કશુંય ક્યાય ભાગી જવાનું નથી. કરોડો વર્ષોનું ઇવોલ્યુશન એટલા માટે નથી થયું કે આપણે હાંફતા રહીએ. માનવજાત નો ચોખ્ખે ચોખ્ખો ઇતિહાસ છે કે જેણે જેણે કશુંક ને કશુંક પામવા માટે દોટ મૂકી છે એ માણસ પોતાના જીવનથી અસંતુષ્ટ રહ્યો છે.
એક નાના શહેરથી ચાલુ કરી દુનિયા જીતવા નીકળેલો સિકંદર ખુલ્લી હથેળી રાખીને મરેલો, અસંતુષ્ટ જુલિયટ સિઝર સત્તાની હોડમાં એવો લાગેલો કે બધું હોવા છતાં એ કંઈકને કંઈક ઝંખતો હતો.
આપણો સમ્રાટ અશોક કેટકેટલું જીત્યો? અને છેલ્લે શું મેળવ્યું? સંતાપ અને દુ:ખ.
આનો અંત નથી જે લોકોએ દોડ્યા કર્યું છે એ લોકો સુખી નથી થયા. શાંતિનો અનુભવ નથી કર્યો. સ્વયંમને જ જોઈ લો, સમજણ આવી છે ત્યારથી લઈ ને અત્યાર સુધી કેટલી વખત શાંતિ અને ખુશી અનુભવી છે? આંગળીના વેઢા વધી પડે એટલી વખત જ!
હું વારંવાર કહું છું કે જિંદગીનો હેતુ જીવવાનો છે જીતવાનો નહીં.
પલાઠી વાળીને બેસવાનું નથી કહી રહ્યો પરંતુ પગ તૂટી જાય એટલું ભગવાની ના પાડું છું. બુધ્ધ પાસે બધું હતું, રાજકુમાર હતા. પછી એમણે ભાગ્ય કર્યું અંતિમ સત્ય પાછળ. ઘણા વર્ષો હેરાન થયા પછી એમને સમજાયું કે જીવનનો હેતુ ખુશ રહેવાનો છે અને એમણે મધ્યમ માર્ગ અપનાવ્યો.
આપણી પાસે જરૂરી બધું જ છે, નહીં હોય તો આવી જશે. બધા પોતપોતાનું કરી જ લે છે, કોઈ રહી નથી જતું ક્યારેય. દરેક જગ્યાએ દરેક વસ્તુમાં સૌથી સારા બનવું જરૂરી નથી હોતું.
પરંતુ જે કાંઈ કરો એ દિલથી કરો. ખુશ રહો અને શાંતિથી રહો.
ગીવ અ બ્રેક ટુ યોર સેલ્ફ

Latest posts by PT Reporter (see all)