશો. ઓછી મહેનત કરી વધુ ધન કમાઈ શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 2, 3, 5 છે.

The Moon’s rule, till 25th June, keeps you cool-headed and successful in completing your important tasks. If possible, try to complete any pending transactions. You will be able to enjoy the weekend with family members. Their support will further help you finish your tasks efficiently. A little effort will yield a lot of income. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 31, 2, 3, 5


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

5 દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 4થી જૂન સુધી માથાના દુખાવાથી પરેશાન થશો. સહી-સિક્કાના કામ 5મી પછી કરવાથી ફાયદામાં રહેશો. થોડી શાંતિ રાખતા ઘણીવાતમાં મનને શાંતિ મળશેે. છેલ્લા બે દિવસમાં ફેમીલી મેમ્બરના એટીટયુટ ચેન્જ થશે થોડું ઓછું બોલવાનું રાખજો. તમારા સ્ટ્રેસમાં વધારો થશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.

You have 5 days remaining under the rule of the Sun, till 4th June. You could suffer from headaches. Doing any important works including signing of crucial documents will prove beneficial only after done post 5th June. Try to keep calm as this will give you peace. The attitude of family members could change towards the last 2 days – try to speak minimal. Stress could increase. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, each daily.

Lucky Dates: 1, 2, 5, 6


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. ભુલ્યા વગર અગત્યના કામો પુરા કરવા માટે તૈયાર થઈ જજો. તમારી સાથે કામ કરનારના કામો પુરા કરવામાં મદદગાર થજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં જરાબી કસર કરતા નહીં. ખર્ચની પરવાહ કરતા નહીં. તમને ફેમીલી મેમ્બર સાથે બહારવાળા લોકોનો પણ સાથ મળતો રહેશે. મન શાંત રહેતા વિચારો પોઝીટીવ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 31, 3, 4, 5 છે.

Venus’ rule till 16th June suggests that you get ready to get all your important tasks done. You will help out colleagues to complete their tasks. Do not hesitate to make any purchases for the home. Don’t worry about expenses. You will continue getting support of both – family members and outsiders. A peaceful mind will foster positive thoughts. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 3, 4, 5


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી હાલમાં પૈસાની તંગીમાં નહીં આવો. જૂના રોકાણમાંથી ફાયદો લેવાનું ભુલતા નહીં. જે પણ કામ કરશો તેમાં માન-સન્માન મળશે. તમારા દુશ્મન પણ તમારા કામના વખાણ કરશે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. સારી ચીજ વસ્તુ લઈ શકશો. નવા મિત્રો મળશે જે આગળ જતા તમારા મદદગાર થશે. માનસિક રીતે શાંતિ મળતા તબિયતમાં સારા સારી જોવા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

The onset of Venus’ rule ensures there’s not financial shortage. Ensure to withdraw the profits stemming from old investments. You will gain fame and admiration in all you do. Even your detractors will praise your work. Squabbles between couples will reduce. You will be able to make good purchases. New friends you make will prove helpful to you in the future. Mental peace will lead to betterment in physical health too. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 1, 2, 3


LEO | સિંહ: મ.ટ.

05Leo

પહેલા 4 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમને માનસિક ત્રાસ આપશે. 4થી જૂન સુધી મનને શાંત રાખીને કામ કરજો કારણકે શુક્રની દિનદશા આવતા 70 દિવસમાં તમને ભરપુર સુખ આપશે. આ અઠવાડિયામાં કોઈને કોઈપણ જાતના પ્રોમીશ આપતા નહીં. ધનની કમી આવતા અઠવાડિયેથી ઓછી થતી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 1, 4, 5, 6 છે.

You have 4 days remaining under Rahu’s rule. Rahu’s descending rule could prove mentally troubling for you. Keep a calm mind while working, till 4th June. The oncoming rule of Venus, for the next 70 days, will bring you immense happiness. This week avoid making promises to anyone. The lack of income will change next week onwards. Pray to Behram Yazad, along with the Mah Bokhtar Nyaish, daily.

Lucky Dates: 1, 4, 5, 6


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. તમે જે પણ કરશો તેમાં સફળતા નહીં મળે. ખોટા ખર્ચાઓમાં વધારો થશે. તબિયત માટે જરા પણ બેદરકાર રહેતા નહીં. ઓછું બોલવાનું રાખજો જેનાથી તમારી શારિરીક બાબતમાં મુશ્કેલીઓ નહીં આવે. તમારી નાની ભુલ તમને મોટી મુસબીતમાં મુકશે, ઉપરવર્ગથી સંભાળજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 31, 2, 3, 6 છે.

Rahu’s rule till 5th July denies you success in any of your endeavours. An increase in unnecessary expenses is indicated. Do not be careless about your health. Speak as less as possible as this will avoid any kind of ailments in mind and body. A small mistake could land you in big trouble. Be cautious of your seniors at work. Pray the Mah Bokhtar Nyaish dialy.

Lucky Dates: 31, 2, 3, 6


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે બીજાને મદદ કરી આનંદમાં રહેશો. ધર્મ ચેરીટીના કામ કરી શકશો. હાલમાં પ્રેમમાં આગળ વધવાના રસ્તા મળશે. નવા કામમાં સફળતા મળવાથી તમારા વિચારો પણ પોઝીટીવ થતા જશે. તમારા માટે જમીન, મિલકતમાં ઈનવેસ્ટમેન્ટ માટે સારો સમય છે. આગળ જતા સારો ફાયદો મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Jupiter’s rule, till 23rd June, will have you feeling content by helping out others. You will be able to do works of charity and religion. An upswing in your love-life is indicated. Success in new projects will further make your thoughts positive. This is a good time to invest in property – good profits are in store in the future. Financial prosperity is indicated. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 2, 3, 4, 5


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી ગુરૂ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમારા ધારેલા કામોને સારી રીતે પુરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નવા કામ કરવામાં સફળ થશો. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. લગ્ન કરવા મનપસંદ સાથી મળવાના ચાન્સ છે. જે કામ ઘણા સમયથી અટકેલું કે રોકાયેલું હશે તેને પુરૂં કરવાનો યોગ્ય સમય છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 4, 6 છે.

Jupiter’s rule till 23rd July helps you complete all your plans effectively. Financial prosperity is indicated. New work projects will be successful. You will receive news that will make you happy. Those looking to get married could meet their ideal partners. This is the perfect time to restart and complete projects that have been stalled for a while. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 1, 4, 6


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે કોઈ પર વિશ્ર્વાસ રાખવાની ભુલ કરતા નહીં. શારિરીક બાબતમાં પેટની ગડબડ તથા જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. હાલમાં ઘરમાં ઈલેકટ્રીકલ કે લોખંડની વસ્તુઓ તથા વાહન લેવાની ભુલ કરતા નહીં. લેણદારથી તમે વધુ પરેશાન થશો. ઉતાવળમાં કોઈપણ ડીસીઝન મુશ્કેલીઓ આપશે. ફેમીલી મેમ્બર સાથેની દલીલોથી દૂર રહેજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

The onset of Saturn’s rule suggests that you avoid trusting people. You could suffer from stomach issues and joint pains. Avoid purchasing any iron-made products for the house or buying vehicles. Creditors could trouble you. Any decisions made in haste will lead to trouble. Stay away from advice given by family members. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 2, 3, 4, 5


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે. તમે વાણિયા જેવી બુધ્ધિ વાપરી તમારો ફાયદો પહેલા લેશો. હીસાબી કામો કરવામાં મુશ્કેલી નહીં આવે. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. નાણાકીય ફાયદો મળતો રહેશે. તમારા મનપસંદ કામ કરી શકશો સાથે અટકેલા કામો પૂરા પણ કરી શકશો. કોઈપણ ડીસીઝન વિચાર કરી લઈ શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 1, 3, 6 છે.

Mercury’s rule till 18th June makes you shrewd and choosy about things that benefit you. You will not face any challenges in doing any accounts related work. Your sweet tongue will win over strangers. Financial benefits will keep coming in. You will be able to do tasks that please you, as also restart your stalled works. You will make decisions after putting in good thought. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 31, 1, 3, 6


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા રોજબરોજના કામ સમય પર પુરા કરી શકશો. શેર માર્કેટમાં થોડું ઈનવેસ્ટમેન્ટ કરવાથી આગળ જતા ફાયદામાં રહેશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરનું વાતાવરણ આનંદીત રહેશે. નાણાકીય મુશ્કેલી ધીરે ધીરે ઓછી થતી જશે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. નેગેટીવ વિચારો ઓછા થતા જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

The ongoing rule of Mercury helps you complete your daily tasks on time. A little investment in the share market could prove profitable in the future. Catering to the wants of family members ensures a cordial atmosphere at home. Financial difficulties will reduce. You will receive good news as regards your children. Negative thoughts will fade. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 1, 2, 3, 4


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

મંગળની દિનદશા ચાલુ હોવાથી મંગળ તમને શાંતિમાં નહીં રહેવા દે. નાણાકીય બાબતમાં કોઈના પર પણ ભરોસો કરતા નહીં. નકારાત્મક બાબતો પર ધ્યાન આપવાનું ઓછું કરજો. તેની અસર તમારા કામ પર પડી શકે છે. વિદેશ જવા માટે પ્રયાસ કરતા લોકોને કેટલીક અડચણો આવી શકે છે. તમારો ઉપરીવર્ગ પરેશાન કરી શકે છે તેથી સંભાળીને કામ કરજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 31, 2, 3, 6 છે.

The onset of Mars’ rule does not leave you in peace. You are advised to not depend or trust anyone financially. Avoid thinking about unnecessary issues. This could impact your work. Those looking to go abroad could face challenges. Seniors at work could get difficult, so work with caution. Pray the Tir Yasht daily.

Lucky Dates: 31, 2, 3, 6

Leave a Reply

*