પેશાવરનું ઐતિહાસિક પારસી કબ્રસ્તાન પાર્કિંગ લોટમાં ફેરવાયું

પેશાવરના સૌથી જૂના (સો વર્ષથી વધુ જૂના) પારસી કબ્રસ્તાનોમાંથી એકનું અપમાન કરી તેને પાર્કિંગ લોટમાં ફેરવવામાં આવ્યું છે, જેના કારણે વિશ્વભરના જરથોસ્તી સમાજ અને વારસાની સુરક્ષા માટે કાર્યરત સંસ્થાઓમાં ભારે રોષ ફેલાયો છે. બ્રિટિશ ભારત દરમિયાન પેશાવરની ફૂલતી-ફાલતી પારસી વસ્તીના સભ્યોની અંતિમ વિશ્રાંતિસ્થળ તરીકે ઉભેલું આ કબ્રસ્તાન, શહેરના વ્યાપારી અને નાગરિક જીવનમાં પારસી સમાજના મહત્વના યોગદાનનું સાક્ષી રહ્યું છે. પરંતુ વિસ્તારમાં પારસીઓની લગભગ ગાયબ થતી વસ્તીને કારણે આ સ્થળ બિનસુરક્ષિત રહી ગયું.
પાકિસ્તાનના કેપિટલ ટીવી પર પ્રસારિત થયેલા એક વિડિયોમાં બુલડોઝરથી તોડવામાં આવેલી કબરો, તૂટેલા શિલાલેખો અને કબ્રસ્તાનની જમીનને સ્થાનિક બજાર માટેના વ્યાપારી પાર્કિંગમાં બદલાતી બતાવવામાં આવી છે. આ જમીન ખૈબર પખ્તુનખ્વા પ્રાંત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
વિશ્વભરના જરથોસ્તી જૂથોએ આ ઘટનાની કડક નિંદા કરી છે અને સ્થળના તાત્કાલિક પુન:સ્થાપન અને સુરક્ષા માટે માંગણી કરી છે. સમાજના સભ્યો તેને પોતાના ધર્મ પર તથા પેશાવરની બહુસાંસ્કૃતિક વારસાની અવમાનના ગણાવી રહ્યા છે, જ્યારે વારસાની સુરક્ષા માટે કામ કરતા કાર્યકરો યુનેસ્કો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને હસ્તક્ષેપ કરવા અપીલ કરી રહ્યા છે.

Leave a Reply

*