મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ચંદ્રની શીતળ છાયાના ચાર દિવસ બાકી રહેલા છે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પુરી કરી લેજો. 25મી જૂનથી શરૂ થતી મંગળની દિનદશા તમારા બધાજ કામ ઉલટા પુલટા કરી નાખશે. તમે ખુબ ચીડીયા સ્વભાવના થઈ જશો. એકિસડન્ટ થાય તેવા હાલના ગ્રહો છે તેથી સંભાળજો. તમારા કામો ઘરેથી જ કરવાનું રાખજો. ખાવાપીવામાં કાળજી રાખજો. તમારા સેલ્ફ કોન્ફિડન્સ માટે દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
The ongoing Moon’s rule has 4 days remaining. Ensure to first cater to the wants of family members. Mars’ rule, starting 25th June, could make all your work go haywire. You will become very irritable. Be cautious as this phase could lead to accidents. Try to work from home. Be careful of your diet. Pray the Tir Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 24
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી ચંદ્રની છાયામાં તમારા કામો ખુબ સારી રીતે કરવામાં સફળ થશો. મુસાફરી કરી શકશો. સેલ્ફકોન્ફિડન્સમાં વધારો થશે. જૂના મિત્રો મળવાથી માનસિક રીતે આનંદીત રહેશો. તમે તમારી સૂઝબૂઝ અને યોગ્યતાથી મહત્વપૂર્ણ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારા મનમાં ચાલતી પરેશાનીઓ પણ દૂર થશે. ધનની કમી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 23, 26, 27 છે.
The Moon’s rule till 26th July ensures you get all your work done effectively. Travel is possible. Your levels of confidence will rise. Meeting will old friends brings you lots of mental joy. With your understanding and abilities, you will be able to do major projects with ease. Mental worries will start to fade. There will be no lack of finances. Pray the 34th Name, Ya Beshtarna, 101 times, daily.
Lucky Dates: 21, 23, 26, 27
GEMINI | મિથુન: ક.છ.ઘ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાનો બોજો ખુબ વધી જશે. સામે પડેલી અગત્યની ચીજ તમને નહીં દેખાય. બેન્કીંગના કામ કરતા ધ્યાન રાખજો. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. સુર્ય તમને બપોરના ખુબ કંટાળો આપશે. બીજાઓને મદદ કરવા જતા તમે મુશ્કેલીમાં ન આવો તે બાબતનું ધ્યાન રાખજો. અન્ય બાબતોમાં ધ્યાન આપતા મહત્વના કામો બાકી રહી જશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 21, 22, 23, 25 છે.
The onset of the Sun’s rule greatly increases your mental pressures. You will overlook things lying in front of you. Ensure to pay attention while doing any banking work. The health of the elderly could suddenly go down. You could feel a lot of lethargy in the afternoons. While your instinct to help others is admirable, tread carefully to avoid being caught in tricky situations. There’s a risk of your attention drifting toward distractions, causing you to overlook what truly matters. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 21, 22, 23, 25
CANCER | કર્ક: ડ.હ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેકસનો ભરપુર સાથ સહકાર મળશે. મોજશોખમાં ખર્ચ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમારી મનગમતી વ્યક્તિનું દિલ જીતી લેશો. કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થવાના ચાન્સ છે જે આગળ જતા તમારા કામમાં મદદ કરશે. ઉપરી વર્ગ તરફથી સારો સહકાર મળતો રહેશે. કોઈપણ લેતીદેતીથી દૂર રહેજો. મન શાંત રહેતા તમારા વિચારો પોઝીટીવ થતા જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
The onset of Venus’ rule brings you immense support from members of the opposite gender. Despite increasing expenditures on fun and entertainment, you will face no financial shortage. You will win the heart of your favourite person. You could meet someone new, who will prove helpful to you professionally, in the future. Seniors at work will support you well. Avoid any transactions relaed to lending or borrowing money. A calm mind will ensure positive thoughts. Pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 22, 23, 24
LEO | સિંહ: મ.ટ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને નવા કામ કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર બની શકશો. પોતાના શોખ પુરા કરવામાં ખર્ચની ચિંતા નહીં કરો. ધણી-ધણીયાણી સંબંધમાં ખુબ સારા સારી રહેશે. હાલમાં તમને ઘણી સારી તકો મળશે. જેનાથી આગળ જતા કામ ધંધામાં વધારો કરી શકશો. કોઈપર આંખ બંધ કરી વિશ્ર્વાસ કરવાનું ટાળજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 25 છે.
The onset of Venus’ rule ensures you don’t face any challenges in your new work projects. You will help others. Do not worry about spending money when it comes to pampering yourself. Relations between couples will blossom. You will receive great opportunities which will help expand your business in the future. Do not have blind faith in anyone. Pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 22, 23, 25
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધી રાહુની દિનદશા તમને ભરપુર દુખ આપશે. તમારા કામ પુરા કરવા માટે અટવાયેલા રહેશો પરંતુ કામ પુરૂં નહીં કરી શકો. અંગત વ્યક્તિ સાથે મતભેદ થવાના ચાન્સ છે. તમારા ગુના વગર તમે સંબંધ સાચવવા તેમની માફી માંગી લેજો. અણધારેલા ખર્ચનું પ્રમાણ વધી જવાથી ચિંતામાં આવશો. તમારા નેગેટીવ વિચાર તમારા માટે નુકસાનકાર સાબિત થશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.
Rahu’s rule till 5th July could prove painful to you. You will try your best to complete your tasks but will be unable to do so. Squabbles with those close to you is predicted. You are advised to apologise to them, eve if it is not your fault, in order to keep your relationship going. Sudden and unexpected expenses will cause you much worry. Your negative thoughts will prove harmful to you. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 26, 27
LIBRA | તુલા: ર.ત.
આજ અને કાલનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં બની શકે તો કોઈ જરૂરતમંદ વ્યક્તિને અનાજનું દાન કરી દેજો. બાકી 23મીથી રાહુની દિનદશા તમને 42 દિવસમાં દિવસે તારા બતાવી દેશે. બની શકે તો શરીરને થોડો આરામ આપજો જેનાથી આવતી બીમારીઓથી બચી શકશો. સાથે કામ કરનારા લોકો સાથે મતભેદ થવાના ચાન્સ છે તેથી ઓછું બોલવાનું રાખજો. રાહુનું નિવારણ કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 27, 28 છે.
Jupiter’s rule lasts till tomorrow. Till then, try to donate food items to those in need. Rahu’s rule, starting 23rd May, for the next 42 days, will leave you in a daze. Try to get some physical rest for yourself as this will guard you against any oncoming illnesses. Quarrels with colleagues at the workplace is on the cards, so try to speak minimal. To placate Rau, pray the Mah Bokhar Nyaish daily.
Lucky Dates: 22, 24, 27, 28
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી કોઈની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. અચાનક ધનલાભ થશે. બીજાને મદદ કરી તેમને ફાયદો કરાવી આપશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં શાંતિનું વાતવરણ રહેશે. જેનાથી તમે માનસિક અને શારીરિક રીતે ફીટ રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 27 છે.
The onset of Jupiter’s rule has you doing helpful things for others. You will be able to make purchases for the house. Sudden windfall is predicted. Your help for others will benefit them. Catering to the wants of family members ensures a peaceful atmosphere at home. This will help you stay mentally and physically fit. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 23, 25, 27
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
4 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી ઘરકામ કરનારા સાથે ખોટી માથાકૂટમાં પડતા નહીં. રોજના કામ કરવામાં ખુબ કંટાળો આવશે. ઉતાવળમાં કોઈપણ કામ કરતા નહીં. બાકી 25મીથી શરૂ થતી ગુરૂની દિનદશા 24મી ઓગસ્ટ સુધી તમારા બગડેલા કામને પણ સુધારી આપશે સાથે નાણાકીય ફાયદો પણ મેળવશો. દરેક મુશ્કેલીઓનો સુખદ અંત આવશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.
You have 4 days remaining under Saturn’s rule. Try not to get in arguments with those at home. You will feel lethargy in doing your daily chores. Do not do anything in a hurry. Jupiter’s rules, starting 25th June till 24th August, will resolve all your issues. Financial gain is also on the cards. All challenges will end. Pray the Sarosh Yahst along with the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 24, 27
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે. તમારૂં મગજ ઠેકાણા પર નહીં રહે. નહીં કરવાના કામ કરશો. ખોટા વિચારો તેમજ શનિ તમને દરેક બાબતમાં નેગેટીવ બનાવશે. જ્યાં ત્રણ બચાવવા જશો ત્યાં તેરનો ખર્ચ કરવો પડશે. પૈસા આવે તે પહેલાં જ ખર્ચનો રસ્તો તૈયાર રહેશે. જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 26, 27 છે.
Saturn’s rule till 26th July doesn’t allow you to be mentally grounded. You will do the things you’re not supposed to. Saturn will add to your negative thoughts and have you feeling more negative. Despite your efforts, you will end up spending a lot of money. Even before your money comes in, the expenses would have mounted. You could suffer from joint-pains. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 21, 22, 26, 27
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમે તમારી બુધ્ધિ વાપરીને હારેલીબાજી જીતી લેશો. નાણાકીય બાબતમાં ખર્ચ પર કાપ મુકી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. જૂના રોકાયેલા નાણાને પાછા મેળવવામાં સફળ થશો. હીસાબી કામમાં સફળતા મળશે. તમારી બુધ્ધિ વાપરી પરિસ્થિતિઓને સકારાત્મક બનાવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Mercury’s rule till 20th July has you applying your intelligence to win even those tasks that you had given up on! Keeping a control over your expenses helps you save money and invest the same in a good place. You will be able to get back old stuck funds. Accounting-related work will be successful. You will use your intelligence to ease out challenges. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 21, 22, 23, 24
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજ અને કાલનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં ભાઈ બહેન સાથે મતભેદ પડે નહીં તે બાબતનું ધ્યાન રાખજો. કોઈની ઉપર આંખ બંધ કરી વિશ્ર્વાસ કરવાનું ટાળજો. બાકી 23મીથી શરૂ થતી બુધની દિનદશા 20મી ઓગસ્ટ સુધી બુધ્ધિ વાપરી તમારા કામમાં સફળતા અપાવશે. અટકેલા કામો ફરી ચાલુ કરવા સીધો રસ્તો મળી જશે. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 27 છે.
Mars rules you for today and tomorrow. During this time, ensure you do not quarrel with your siblings. Do not trust anyone blindly. Mercury’s rule, starting 23rd June, till 20th August, helps you use your intelligence and succeed in all your tasks. You will be able to find a straight path to restart your stalled projects. Pray the Meher Nyaish along with Tir Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 27