મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

20મી સપ્ટેમ્બર સુધી બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખીને સારી જગ્યાએ ધન ઇન્વેસ્ટ કરવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેમાં સફળતાથી આગળ વધી શકશો.કામકાજને વધારવા માટે થોડી ભાગદોડ કરવાથી જરૂર સફળ થશો. ધનની કમી નહીં આવે. શારિરીક બાબતમાં સારા સારી રહેતા તમારા વિચારોપણ પોઝીટીવ થતા જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 28, 31, 1 છે.
Mercury’s rule till 20th September helps you control unnecessary expenses and invest in profitable ventures. You will zoom ahead with success in all your endeavours. A little added effort to further your business will ensure your success. There will be no financial shortage. Progress in your physical health fosters positivity in your thoughts. Pray the Meher Nyiash daily.
Lucky Dates: 27, 28, 31, 1
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

મંગળ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 25મી ઓગસ્ટ સુધી તમે શાંતિથી નહીં બેસી શકો. તમે સ્વભાવથી ચીડીયા થઈ જશો. હાલમાં તમારા દોસ્ત કરતા દુશ્મન વધી જશે. તમે બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ નહીં થાય તેનું ધ્યાન રાખજો. ખોટા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી દૂર રહેજો. ફેમિલી મેમ્બર નાની બાબતમાં નારાજ થઈ જશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.
The onset of Mars’ rule, till 25th August, does not allow you to be in peace. You will get irritable. The number of enemies will overtake your number of friends. Ensure that you don’t end up in trouble while trying to help others. Avoid making wrong investments. Family members could get upset over petty matters. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 26, 27, 29, 30
GEMINI | મિથુન: ક.છ.ઘ.

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે હાલમાં બીજાના મદદગાર બનીને રહેશો. આજુબાજુવાળાની સાથે સંબંધ ખૂબ જ સારા થઈ જશે. ગેટ ટુ ગેધર જેવા કાર્યક્રમો કરી શકશો. હાલમાં નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ફેમિલી મેમ્બર પાછળ ખર્ચ કરતા વધુ આનંદમાં આવી જશો. શારીરિક બાબતમાં સારા સારી રહેવાથી પોઝિટિવ વિચારો આવતા રહેશે.દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 31, 1 છે.
The onset of the Moon’s rule has you helping others. Neighbourhood relations will blossom. You will organize many get togethers. You will not face any financial issues. Spending over family members will bring you much joy. Progress in your physical health fosters positivity in your thoughts. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 27, 28, 31, 1
CANCER | કર્ક: ડ.હ.

સુર્યની દિનદશા ચાલુ હોવાથી મગજનો પારો ઊંચો રહેશે. ખાવા પીવાની બાબતમાં જરા પણ બેદરકાર રહેતા નહીં તબિયત બગડી જવાના ચાન્સ છે. એસીડીટી તથા માથાના દુખાવાથી પરેશાન રહેશો. અગત્યની વસ્તુને સંભાળીને રાખજો ખોવાઈ જવાના ચાન્સ છે. વડીલ વર્ગનો સાથ તમને નહીં મલે તેથી બને તો તેમની સલાહ માનવાની કોશિશ કરજો. તમારી અંગત વ્યક્તિ તમારાથી નારાજ થઈ જશે તેથી બને તો ઓછું બોલવાનું રાખજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.
The onset of the Sun’s rule makes you hot tempered. Do not be careless when it comes to diet as it could affect your health. You could suffer from acidity or headaches. Secure all your important documents as you could misplace or lose them. You could end up quarreling with the elderly – you are advised to take their advice. Someone close to you could get upset with you, so speak minimal. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 26, 27, 29, 30
LEO | સિંહ: મ.ટ.

શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોઝિટ સેક્સના મોજશોખ પુરા કરવામાં કોઈ કસર નહીં મૂકો. બીજાના મદદગાર બની તેની ભલી દુવાઓ મેળવી શકશો. નવા મિત્રોથી ફાયદાની વાત જાણવા મળશે. તમારા કામમાં કોઈ તમારી ભૂલ નહીં શોધી શકે. નાણાનો ઉપયોગ સારી રીતે કરી શકશો. અટકેલા નાણા થોડી મહેનત પછી મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 27, 30, 31, 1 છે.
The onset of Venus’ rule makes you go all out to cater to the wants of members of the opposite gender. You will help others and gain their blessings. New friends will share beneficial advice. Your work will be faultless. You will use your money effectively. A little bit of effort will help you retrieve your stuck funds. Pray to Behram Yazad daily.
Lucky Dates: 27, 30, 31, 1
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

તમને 16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ખૂબ જ મોજશોખ અપાવીને રહેશે. તમારા કામકાજની અંદર તમને જશની સાથે ધનલાભ મળતા રહેશે. બને તો ખર્ચ કરવા ઉપર થોડો કાબુ રાખીને ધનને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓપોઝિટ સેક્સની સાથે ખૂબ જ સારા સારી રહેશે. તમારા ખરાબ થયેલા સંબંધને સુધારી શકશો. શુક્રને વધુ મજબૂત બનાવવા દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Venus’ rule, till 16th September, fills your life with fun and merriment. You will receive much fame and fortune in your professional endeavours. Try to control your expenses and invest your income profitably. Relations with members of the opposite gender will blossom – you will be able to resolve any issues with them. To fortify Venus, pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 27, 28, 29
LIBRA | તુલા: ર.ત.

6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા માથાનો ઉપરનો બોજો વધતો જશે. બીજાનું ભલું કરવામાં તમારા કામને બગાડી દેશો. સમજ્યા વગર કોઈને પણ મદદ કરતા નહીં. ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ થયા કરશે. તમારા દુશ્મનો તમને સાચા હોવા છતાં ખોટા પાડી દેશે. દુશ્મનોનો વધારો થશે. તમારા નેગેટીવ વિચાર તમારા માટે નુકસાનકાર સાબિત થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.
Rahu’s rule till 6th August increases your mental tensions. Trying to help others will cost you. Do not help anyone without thoroughly verifying the issue. Frequent squabbles between couples is indicated. Your enemies will prove your wrongfulness despite being innocent. Enemies will increase. Your negative thoughts could impact you. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 28, 29, 30, 1
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

હાલમાં 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા મોઢા સુધી આવેલા કામ પુરા નહીં કરી શકો. તમને નાની બાબતમાં ભરપૂર ગુસ્સો આવશે. નાણા ગુમાવી દો તેવો હાલનો સમય છે. ખુબ જ સમજી વિચારીને ખર્ચ કરજો કોઈને ઉધાર નાણા હાલમાં આપતા નહીં, નહીં તો તે નાણા તમે પાછા નહીં મેળવી શકો. ઓછું બોલવાનુ રાખજો. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.
Rahu’s rule till 6th September breaks down even your nearly-completed tasks. You will get immensely angry over petty issues. You could end up losing money. Spend your money very thoughtfully and do not lend any money as you will not be able to retrieve it. Speak as less as possible. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 27, 30, 31
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી ભલાઈના કામો થઈ જશે. બીજાના મદદગાર બની શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. બીજાના સલાહકાર બની શકશો. તબિયતમાં સારો સુધારો જોવા મળશે ગુરૂની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.
Jupiter’s rule till 24th August has you doing good deeds for others. You will help others. You will find a way out of financial difficulties. Health will improve well. To continue getting the blessings of Jupiter, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 29, 30, 31, 1
CAPRICORN | મકર: ખ.જ.

આજથી તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. 24મી સપ્ટેમ્બર સુધીમાં નાના-મોટા ધનલાભ મળતા રહેશે. દરેક બાબતમાં ઇનવિઝિબલ હેલ્પ મળી જશે. સોશિયલ કામો કરવાથી વધુ આનંદમાં આવશો. તમારી સાથે કામ કરનારની તમારા કામમાં મદદ મળશે. આવતા 58 દિવસમાં રોકાયેલા નાણા પાછા મેળવવાનો ચાન્સ છે. આજથી તમે ‘સરોશ યશ્ત ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 1 છે.
The onset of Jupiter’s rule from today, upto 24th September, grants you gains and profits all through. You will receive anonymous help in all areas of life. Social service brings you peace of mind. Your colleagues will be helpful. The chances of retrieving your lost funds are high, over the next 58 days. Starting today, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 27, 28, 1
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

શનિની દિનદશા ચાલુ હોવાથી શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. રોજબરોજના કામો સમય ઉપર પૂરા નહીં કરી શકો. નાણાકીય બાબતમાં જ્યાં ખર્ચ નહીં કરવાનો હોય ત્યાં ડબલ ખર્ચ કરી નાખશો. ધ્યાન નહીં આપો તો ઉધાર નાણાં લેવાનું સમય આવી જશે. લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. શનિના દુ:ખને ઓછુ ંકરવા માટે દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 28, 1, 2 છે.
The onset of Saturn’s rule makes you lethargic. You will not be able to complete your daily chores on time. You will end up spending twice as much money in areas where you shouldn’t be spending any. If you don’t focus on finances, you could end up having to borrow money. Try to speak minimal with others. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 27, 28, 1, 2
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

બુધ જેવા બુદ્ધિના દાતાની દિનદશા ચાલુ હોવાથી થોડી ઘણી કરકસર કરવામાં સફળ થશો. ધનને સારી જગ્યાએ વાપરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. કામકાજની અંદર નાનું પ્રમોશન અથવા એક્સ્ટ્રા ઇન્કમ થવાના ચાન્સ ખૂબ સારા છે. મિત્રોથી સારો એવો ફાયદો મેળવી શકશો. તમારી ફેમીલીની જે મુશ્કેલીઓ હશે તેને દૂર કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.
The onset of Mercury’s rule helps you save some money. You will be able to employ your funds in the right places, effectively. Earning extra income or a promotion is definitely on the cards for you. Friends will prove profitable. You will be able to resolve all family problems. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 27, 30, 31
- બાયો-ક્લોક - 4 April2026
- વરિષ્ઠ સોલિસિટર બરજીસ દેસાઈ એનસીએમના સભ્ય તરીકે નિયુક્ત - 4 April2026
- ડબલ્યુઝેડસીસી અને જીના લોજીસ્ટીકસ વચ્ચે સમુદાય વિકાસ માટે સહયોગ - 4 April2026
