દર્દી-કેન્દ્રિત સંભાળ પ્રત્યેની લાંબા સમયથી પ્રતિબદ્ધતા બદલ પ્રશંસા પામેલી, માસીના હોસ્પિટલને તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા મિડડે હેલ્થ એન્ડ વેલનેસ આઇક્ધસ 2025 દ્વારા પ્રતિષ્ઠિત 120+ વર્ષ આરોગ્ય શ્રેષ્ઠતા માટે શ્રેષ્ઠ હોસ્પિટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. નવીનતાને અવિશ્વસનીય માનવતા સાથે મિશ્રિત કરતી સંસ્થાઓ માટે અનામત આ એવોર્ડ, ટ્રસ્ટી ડો. ગુસ્તાદ દાવર અને શ્રી ખુશરૂ મેજર દ્વારા હોસ્પિટલ વતી સ્વીકારવામાં આવ્યો હતો. સન્માનને બમણું કરતા, આઈજીએચએમ (ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ હેલ્થકેર મિશન) કસ્ટોડિયન ઓફ હ્યુમેનિટી એવોડર્સ 2025 (મેડગેટ પબ્લિકેશન્સ) એ માસીના હોસ્પિટલને ભારતના પશ્ચિમ ક્ષેત્રની શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે પણ નામ આપ્યું, જે કરૂણાપૂર્ણ, સમુદાય-સંચાલિત આરોગ્ય સંભાળમાં પ્રાદેશિક નેતા તરીકેની તેની ભૂમિકા પર ભાર મૂકે છે.
1902 માં સ્થાપિત, માસીના હોસ્પિટલની સાચી ઓળખ તેની અગ્રણી ટેકનોલોજીઓ કે ભવ્ય કેમ્પસમાં નથી પરંતુ તેના સમુદાય પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતામાં છે. શ્રી શાપૂર પી. મિસ્ત્રી જેવા સમુદાયના દિગ્ગજો સહિત પ્રખ્યાત દાતાઓના ઉદાર સમર્થનથી, તેની સ્થાપનાની ભાવનાને જાળવી રાખીને તેના માળખાને આધુનિક બનાવવામાં આવ્યું છે. માસીના હોસ્પિટલની પ્રગતિ સેવા અને સમુદાય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દ્વારા આગળ વધે છે.
- દિવાળી અને ઝોરાસ્ટ્રિયન ધર્મ સદગુણના પ્રકાશથી જોડાયેલી બે પરંપરાઓ - 7 November2026
- રંગોળી, તોરણ અને ચોક અને હિન્દુ ઘરોની એકસરખી ઉત્સવભરી પરંપરા - 7 November2026
- નવસારીની અખિલ પારસી ઇન્ડોર સ્પોટર્સ સ્પર્ધામાં પ્રતિભા અને મિત્રતાની ઉજવણી - 7 November2026
