8 ઓગસ્ટ, 2025ના રોજ, પ્રસિદ્ધ મોનાજાત ગાયિકા નૈનાઝ મુન્સાફે એક અત્યંત સ્પર્શક મુકતાદ શ્રદ્ધાંજલિ ગીત આપ પધારો વ્હાલાઓ રજૂ કર્યું. પોતાના પિતા, મરહુમ વિસ્પી જમાદારના અવસાન બાદનો પહેલો મુકતાદ હોવા પરથી જન્મેલું આ ગીત, તેમના તેમજ દરેક સ્વજનોને સમર્પિત છે, જેમને પારસી સમાજ આ પવિત્ર દિવસોમાં પોતાના ઘેર પધારવા આમંત્રણ આપે છે.
આ હૃદયસ્પર્શી રચનાએ તુરંત જ સમાજના દરેક ખૂણામાં તેમજ દેશવિદેશમાં સંવેદનાઓ જગાવી દીધી. પ્રકાશનના 24 કલાકમાં જ આ ગીતે યુટ્યુબ પર 10,000 થી વધુ વ્યૂઝ હાંસલ કર્યા, વોટસઅપ પર વાયરલ થયું અને ખંડો ખંડો સુધી લાગણી જગાવી. હું મારા પિતાનું પહેલું મુકતાદ એવી રીતે ઉજવવા માંગતી હતી કે જે માત્ર મારા ઘરની બહાર નહિ પરંતુ દરેક એ વ્યક્તિ સુધી પહોંચે જેને પોતાના પ્રિયજનની ખોટ અનુભવાતી હોય, એમ નૈનાઝે પારસી ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું.
આ ગીતની સફર જ ઝઝૂમીને ઉભી થઈ. એક વર્ષ અગાઉ વિચારાયું હોવા છતાં, પિતાના અવસાન પછી તેને તાત્કાલિકતા મળી. કવિ-લેખક પરસી રૂસ્તમજીએ તેને કાવ્ય સ્વરૂપ આપ્યું, જ્યારે દીર્ઘકાળના સાથી કૈઝાદ પટેલે સંગીત રચના કરી. પોતાના વતન નવસારીમાં રૂમી બારિયાના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવાનું નૈનાઝનું સપનું સાકાર થયું – તૂટેલા હાથ પણ તેને અટકાવી શક્યા નહોતા. સર્જરી પછીના થોડા જ દિવસોમાં, તેણીએ પટેલ સાથે પાંચ કલાકની ઝુમ બેઠકમાં કામ પૂરું કર્યું, જ્યાં નૈનાઝના શબ્દોમાં, આપ પધારો વ્હાલાઓનું આત્મ પ્રકાશિત થયું. અંતિમ રચના માત્ર વ્યક્તિગત શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ એક સામૂહિક સ્મરણ અને શ્રદ્ધાનો આલિંગન બની રહી છે.
- ગણપતી બાપ્પાની આધ્યાત્મિક ચેતના - 12 September2026
- આપણે તો સ્વર્ગમાંજ રહીએ છીએ! - 12 September2026
- સુવર્ણ વર્ષોની પ્રાર્થનાઓ આત્માને મજબૂત બનાવતી સાધના - 12 September2026