મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. આજથી તમારે જેને તમારા મનની વાત કહેવી હોય તેને કહી દેજો. જે પણ ડિસિઝન લો તેને ચેન્જ કરવાની ભૂલ કરતા નહીં. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. વડીલોની સલાહ અને સાથ સહકારથી ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે. પોઝીટીવ વિચારથી મન આનંદીત રહેતા તબિયતમાં પણ સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 20 છે.
The Moon’s rule till 25th June suggests that you speak what’s on your mind to the concerned person. Avoid changing any decisions that you have made. There will be nothing coming in the way of catering to the wants of your family members. With the help of advice from the elderly and respect, the atmosphere at home will be joyful. As positive thoughts occupy the mind, physical health also improves. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 16, 18, 20
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી રોજ-બરોજના કામો ખૂબ સારી રીતે કરી શકશો. ગામ પરગામ જવાના ચાન્સ મળે તો જવા દેતા નહીં ત્યાંથી ફાયદો થવાના ચાન્સ છે. બીજાના મનની વાત સમજતા વાર નહીં લાગે. પ્લાનિંગ કરી કામ કરતા કામમાં સફળતા મળશે. નોકરી કરનારને પ્રમોશન મળવાના ચાન્સ છે. પોતાના કામમાં બીઝી રહો બીજાની મુશ્કેલીઓ દૂર કરવા જતા નહીં. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 19 છે.
The onset of the Moon’s rule facilitates the smooth functioning of daily chores. Do not miss any overseas travel opportunity as this will prove profitable. You will be able to instantly understand what’s going on in the minds of others. Working based on plans will ensure success. The employed could be in for a promotion. You are advised to focus on your own work and not try to solve others’ problems. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 14, 15, 17, 19
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આજ અને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં ઓપોઝિટ સેક્સ નારાજ થાય તેવું કામ કરતા નહીં. 16મીથી શરૂ થતી સૂર્યની દિનદશામાં તમને સરકારી કામમાં સફળતા નહીં અપાવે વડીલવર્ગની તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. કોઈની સાથે બોલાચાલી થવાના ચાન્સ છે તેથી ઓછું બોલવાનું રાખજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Venus rules you for last 2 days – today and tomorrow. Ensure not to do anything during these days which will upset the members of the opposite gender. The Sun’s rule, starting from 16th June, doesn’t allow you to be successful in any government-related works. The health of the elderly could suddenly go down. Try to speak minimally as you could get into arguments. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 16, 17, 18, 19
CANCER | કર્ક: ડ.હ.
16મી જુલાઈ સુધી શુક્ર જેવા વિલાસી ગ્રહની દિનદશા ચાલશે. તમને સારા સમાચાર મળતા રહેશે. માનસિક તણાવ ઓછો થતાં મન શાંત બનશે. જૂની સમસ્યાઓ ધીરે ધીરે ઓછી થતી જશે. મુશ્કેલી ભર્યા કામને ખૂબ સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. અપોઝિટ સેક્સનો સાથ ખૂબ જ સારો મળશે. મિત્રોને મળવાના ચાન્સ છે. ઘરમાં નવી ચીજવસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Venus’ rule till 16th July ensures to keep bringing you good news. Decrease in mental stress helps you feel peaceful. Old issues will eventually start fading. You will be able to tackle even challenging tasks very effectively. Financial prosperity is indicated. You will get ample support from members of the opposite gender. You will be able to meet friends. You will be able to install household items. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 15, 16, 17
LEO | સિંહ: મ.ટ.
તમને લાંબા સમય સુધી સુખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી સુખ શાંતિમાં વધારો થશે. ઘરમાં સારા પ્રસંગની ઉજવણી કરી શકશો. શુક્રની કૃપાથી નાની મોટી મુસાફરી કરવામાં સફળ થશો. ધન મેળવવા માટે કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. ઉપરી વર્ગ તરફથી સારો સહકાર મળતો રહેશે. તમે પ્લાન કરી કામ કરતા કામમાં સફળતા મળશે. કોઈપણ લેનદેનથી દૂર રહેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
The onset of Venus’ long-term rule brings you much joy and peace. You can prepare for good news. You will be able to take on small travels. Earning money will not be difficult. Seniors at work will be supportive. You will succeed well at work if you plan well. Avoid getting into any lending-borrowing transactions. Pray to Behram Yazad daily.
Lucky Dates: 15, 16, 17, 18
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કરશો તેમાં સફળતા નહીં મળે. ખોટા ખર્ચાઓમાં વધારો થશે. તમારી નાની ભુલ તમને મોટી મુસબીતમાં મુકશે, ઉપરીવર્ગથી સંભાળજો. તબિયત માટે જરા પણ બેદરકાર રહેતા નહીં. ઓછું બોલવાનું રાખજો જેનાથી તમારી શારિરીક બાબતમાં મુશ્કેલીઓ નહીં આવે. આજુબાજુના લોકો સાથે મતભેદ થવાના ચાન્સ છે તેથી ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 16, 19, 20 છે.
The onset of Rahu’s rule robs you of success in your endeavours. An increase in unnecessary expenses in predicted. A small mistake of yours could land you in big trouble. Be wary of your seniors at work. Do not be careless about your health. Talk minimally as this will ensure your physical wellbeing. You could get into arguments with those around you. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 14, 16, 19, 20
LIBRA | તુલા: ર.ત.
23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કોઈ પણ જાતની કરકસર કરતા નહીં. નાણાકીય બાબતની અંદર મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ધર્મ કે ચેરીટીના કામો ખૂબ સારી રીતે કરી શકશો. જે કામ ઘણા સમયથી અટકેલું કે રોકાયેલું હશે તેને પુરૂં કરી શકશો. બને તો જમીનમાં ઈનવેસ્ટમેન્ટ કરવાનું રાખજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11, 13 છે.
Jupiter’s rule till 23rd June suggests that you don’t hesitate in making any purchases for the house. You will face no financial problems – sudden un expected wealth will come your way. You will be able to do religious and charitable works. You will be able to complete a project that was stalled for a long time. You are advised to invest in property. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 8, 9, 11, 13
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
મંગળના પરમમિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે બીજાના મદદગાર બની શકશો. રોજબરોજના કામમાં તમને માન, ઇજ્જત અને ધન ત્રણેય મળશે. ફેમિલી મેમ્બરને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકશો. પ્રેમી-પ્રેમિકાના પોતાના મનની વાત કહેવામાં જરાય સંકોચ નહીં કરતા કારણ નાની વાતો સંબંધોને મજબૂત બનાવે છે. નકામા કામ કરી સમય ખરાબ કરવાનું ટાળજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 18, 19, 20 છે.
The onset of Jupiter’s rule makes you helpful to others. You will receive admiration, respect and wealth through your current work projects. You will be able to guide family members out of trouble, with easy and effective solutions. Couples are encouraged to speak out their hearts with each other as this will strengthen their bond. Avoid wasting time doing unnecessary things. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 14, 18, 19, 20
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે. તમારે તમારી તબિયતની ખાસ દરકાર લેવી પડશે. રાતની ઊંઘ ઓછી થશે. શનિ તમને દરેક બાબતમાં નેગેટિવ બનાવી દેશે. ત્રણની જગ્યાએ 30નો ખર્ચ કરવો પડે તેવા હાલના ગ્રહો છે. ખોટા ખર્ચામાં વધારો થશે. ઉતાવળમાં લીધેલા ડીસીઝનોથી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ફેમીલી મેમ્બર તથા સાથે કામ કરનાર લોકો સાથેની દલીલોથી દૂર રહેજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.
Saturn’s rule till 25th June calls for you to take special care of your health. You could lose your sleep. Saturn will get you feeling negative about all things. You could end up spending money ten times over what was expected. Increase in unnecessary expenses is predicted. Any decisions made in a hurry could prove disastrous. You are advised to avoid any advice given by family members or colleagues at work. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 16, 17, 19, 20
CAPRICORN | મકર: ખ.જ.
પહેલા ચાર દિવસમાં જો તમે તમારા અગત્યના કામો પૂરા કરી શકો તો સારું નહીં તો 18મી પછી તમારા દરેક કામમાં હેરાન થઈ જશો. 26મી જુલાઈ સુધીમાં શનિ તમને આળસુ બનાવી દેશે. ખોટા વિચારોથી પરેશાન થશો. ધન મેળવવામાં ખૂબ જ મહેનત કર્યા પછી પણ ધારેલી રકમ નહીં મળે. નોકરી કરતા હશો તો સાથે કામ કરનારનો સાથ નહી મળે તથા ઉપરીવર્ગ પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.
You are advised to complete any important tasks within these 4 days, else, post 18th June, marking the onset of Saturn’s rule, till 26th July, you will face hurdles in all your work. You will feel very lethargic and troubled with negative thoughts. Despite putting in a lot of effort, you will not be able to earn the expected income. The employed will face alienation from colleagues and harassment from seniors. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 14, 15, 18, 19
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ઘરમાં શુભ પ્રસંગો આવશે. તમે તમારી પસંદગીની વસ્તુ લેવામાં કોઈ પણ જાતની કસર નહીં કરો. થોડી ઘણી બુદ્ધિ વાપરીને નાણાં સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકશો. ચાલુ કામની અંદર તમારા કામો ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. નવા કામ મળવાના ચાન્સ ખુબ સારા છે. ઘર પરિવાર તથા મોજમસ્તીમાં થોડો સમય પસાર કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 18, 19, 20 છે.
The onset of Mercury’s rule brings home good news. You will not hesitate to purchases objects which you desire. You will be able to intelligently invest money profitably. You will be able to execute your current work projects very well. This is a good time to get new projects. You will be able to spend some time with family, fun and entertainment. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 15, 18, 19, 20
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં ખૂબ ગુસ્સે થઈ જશો. વાહન ચલાવતા સમયે ધ્યાન રાખજો એક્સિડન્ટ થવાના ચાન્સ છે. ભાઈ બહેનના સંબંધમાં નારાજગી આવશે. ખાવા પીવામાં ધ્યાન આપજો નહીં તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. નેગેટીવ વિચારથી દૂર રહેજો. બને તો ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.
Mars’ rule till 23rd June makes you very angry over petty matters. Practice great caution while driving/riding your vehicles as you could meet with an accident. Siblings could get upset with you. Be careful with your diet or your health could go down. Stay away from negative thoughts. Try to speak as less as possible. Pray the Tir Yasht daily.
Lucky Dates: 14, 16, 17, 18