તરોનિશ ફરૂઘને રાષ્ટ્રપતિ ગાઈડ એવોર્ડથી સન્માન

22 જુલાઈ, 2025ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારંભમાં તરોનિશ ફરૂઘને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ ગાઈડ એવોર્ડ – જે ગાઈડ માટેનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે – એનાયત કરવામાં આવ્યો. મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા અને રાજ્યમાં ટોપર તરીકે ઉભરતા, તે સમગ્ર ભારતમાંથી પસંદ થયેલ ફક્ત 38 ગાઈડમાંની એક રહી, જેઓને આ એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મળ્યો.
71મી ઈસ્ટ બોમ્બે ભારતી સ્કાઉટસ એન્ડ ગાઈડસની સભ્ય તરીકે, માર્ગદર્શિકા બીનાઈફર કાંદાવાલાની આગેવાની હેઠળ, તરોનિશની સિદ્ધિ તેના આઠ વર્ષના માર્ગદર્શન, સમુદાય સેવા અને નેતૃત્વ પ્રત્યેની નિષ્ઠાનો પરિચય આપે છે. તેની સફરમાં અનેક કેમ્પો, સેવા પ્રોજેકટસ અને સામાજિક પ્રવૃત્તિઓ સામેલ છે, જેમણે તેની અંદર શિસ્ત, સહાનુભૂતિ અને ટીમવર્ક જેવા મૂલ્યો પ્રબળ બનાવ્યા.
મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી તરોનિશે આઈટી એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી છે અને હાલમાં કેપજેમિનીમાં કાર્યરત છે. ફોટોગ્રાફી, કલા અને હસ્તકલા તેના શોખ છે. તેણે ટ્રિનિટી કોલેજ લંડનમાંથી સ્પીચ એન્ડ ડ્રામાના પાંચ લેવલ પૂર્ણ કર્યા છે. ખાસ વાત એ છે કે તેના પિતા અને નાની બહેન પણ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે અને પરિવાર સાથે મળી ‘અ થ્રેડેડ જંકશન’ નામની ક્રોશેની વ્યવસાયિક પ્રવૃત્તિ ચલાવે છે.

Leave a Reply

*