મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મનને જરા પણ શાંતિ નહીં મળે. નાની બાબતમાં ખૂબ જ ગુસ્સામાં આવી જશો. નાણાકીય બાબતમાં 24મી જુલાઈ સુધી ખૂબ જ ખેંચતાણમાં રહેશો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. મન શાંત રાખીને આગળ વધજો. તમારી અંગત વ્યક્તિ તમને દગો આપી જાય તેવા હાલના ગ્રહો છે તેથી સંભાળજો. નેગેટીવ વિચારથી દૂર રહેજો. મંગળને શાંત કરવા માટે દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 30, 2, 4 છે.
The onset of Mars’ rule does not allow you any mental peace. You could get very angry over petty matters. Till 24th July, financially things could get strained. A small mistake could land you in big trouble. Try to carry on with a calm mind. You are cautioned against your close ones betraying you. Stay away from negative thoughts. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 29, 30, 2, 4
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને શાંત રાખીને કામ કરવામાં સફળ થશો. તમારા રોજબરોજના કામ સમયસર પુરા કરી શકશો. બુદ્ધિ વાપરી માથાના બોજાને ઓછો કરી શકશો. મનમાં કોઈ પણ જાતની શંકા હશે તેનું સમાધાન તમે પોતે ગોતી લેશો. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને વર્તમાનને સુધારવાનો પ્રયત્ન કરજો. તમે યોગ્ય આત્મવિશ્વાસ સાથે નવી શરૂઆત કરશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 30, 1, 3 છે.
The onset of the Moon’s rule helps you work with a calm mind. You will be able to complete your daily chores in time. Using your intelligence, you will find a solution out of your worries. Any doubts swimming in your head will be resolved by none but you! Having learnt your lessons from mistakes of the past, try to change to a better present. You will start the day with new confidence. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 28, 30, 1, 3
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ઉતરતી સૂર્યની દિનદશા તમારા બ્લડ પ્રેશરને ઉપર નીચું કરશે. આ છેલ્લા અઠવાડિયામાં સરકારી કામો કરવામાં સફળતા નહીં મળે. તમને તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડવાને બદલે મહત્ત્વનાં કાર્યો પર વધુ ધ્યાન આપજો. ફેમીલી મેમ્બર સાથે મતભેદ થવાના ચાન્સ છે તેથી ઓછું બોલવાનું રાખજો. 5મી જુલાઈથી ચંદ્રની દિનદશા તમને શાંતિ આપશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 3, 4 છે.
The descending rule of the sun could play havoc with your blood pressure. This is the last week that will not bring you success in any government-related work. You are advised to take special care of your health. Instead of wasting your time over unnecessary things, focus on important jobs. Try to speak minimal as squabbles with family members could take place. The Moon’s rule, starting 5th July, will bring you peace. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 30, 1, 3, 4
CANCER | કર્ક: ડ.હ.
16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા તમારા કામમાં કોઈ પણ જાતની અડચણ ઊભી નહીં કરે. મિત્રો સાથેનો મન મેળાપ ખૂબ વધી જશે. ખર્ચ કર્યા પછી પણ તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમારા વિચારો પોજીટીવ થશે. જે પણ કામ ટાર્ગેટ કરશો તે કરવામાં સફળ થશો. ઓફિસમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન કરી શકશો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો તથા તેમની સાથે સમય પસાર કરતા ઘરમાં વધુ આનંદ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 1, 2 છે.
Venus’ rule, till 16th July, ensures you face no challenges in your professional area. Relations with friends will blossom. Despite expenditures, you will not face any financial difficulties. Your thoughts will become increasingly positive. You will be successful in all works you target. You will be able to resolve an office issue. Catering to family members’ wants and spending time with them will bring you great joy. Pray to Behram Yazad daily.
Lucky Dates: 28, 29, 1, 2
LEO | સિંહ: મ.ટ.
લાંબો સમય ચાલે તેવા શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની વાત કહેવામાં કોઇ પણ જાતની મુશ્કેલી નહીં આવે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. તમારા લાઈફ પાર્ટનરના સાથ સહકારથી અગત્યના કામો પૂરા કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. કામ માટે ગામ પરગામ જવાના ચાન્સ છે સાથે સાથે ફાયદો પણ મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 3, 4 છે.
Venus’ long-term rule ensures you don’t face any difficulty in speaking your mind. Financial progress is predicted. You will face no challenges in getting your important work done, with the support of your life partner. Work could have you traveling overseas. This would prove profitable. Pray to Behram Yazad daily.
Lucky Dates: 30, 1, 3, 4
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લું અઠવાડિયું જ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી આ અઠવાડિયામાં સમજ્યા વગર કોઈપણ કામ કરવાની ભૂલ કરતા નહીં. બીજાનું સારૂં કરવા જતા તમારા કામ ખરાબ થઈ જશે. ઉતરતી રાહુની દિનદશા ખોટી ચિંતા ખોટા વિચારો આપશે. તમારૂં બોલેલું કોઈકને કડવું ઝેર જેવું લાગશે. સમયની સાથે ચાલી નહીં શકો. અગત્યના કામમાં વડીલવર્ગની સલાહ અવશ્ય લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 3, 4 છે.
This is your last week under Rahu’s rule, so ensure not to embark on any endeavour without giving it proper thought. Trying to help others will ruin things for you. Rahu’s descending rule could flood your mind with negative thoughts and worries. Your words could feel toxic to others. You will not be able to keep in pace with the times. Ensure to take the advice of the elderly in your important tasks. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 29, 30, 3, 4
LIBRA | તુલા: ર.ત.
છઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. હાલમાં સીધા કામો પણ સારી રીતે નહીં કરી શકો. હાલમાં તબિયતની સંભાળ લેજો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મુકશે તેની દરકાર લેજો. રાહુને કારણે ખર્ચનો ખાડો ઊંડો થતો જશે. આવક વધશે નહીં તેની ચિંતા રહેશે. સાથે કામ કરનાર પરેશાન કરશે. પરેશાનીમાં કોઈપણ ડીસીઝન લેતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Rahu’s rule, till 6th August, doesn’t allow you to even do your simple tasks with ease. You will need to take care of your health. A small mistake of yours could land you in big trouble, so be wary. Rahu could cause an increase in your expenses. Lack of increase in income will cause you worry. Colleagues could harass you – do not make any decisions when you are troubled. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 1, 2, 3, 4
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા તમારા હાથથી સારા કામ કરાવી આપશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. ગુરૂને કારણે ઘરનું વાતાવરણ સારું રહેવાથી દરેક કામમાં સફળતા મળશે. અચાનક ઇનવિઝિબલ હેલ્પ મળવાથી અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. હાલમાં ઈનેવસ્ટમેન્ટ કરવાનું ટાળજો. વધુ સફળતા મેળવવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 30, 3, 5 છે.
Jupiter’s rule, till 23rd July, has you doing noble deeds. Financial prosperity is on the cards. With the home atmosphere being cordial, you will be successful in all your endeavours. Sudden, invisible help will assist in re-starting your stalled ventures. Do not make any investments in this phase. For greater success, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 28, 30, 3, 5
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. કોઈને મદદ કરી શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. અચાનક ધન લાભ મળવાના ચાન્સ છે. ઉપરી વર્ગ સાથે સંબંધમાં સારા સારી થશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. જમીન-જાયદાદમાં ઈનવેસ્ટમેન્ટ કરવાથી આગળ જતા મોટો ફાયદો મેળવી શકો છો. તમારા વિચારો પોઝીટીવ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 30, 3, 4 છે.
The onset of Jupiter’s rule has you lending a helping hand to others. Financial prosperity is indicated. Sudden windfall is on the cards. Relations with senior colleagues will get better. You will be able to meet your favourite person. Investing in property and jewelry will prove extremely profitable in the future. Your thoughts will stay positive. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 29, 30, 3, 4
CAPRICORN | મકર: ખ.જ.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમારે ખાવા પીવા ઉપર ખૂબ જ કંટ્રોલ રાખવો પડશે. સાંધાના દુખાવાથી પરેશાન થશો. નેગેટિવ વિચારો ઓછા કરવાના રાખજો. બને તો નાણાકીય લેતી દેતી કરવાની ભૂલ હાલમાં કરતા નહીં. તમારા અંગત વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખતા પહેલા વિચાર કરજો. તમારી સાથે ચીટીંગ થવાના ચાન્સ છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 2, 3, 4 છે.
Saturn’s ongoing rule suggests that you keep a strict control over your diet. You could suffer from joint-pains. Try to reduce negative thoughts. Avoid getting into any kind of monetary transactions related to lending or borrowing. Think twice before trust those who are close to you as you could get cheated. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 29, 2, 3, 4
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા કામમાંથી જેટલો ફાયદો થતો હોય તે ફાયદો લઈ લેજો. હિસાબી કામ 20મી જુલાઈ સુધીમાં સારી રીતે પૂરા કરી શકશો. કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી તમે માનસિક રીતે સકારાત્મક અનુભવશો. આજથી થોડી ઘણી કરકસર કરવામાં સફળ થશો. હાલમાં બચાવેલા નાણા તમારા ખરાબ સમયમાં કામમાં આવશે. પોઝીટીવ વિચારોથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
The onset of Mercury’s rule suggests that you maximise on your professional profitability. You will be able to complete all your accounting tasks effectively by 20th July. Finding a solution for a crisis will have you feeling positive. You will be able to save money now on. Your savings today will come to use during difficult times. Your positive thoughts will further promote physical wellness too. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 1, 2, 3, 4
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને પણ બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમારો કોન્ફિડન્સ પાવર ખૂબ જ વધી જશે. બીજાને સમજાવીને કામને સહેલું બનાવી દેશો. ધનની લેતી દેતી કરવામાં કોઈ પણ મુશ્કેલીમાં નહીં આવો. સગાઓ તથા મિત્રોનો સાથ સહકાર મળતો રહેશે. નવા કામ કરવામાં સફળ થશો. ઘરમાં કોઈ સારા પ્રસંગો આવશે. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 1, 4 છે.
The onset of Mercury’s rule catapults your confidence to the top. You will be able to simplify your tasks by convincing others. You will not face any issues carrying out any financial transactions. Relative and friends will be supportive. New ventures will be successful. Good news is expected. Physical health will be good. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 28, 29, 1, 4