મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
24મી જુલાઈ સુધી મંગળ જેવા ઉગ્રગ્રહ દિનદશા ચાલશે. તમે તમારા ગુસ્સા ઉપર કાબુ નહીં રાખી શકો. વાહન ખૂબ સંભાળીને ચલાવજો. અંગત વ્યક્તિ તમને નારાજ કરી નાખશે. ધણી ધણીયાણીમાં મતભેદ પડવાના ચાન્સ છે. હાલમાં બને તો ઓછું બોલીને તમારૂં કામ કરશો તો ફાયદામાં રહેશો. ચિંતા ઓછી કરી નગેટીવ વિચાર કરવાનું ટાળજો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 9, 12 છે.
Mars’ rule till 24th July will not allow you to keep your temper in control. Be very careful while riding or driving your vehicles. Someone close will upset you. Squabbles between couples in on the cards. You are advised to speak minimally and get your work done, for best results. Try to stop worrying and push away negative thoughts. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 5, 6, 9, 12
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ચંદ્રની દિનદશા 26 જુલાઈ સુધી મનને શાંત રાખીને અગત્યના કામો પૂરા કરાવી આપશે. ઉપરી વર્ગ તમારા કામની તારીફ કરશે. ફેમિલી મેમ્બર ને ખૂબ જ આનંદમાં રાખશો. નાણાકીય વ્યવહાર ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. ખાસ કામ પુરૂં થવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો તેને પુરૂં કરવાનો યોગ્ય સમય છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 10 છે.
The Moon’s rule till 26th July will help you keep a cool mind and get all your work done. Seniors at work will praise your work. You will be able to keep family members very happy. You will be able to carry out your financial transactions smoothly. Completing an important project will boost your confidence. This is the perfect time to restart any stalled government-related work. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 6, 7, 8, 10
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આજથી તમને શાંત ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. આવતા 50 દિવસમાં મુસાફરીનો ચાન્સ મળશે. સરકારી કામમાં ફસાયેલા હશો તો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે. પૈસા માટે કોઈ કામ અટકેલું હશે તો તે પુરૂં કરી શકશો. ચંદ્રની કૃપાથી વડીલ વર્ગની ચિંતા ઓછી થતી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જાય તે માટે દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 8, 9, 13 છે.
The onset of the Moon’s rule starting today, for the next 50 days, will offer you lots of travel opportunities. You will find a way out of any government-related entanglements. Any projects stalled due to financial issue, will get resolved. Worries for the elderly will reduce. For continued financial prosperity, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 5, 8, 9, 13
CANCER | કર્ક: ડ.હ.
16મી જુલાઈ સુધી ઓપોઝિટ સેક્સની સાથે ખૂબ જ સારા સારી રાખી શકશો. તેમની મદદ લઈ તમારા કામો પૂરા કરવામાં સફળ થશો. થોડી ઘણી મહેનત કરશો તો બચત કરવામાં સફળ થશો. જુના રોકાયેલા નાણા પાછા મેળવવા માટે ભાગ દોડ કરી લેજો. જે જોઈએ તે હાસલ કરી શકશો. બીજાના કામમાં દખલ કર્યા વગર પોતાના કામથી કામ રાખજો. મનથી આનંદીત રહેતા તબિયતમાં પણ સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.
You will be able to maintain cordial relations with members of the opposite gender till 16th July. Their support will prove beneficial in helping you complete your tasks. With a little effort you will be able to save money. You are advised to put in effort to release your old funds which are stuck. You will be able to fulfil all your desires. Try not to interfere in other peoples’ business and focus on your own. A happy mind will ensure a healthy body. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 7, 10, 11
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્ર તમને ચારે બાજુથી સુખ આપશે. તમારા મોજ શોખ ઓછા કરવામાં સફળ નહીં થાઓ. શુક્રની કૃપાથી કામકાજમાં સારા સારી થતી જશે. અટકેલા કામો ફરી ચાલુ કરવામાં સફળ થશો. નવા કામ મળવાના ચાન્સ ખૂબ સારા છે. કામકાજમાં અચાનક ધનલાભ મળશે. તમારા બાળકોની પ્રગતિ જોઈ તમે ખુશ થશો. ફેમીલીમાં ગેટ ટુ ગેધર જેવા કાર્યક્રમો કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 8, 9 છે.
Venus’ rule, till 16th August, surrounds you with joy and success. You will not be able to control your inclinations towards and fun and entertainment. With Venus’ grace, work will blossom. You will be able to restart stalled projects. You could get new work as well. You could get unexpected gains professionally. The progress of your children will bring you happiness. You will be able to hold family get-togethers. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 6, 8, 9
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજથી તમારી રાશિના માલિક બુધના પરમ મિત્ર શુક્રની દિનદશા શરૂ થયેલી છે. આવતા 70 દિવસમાં તમને દરેક બાબતમાં ભરપૂર સુખ મળશે. અટકાયેલા નાણા પાછા મળવાના ચાન્સ ખુબ સારા છે. બીજાના મદદગાર બની શકશો. ઓપોઝિટ સેક્સ સાથે સારા સારી થતી જશે. જીવનમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે જે તમને આગળ જતા તમારા કામમાં મદદ કરી શકશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
The onset of Jupiter’s rule from today, and lasting for the next 70 days, will bring you immense joy in all areas of life. There are good chances of your retrieving your stuck funds. You will be able to help others. Relations with members of the opposite gender will blossom. A new person will enter your life who will prove helpful professionally in the future. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 6, 7, 8
LIBRA | તુલા: ર.ત.
છઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુ તમને નાની બાબતમાં ખૂબ જ ચિંતા અપાવશે. અચાનક તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. રાહુ ફેમિલી મેમ્બરમાં મતભેદ પાડી દે તો નવાઈમાં પડી જતા નહીં. સમજદારી વાપરી પરિસ્થિતિ સંભાળી લેજો ઘરમાં ઓછું બોલવાનું રાખજો. પૈસાની અગવડ આવશે પરંતુ પહેલા કરેલી બચતથી કોઈ પાસે ઉધાર લેવાનો સમય નહીં આવે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
Rahu’s rule till 6th August will end up causing you a lot of harassment even over petty issues. Sudden fall in health is on the cards. There could be squabbles amongst family members. Try to be intelligent, gauge the situation at home and try to talk minimal. Financial issues may arise but your savings will come to the rescue and avoid the need to borrow from others. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 8
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુરૂ જેવા શુભગ્રહની દિનદશા ચાલુ હોવાથી અચાનક ધનલાભ મળવાના ચાન્સ ખુબ સારા છે. કોઈની ભલાઈ નું કામ કરવાથી મનને ખૂબ જ આનંદ થશે. માથા ઉપરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. ફેમીલીમાં ચાલતા વિવાદનો અંત કરી ફેમિલી મેમ્બરના દિલ જીતી લેશો. નવા કામ કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. કોઈ સુખદ સમાચાર મળવાથી તમારા વિચારો પોઝીટીવ થઈ જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 9, 10, 11 છે.
The onset of Jupiter’s rule brings on the good possibility of unexpected gains. Helping others will bring you much mental joy. You will feel lighter mentally. You will be able to resolve some ongoing family feud and win over your family members. You will be able to undertake new projects. There will be no financial challenges. Good news will make your thoughts positive. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 9, 10, 11
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમીલીનું પ્રેશર ઓછું થવાથી બીજા કામો ઉપર વધુ ધ્યાન આપી શકશો. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. પાક પરવરદેગારની મહેરબાનીથી તમે બીજાની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. ટીમ વર્ક કરવાથી તમે ફાયદામાં રહેશો. જૂના પ્રોજેકટના પોઝીટીવ રીઝલ્ટ મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
The onset of Jupiter’s rule alleviates family pressures, allowing you to focus on other matters. Financial prosperity is predicted. With God’s grace, you will be able to help others. Teamwork will keep you on the winning side. Old projects will yield positive results. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 8, 9, 10
CAPRICORN | મકર: ખ.જ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામો પણ પૂરા કરવામાં સફળ નહીં થાઓ. જ્યાં થોડો સમય શાંતિથી પસાર કરવાનું મન થશે ત્યાં ખોટા વિચારોથી ઘેરાઈ જશો. ખોટી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટમેન્ટ થાય નહીં તેની ખાસ દરકાર લેજો. 26મી સુધી કોઈ પણ જાતની લેતી દેતી કરતા નહીં. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્ર્વાસ રાખતા નહીં. તમારા કામથી કામ રાખજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 8, 10 છે.
The onset of Saturn’s rule makes it difficult for you to complete even small tasks. Even spending some peaceful time alone will get hijacked by negative thoughts. Ensure you don’t invest money in the wrong place. Do not make any financial transactions till 26th June. Avoid trusting strangers. Try to stick with the straight and narrow. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 5, 6, 8, 10
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા અંગત કામો પોતાની બુદ્ધિ વાપરીને પૂરા કરવામાં સફળ થશો. બને તો થોડી ઘણી રકમ બચત કરવાની કોશિશ જરૂર કરજો. સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરતા આગળ જતા ફાયદામાં રહેશો. બાળકો તરફથી કોઈ શુભ સમાચાર મળતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ સારા પ્રસંગો આવશે. તમારા મનની વાત મિત્રોને કરવામાં કોઈપણ જાતનો સંકોચ રાખતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
The onset of Mercury’s rule helps you to employ your intelligence in your important tasks. Try to save some money. Investing the same in a good place will prove beneficial in the future. Children will give you good news, bringing much happiness at home. Good news is expected. Do note hesitate to share your thoughts with your friends. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 7, 8, 9, 10
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી થોડી ઘણી કરકસર કરવામાં સફળ થશો. કોઈ જરૂરત મંદ વ્યક્તિને મદદ કરવાથી તેની ભલી દુઆ મેળવી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. વધુ નાણાં મેળવવા માટે વધુ કામ કરવું પડશે. મિત્રોની મદદથી મુશ્કેલી ભર્યા કામ સહેલાઈથી પૂરા કરી શકશો. કોઈપણ જાતનું ઈનવેસ્ટમેન્ટ કે પૈસાની લેતી દેતી હાલમાં કરતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.
The onset of Mercury’s rule helps you save money. Helping out someone in need will earn you their blessings. Financial prosperity is indicated. To earn more, you will have to put in more effort. You will be able to complete challenging tasks with the help of friends. You are advised against making any investments or financial transactions in this phase. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 6, 9, 10