મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

મંગળની દિનદશાને લીધે તમારી કેપેસીટી મુજબ કામ કરજો નહીં તો માથા ઉપરનો બોજો વધતો જશે. તમારી વાત કોઈપણ વ્યક્તિ સાચી નહીં માને. તમારા મનની વાત કોઈને કહેતા પહેલા દસ વાર વિચાર કરજો. પ્રેશર તથા માથાના દુખાવાથી પરેશાન થશો. ગાડી સંભાળીને ચલાવજો. ઘરનું વાતાવરણ નાની બાબતમાં ખરાબ થઈ જશે. બધાને ખુશ રાખવાના પ્રયત્નમાં તમે પોતે નુકસાની ભોગવશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 17, 18 છે.
Under Mars’s current influence, take on only as much work as you can handle comfortably, overextending yourself may lead to unnecessary mental strain. People might tend to not believe you. Think things through ten times before sharing your thoughts with others. You could suffer from Blood Pressure or headaches. Drive/ride your vehicles with caution. Household tensions may rise. Trying to please everyone could leave you feeling drained. Pray the Tir Yasht daily.
Lucky Dates: 12, 13, 17, 18
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

26 જુલાઈ સુધી શીતળ ચંદ્રની દિનદશામાં દિવસો પસાર કરવાના બાકી છે. પહેલા રિસાયેલ વ્યક્તિને મનાવી લેજો. અગત્યના ડિસિઝન લેવામાં જરા પણ વાર લગાડતા નહીં. તમને જે બરાબર લાગે તે કામ પહેલા પુરૂં કરી લેજો. કામમાં કોન્સન્ટ્રેટ કરવાથી સફળતા અવશ્ય મળશે. ફેમિલી મેમ્બરને ખુશ રાખવામાં સફળ થશો. કેટલા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મેળવી લેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
The Moon’s rule till 16th July suggests that you try to win over anyone who is upset with you. Do not take long to make important decisions. Go first with what feels right to you. Focusing on your work at hand will ensure your success. You will be able to keep your family members happy. You will be able to resolve a long-standing issue. Pray the 34th Name, ‘Ya Beshtarna’ 101 times, daily.
Lucky Dates: 13, 14, 15, 16
GEMINI | મિથુન: ક.છ.ઘ.

તમે શાંત શીતળ ચંદ્રની દિનદશામાં આવી ગયા છો. તમારા પ્લાન મુજબ કામ કરવાનો હાલનો સમય ખુબ સારો છે પરંતુ કોઈપણ જાતના મોટા પગલાં હાલમાં નહીં ભરતા. નાણાકીય બાબતની અંદર ધીરે ધીરે સારા સારી થતી જશે. અચાનક વિચારશો તેના કરતા વધુ ધનલાભ મેળવશો. ઘરમાં કામ કરનારના દિલને જીતી લેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
The onset of the Moon’s rule ensures that you will be able to execute all your plans very effectively. But avoid doing anything on a large scale. Your finances will steadily improve, and you can look forward to an unexpected boost in income. You will win over working family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 12, 13, 14, 15
CANCER | કર્ક: ડ.હ.

છેલ્લા ચાર દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ચાર દિવસમાં અપોઝિટ સેક્સની સાથે સારા સારી રાખજો. ઓછું બોલવાનું રાખજો. અધુરા કામ પુરા કરજો. 16મીથી 20 દિવસ સૂર્યની દિનદશા તમારા મગજના પારાને ઉપર ચડાવી દેશે. નહીં કરવાના કામો કરી સમય ખરાબ કરશો. વધુ મહેનત કર્યા પછી પણ જોઈએ તેટલો ફાયદો નહીં મળે. નેગેટીવ વિચાર કરતા તબિયતમાં પણ બગાડો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
You have 4 days remaining under Venus’ rule. Keep cordial relations with members of the opposite gender during this time. Speak less and ensure to complete any unfinished works. The Sun’s rule, starting 16th July, lasting for 20 days, could provoke periods of mental unrest. You will end up doing things you’re not supposed to. You will not get the expected returns despite putting in added hard work. Negative thoughts could take a toll on your health. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 14, 15
LEO | સિંહ: મ.ટ.

16 મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારી આજુબાજુનું વાતાવરણ ખૂબ સારું રહેશે. નાણાકીય મુશ્કેલી દૂર કરવાનો સીધો રસ્તો મળી જશે. બનાવેલા પ્લાનથી કામ કરતા આગળ જતા ફાયદો મેળવશો. જો તમે કોઈના પ્રેમમાં હશો તો સામેવાળી વ્યક્તિ તમારી વાત ઈશારાથી સમજી જશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ઘરનું વાતાવરણ આનંદિત રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.
Venus’ rule, till 16th August, has you surrounded by positivity. You will find an easy path out of financial challenges. Sticking with your plans will ensure gains in the future. Your sweetheart will be able to understand your thoughts without the need for any words. You will be able to install new home equipment. The home atmosphere will be joyful. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 15, 17, 18
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

તમને પણ મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મુશ્કેલીભર્યા કામો ખૂબ જ સહેલાઈથી પુરા કરી શકશો. કામકાજની અંદર ફેમિલી તથા મિત્રોનો સાથ સહકાર મેળવી લેશો. નાણાકીય બાબતમાં એડજસ્ટમેન્ટ કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. ખર્ચ કરવામાં કોઈ પણ જાતની કસર નહીં કરો. જમીનમાં ઈનવેસ્ટમેન્ટ કરવાથી આગળ જતા ફાયદામાં રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 18 છે.
The onset of Venus’ role helps you to execute even the most difficult tasks with much ease. You will be able to garner support from family and friends for your work. You will not face any challenge in making financial adjustments. Do not scringe on your expenses. Investing in property will prove beneficial in the future. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 14, 15, 18
LIBRA | તુલા: ર.ત.

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં અટવાયેલા રહેશો. ફેમિલી મેમ્બરની વાત ને સમજી નહીં શકો. કોઈ જગ્યાએ પૈસા ફસાઈ જાય તેવા હાલના ગ્રહો છે. સાથે કામ કરનાર પર થોડો ઓછો વિશ્વાસ રાખજો. તમારા કામના પ્લાન કોઈ સાથે શેર કરશો નહીં, નહીં તો નુકસાન થવાના ચાન્સ છે. માથા ઉપરની જવાબદારીમાં વધારો થશે. જોઈન્ટ પેઈન તથા રાતની ઊંઘ ઓછી થઈ જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
The onset of Rahu’s rule keeps you entangled. You will not be able to comprehend what your family members talk. You could end up losing your money in a wrong place. Avoid trusting your colleagues at the workplace. Sharing your work plans with anyone will result in loss. You will become increasingly accountable. You could suffer from joint pains as well as sleepless nights. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 14, 15, 16, 17
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

23મી સુધી ફેમિલી, સોશિયલ અને ધર્મના કામો કરવામાં ખૂબ જ આનંદ આવશે. અધુરા રહેલા કામને સાથે કામ કરનારના સાથથી પુરા કરી શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. ગુરૂની કૃપાથી કોઈને મદદ કરતા તેમની ભલી દુઆ મેળવવામાં સફળ થશો. ગામ પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. વડીલોની સલાહ માની આગળ વધતા ફાયદામાં રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Under Jupiter’s rule, you will find great joy indulging in social, religious and familial duties. You will be able to complete your unfinished works with a little help from your colleagues. Financial prosperity is indicated. Helping out others will earn you their blessings. You will receive good news from overseas. Heeding to the advice of the elderly will benefit you. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 14, 15, 16, 17
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામમાં ધનલાભ સાથે પ્રમોશન મળવાના ચાન્સ છે. નવું કામ મેળવવા માટે થોડી ઘણી મહેનત કરવી પડશે. ધર્મના કામો કરીને વધુ આનંદમાં આવી જશો. પોઝીટીવ વિચારો કરતા તબિયતની અંદર ખૂબ જ સારા સારી થતી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 16, 17, 18 છે.
Jupiter’s rule till 24th August ensures you receive profits as well as promotion at the workplace. You will need to put in some extra effort in a new venture. Doing religious works will bring you immense joy. Positive thoughts will make a big difference in improving your health. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 13, 16, 17, 18
CAPRICORN | મકર: ખ.જ.

26 જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે. રોજના કામ પૂરા કરવામાં સફળ નહીં થાઓ. મિત્રો તમને તમારા કામથી ભટકાવી શકે છે, તેથી મનને કાબુમાં રાખજો. તમારી નાની ભૂલને લીધે તમારી તબિયત ખરાબ થતા વાર નહીં લાગે. ખોટા ખર્ચાઓ થવાથી વધુ પરેશાન થશો. શનિ તમને આળસુ બનાવી દેશે. ફેમિલી મેમ્બર નાની બાબતમાં તમારાથી નારાજ થઈ જશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.
Saturn’s rule till 24th July does not allow you to complete even your daily chores. Friends could lead you astray, so be focused on what matters. A small mistake could lead to deterioration in your health. Unnecessary expense will further add to your worries. You will feel lethargic. Family members could get upset with you over petty matters. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 14, 15, 16
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે. તમારા હિસાબી કામો પહેલા પૂરા કરજો. તમારા પૈસા પાછા મેળવવા માટે થોડી ઘણી ભાગદોડ કરવી પડશે. અગત્યના કામો પુરા કરવા માટે ફેમીલીનો સાથ મળી જશે. મિત્રની સલાહથી સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો, આગળ જતા ફાયદામાં રહેશો. તમે માનસિક અને શારિરીક બન્ને રીતે ફીટ રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.
Mercury’s rule, till 20th July, suggests that you first complete any pending monetary transactions. You will need to put in some effort to retrieve your funds. Your family will help you in your important tasks. Ensure to make investments based on a friend’s advice as this will prove profitable in the future. You will be mentally and physically fit. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 13, 14, 17, 18
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજ વધારવા માટે ગામપરગામ જઈ શકશો અને ફાયદો મેળવી શકશો. જ્યાં ફાયદો થશે ત્યાં તમારૂં ધ્યાન પહેલા જશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. હાલમાં પ્લાન કરેલી બાબતમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા આગળ જતા ફાયદો મેળવશો. અપોઝીટ સેકસ સાથેના સંબંધોમાં સુધારો થશે. ઉપરી વર્ગ તમારાથી ખુશ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.
The onset of Mercury’s rule could have you going overseas and making profits. You will automatically gravitate towards profits. You could make new friends. Investing as per your current plans will yield profits in the future. Your connection with the opposite sex will deepen with greater understanding. Seniors at work will be pleased with you. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 15, 16
- ઝોરાસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરત અને પારસી પ્રગતિ મંડળ દ્વારા સુરતમાં 3 દિવસીય કાર્યક્રમનું આયોજન - 5 September2026
- વીએનએસજીયુના પદવીદાન સમારોહમાં મહાફ્રીન દેસાઈએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા - 5 September2026
- પિરોજશા ગોદરેજે ગોદરેજની વિરાસતને આગળ ધપાવી - 5 September2026
