સુરતના ખ્યાતનામ ચિકિત્સક દંપતી ડો. ધનજીશા ડી. દુમસિયા અને તેમની પત્ની ડો. ફ્રેની ડી. દુમસિયાને, 2 ઓગસ્ટ, 2025ના રોજ, તબીબી ક્ષેત્રમાં તેમના અવિરત સમર્પણ અને અનોખી સેવાઓ બદલ પ્રતિષ્ઠિત ધન્વંતરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત આ પુરસ્કાર, જેને માનવતાસના પુજારી તરીકે પણ ઓળખવામાં આવે છે, દક્ષિણ ગુજરાતના શ્રેષ્ઠ તબીબી નિષ્ણાતોને આપવામાં આવે છે.
આ દંપતી છેલ્લા 55 વર્ષથી સમાજની સેવા કરી રહ્યું છે. ડો. ધનજીશાના પિતા પોતે પણ એક પ્રતિષ્ઠિત ડોક્ટર હતાં અને પરિવારનું ક્લિનિક, જે સુરતના રૂસ્તમપુરામાં આવેલું છે, 1930થી સતત તબીબી સેવા પૂરી પાડી રહ્યું છે.
Latest posts by PT Reporter (see all)
- ઝોરાસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરત અને પારસી પ્રગતિ મંડળ દ્વારા સુરતમાં 3 દિવસીય કાર્યક્રમનું આયોજન - 5 September2026
- વીએનએસજીયુના પદવીદાન સમારોહમાં મહાફ્રીન દેસાઈએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા - 5 September2026
- પિરોજશા ગોદરેજે ગોદરેજની વિરાસતને આગળ ધપાવી - 5 September2026