મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ચંદ્રની શુભ દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરશો તે સમજી વિચારી અને મગજ શાંત રાખીને કરશો. 25મી જુન પહેલાં મુસાફરી કરવાથી મનને આનંદ મળશે. શારીરિક ચિંતા ઓછી થતી જશે. તમે સ્ટ્રેસફ્રી થઈ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેશો જે આગળ જતા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ફેમિલી મેમ્બરને ખુશ રાખીને તેઓનું દિલ જીતી લેશો. ફેમીલીના ફયુચર માટે કેટલીક ખાસ યોજનાઓ બનાવશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 7, 8, 10, 13 છે.
The auspicious ongoing rule of the Moon has you acting with a calm mind with well thought-out plans. Travel before 25th June brings you much joy. Health issues will reduce. You will be stress-free and will be able to make wise decisions which will prove beneficial to you in the future. You will win over family members by keeping them happy. You will make plans for the welfare of your family’s future. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 7, 8, 10, 13
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને શીતળ ચંદ્રની દિનદશા 26 જુલાઈ સુધી ચાલશે. મુસાફરી કરવાના ચાન્સ મળી રહેશે. આળસ અને બેદરકારીથી દૂર રહેજો. ચંદ્રની કૃપાથી ખરાબ થયેલા કામોને સુધારવાનો સારો ચાન્સ મળશે. જે પણ કામ કરશો તે મનથી કરવાથી તમારો સેલ્ફકોન્ફિડન્સ ખૂબ જ વધી જશે. બીજાના મદદગાર થઈ તેઓની ભલી દુઆ મેળવશો. ઘરના વડીલોની સલાહ પર ધ્યાન આપો તમને યોગ્ય ઉકેલ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
The Moon’s rule, till 26th July, brings you travel opportunities. You will stay away from lethargy and purposelessness. By the Moon’s grace, you’ll be able to mend and rejuvenate any stalled or strained projects. Working on any task with full focus will increase your confidence. You will help others and gain their blessings. Paying heed to the advice of the elderly at home, will turn out good for you. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 9, 10, 11, 12
GEMINI | મિથુન: ક.છ.ઘ.
15મી જૂન સુધી અપોઝીટ સેક્સની ડિમાન્ડ પૂરી કરવામાં સફળ થશો. ઉતરતી શુક્રની દિનદશામાં ફેમિલી મેમ્બરને જોઈતી ચીજવસ્તુ પહેલા લઈ લેજો. નોકરી કરતા હો તો કામ કરનાર સાથે સારા સારી રાખશો તો તમારા ખરાબ સમયમાં તેઓ તમને વધુ પરેશાન નહીં કરે. બને તો થોડી કરકસર કરી નાણા અવશ્ય બચાવી રાખજો. તણાવ અને ચિંતા જેવી સ્થિતિથી બચો અને પોઝિટિવ રહો. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 11, 13 છે.
Venus’ rule, till 15th June, has you catering to the wants of members of the opposite gender. Venus’ descending rule suggests that you prioritize purchasing the items desired by family members. Keeping good relations with your colleagues is advised, as this will save you from their ire, in the future. Try your best to save money. Stay away from stressful situations and stay positive. The home atmosphere will be pleasant. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 11, 13
CANCER | કર્ક: ડ.હ.
હાલમાં તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ધારેલા કામો સમય ઉપર કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે અચાનક ધનલાભ થશે. ધણી ધણીયાણી વચ્ચે પ્રેમ ખૂબ વધી જશે. તમારા મનની વાતો કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરો. ઘરનું વાતાવરણ પ્રેમાળ અને સકારાત્મક બનતું જશે. થાક ઓછો કરવા આરામ જરૂરી છે. ખાવાપીવામાં સંતુલન રાખો. નાની-નાની સાવચેતીઓથી સ્વાસ્થ્ય સુધરશે. પોતાની જાતને ફ્રેશ રાખો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 7, 9, 10, 12 છે.
The ongoing of Venus’ rule helps you complete your tasks in time. Financial prosperity is predicted with sudden windfall on the cards. Affection between couples will multiply. You are advised to share what’s on your mind with someone you trust. The home atmosphere will get increasingly affectionate and cordial. Rest is important for you. Ensure to follow moderation in your diet. Small self-caring measures will keep you healthy. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 9, 10, 12
LEO | સિંહ: મ.ટ.
4થી જૂનથી ચમકતા પ્રેમાળ શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમે પોતાને ખૂબ જ ઉત્સાહી અને ઊર્જાવાન અનુભવશો અને જે કામ વિચારશો તેને પૂરું કરીને જ દમ લેશો. હવે તમે નહીં ધારેલા કામોમાં પણ સફળ થશો. શુક્રની કૃપાથી ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. પ્રેમી-પ્રેમિકાને મળતા વધુ ખુશ રહેશો. ઓપોઝિટ સેક્સની પાછળ વધુ ખર્ચ કરવો પડશે. મન શાંત રહેવાથી ઊંઘ સારી લેશો અને ફ્રેશ રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 8, 9, 11, 13 છે.
Venus’ rule, starting 4th June, makes you experience a lot of energy and enthusiasm. You will be able to complete all tasks that you think of. You will be successful in even those tasks which were unexpected. You will get opportunities to travel abroad. Meeting your sweetheart brings you immense joy. You might have face expenses towards members of the opposite gender. A calm mind brings you good sleep and freshness. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 9, 11, 13
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી સીધા કામો પણ ઉલટા થઈ જશે. આપેલા પ્રોમિસ ખોટા પડશે. માથા ઉપરનો બોજો વધતો જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ વધતા જશે. ઘરમાં થોડું અશાંત વાતાવરણ બની શકે છે. અપોઝિટ સેક્સની તબિયત અચાનક બગડી જાય તેવા હાલના ગ્રહો છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો તમારા કોઈ ખાસ મિત્રની સલાહ જરૂર લો. નાણાકીય મુશ્કેલી ઓછી કરવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.
The onset of Rahu’s rule makes even the straight tasks go topsy-turvy. You will not be able to deliver on your promises. Mental stress will increase. Squabbles between couples will be on the rise. The house atmosphere could become unpleasant. Members of the opposite gender could suddenly fall ill. Ensure to take advice from a very trusted friend when facing a dilemma. To reduce financial strain, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 7, 10, 11, 12
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે બીજાની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. ફેમિલી મેમ્બર સગાઓ કે મિત્રોને તન મન અને ધનથી મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. કામકાજની અંદર સારા સારી રહેશે. ધનલાભ મળવાના ચાન્સ છે. જુના રોકાણથી ફાયદો લઈને બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં ફાયદામાં રહેશો. ઘરમાં સુખ-શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. તમારા આરામ અને સ્વાસ્થય માટે અવશ્ય સમય કાઢજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11, 13 છે.
The onset of Jupiter’s rule has you focused on helping others. You will go all out to help family members, relatives and friends. Work will prosper. You could receive financial rewards. You are advised to retrieve interest from old investments and invest the same in new ones, as this will be profitable. There will be peace and joy at home. Ensure to take some time for rest and health. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 8, 9, 11, 13
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધન કમાવામાં મુશ્કેલી નહીં આવે. ફેમિલી મેમ્બર તમને પૂરેપૂરો સાથ સહકાર આપશે. ગુરૂની કૃપાથી તમારા મનની નેક મુરાદ પૂરી કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલીમાં નહીં આવો. માનસિક અને શારીરિક રીતે ફીટ રહેશો. નિયમિત કસરત અને સંતુલિત આહાર તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા કરેલા કામનું વધુ સારું ફળ મેળવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.
The onset of Jupiter’s rule removes all obstacles in the path of earning money. You will receive complete support from family members. You will face no difficulty in realizing your noble wishes. You will be mentally and physically fit. Exercise and healthy diet will prove beneficial for you. To gain the maximum fruits of your labour, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 10, 11, 12
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે. તમને તમારા કરેલા કામો નહીં ગમે. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. વડીલ વર્ગ નાની બાબતમાં તમારાથી નારાજ થઈ જશે. બને તો કોઈની સાથે નાણાકીય વ્યવહાર હાલમાં કરતા નહીં. ઓછું બોલવાનું રાખજો. જમીન-મીલકતના કામોથી નુકસાની થવાના ચાન્સ છે તેથી ધ્યાન રાખજો. માનસિક રીતે પરેશાનીઓમાં વધારો થશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 11, 13 છે.
Saturn’s rule till 25th June leaves you feeling dissatisfied about your own work performance. Unnecessary expenses will cause worry. The elderly will get upset with you over petty issues. Try to avoid any kind of monetary transactions with anyone. Speak minimal. Be careful about any property transactions as these could lead to losses. Mental worries will increase. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 8, 9, 11, 13
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. નાણાકીય હિસાબી કામો પૂરા કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. રોજબરોજના કામો ખૂબ સારી રીતે કરી શકશો. થોડી ઘણી કરકસર કરી નાણા બચાવજો. પ્રેમ સંબંધો સુખદ રહેશે. રીસાયેલો મિત્ર તમને મલવા આવશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ હશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 9, 10, 12 છે.
Mercury’s rule till 18th June ensures no obstacles in getting your accounting work done. You will be able to do your daily tasks with great effectivity. Put in a little extra effort to save money. Romantic relations will thrive. An upset friend will approach you. Catering to the wants of family members will lead to a joyful atmosphere at home. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 7, 9, 10, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે. નાણાકીય બાબતમાં થોડી ઘણી બચત કરવામાં સફળ થશો. બીજાને મદદ કરવાથી તમારા મનને ખૂબ શાંતિ મળશે. કોઈકના સાચા સલાહકાર બની તેને નાણાકીય ફાયદો કરાવી આપશો. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી દેજો. બાળકો તરફથી સુખદ સમાચાર મળશે. નવા કામ કરતા આગળ જતા ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 13 છે.
Mercury’s rule till 20th July helps you save some money. Helping others brings you a lot of joy. Your sincere advice will lead to someone’s financial gain. You are advised to speak your heart out to your sweetheart. You could expect good news from your children. New projects will bear profits in the future. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 8, 9, 10, 13
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
23મી જૂન સુધી ખોટા વિચારોથી પરેશાન રહેશો. નાની બાબતમાં હાઈ પર બની જશો જેનાથી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બર સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. મનગમતી વ્યક્તિ નારાજ થઈ જાય તો નવાઈમાં નહીં પડી જતા. નાણાકીય મુશ્કેલી વધતી જશે. પોતાના પર ભરોસો રાખો, કોઈની ખોટી સલાહ તમને નુકસાની આપી શકે છે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 11, 12, 13 છે.
Mars’ rule, till 23rd June, has you steeped in negative thoughts. You could get hyper over small issues which could impact your health. Squabbles with family members will happen easily. Your sweetheart could get upset with you. Financial difficulties could increase. Keep faith in yourself – someone’s wrong advice could lead to your loss. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 7, 11, 12, 13