Your Moonsign Janam Rashi This Week –
23 August 2025 -29 August 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી હિસાબી કામો તથા સહી સિક્કાના કામો કરવામાં સફળ થશો. અટકેલા કામો ફરી ચાલુ કરવા માટે મીઠી જબાન વાપરશો તો તમારા કામ ફરી ચાલુ કરી શકશો. ધન બચત કરવામાં સફળ થશો. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ચાન્સ મળી જશે બને તો જમીન કે પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરવાનું રાખજો. કંઈક નવું શીખી શકશો. નોકરી કરતા હશો ત્યાં નાણાંકીય ફાયદો થવાના ચાન્સ છે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.

Mercury’s ongoing influence brings you success in financial and accounting matters as also in any work related to official documentation. Your sweet words will help you restart stalled work projects. You will be able to save money. Ensure to optimise your investment opportunity especially for land or property. You could learn something new. Financial gains predicted for the employed. You will be able to make purchases for the home. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 23, 27, 28, 29


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજ અને કાલનો દિવસ તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખશો તો આખો અઠવાડિયું સારી રીતે પસાર કરી શકશો. 25મી મેથી તમારા સ્વભાવમાં ચેન્જ આવશે. બુધની કૃપાથી બગડેલા સંબંધને સુધારવામાં સફળ થશો. 21મી ઓક્ટોબર સુધીમાં ધનનો બચાવ કરવામાં સફળ થશો સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પર કરી શકશો. શારિરીક બાબતમાં સારા સારી રહેતા તમારા વિચારોપણ પોઝીટીવ થતા જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

Keeping your temper in check will help your week go smoothly. From 25th onwards you will notice a change in your nature. With Mercury’s grace, you will be able to mend strained relationships. You will succeed in saving money and can make sound investments. Physical well-being will improve, bringing positivity to your thoughts. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 26, 27, 28, 29


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

પહેલા ત્રણ દિવસ જ શાંતિમાં પસાર કરી શકશો. ફેમિલી મેમ્બરને નારાજ કરતાં નહીં. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. 26મી ઓગસ્ટથી મંગળની દિનદશા આવતા 28 દિવસમાં તમારા મગજને પરેશાન કરી નાખશે. તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. તેથી ખાવા પીવા ઉપર કંટ્રોલ રાખજો. પોતાના પર ભરોસો રાખજો કોઈની ખોટી સલાહ તમને નુકસાની આપી શકે છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.

These three days will pass peacefully. Avoid upsetting family members. Buy necessary items for your home. From 26th August, Mars’ influence for the next 28 days, will pose much mental stress. Sudden health issues could crop up, so be more conscientious of your diet. Do not rely on wrong advice. Pray the Tir Yasht daily.

Auspicious Dates: 23, 24, 26, 27


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાના ધનલાભ મળતા રહેશે. ચંદ્ર તમારા મનને સ્થિર અને શાંત બનાવી તમારા કામમાં સફળતા આપશે. બીજાઓ તમારા વખાણ કરતા થાકશે નહીં. ઘરમાં કોઈપણ જાતના ચેન્જીસ કરવાના હોય તો કરી લેજો હાલનો સમય ખુબ સારો છે. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. ઓછી મહેનત કરી વધુ કમાઈ શકશો. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.

The Moon’s rule ensures a steady stream of small financial gains. The Moon will keep your mind calm and stable, ensuring success in your work. You will receive constant praise from others. This is a good time to make changes at home. You will achieve success in business and earn more with less effort. Starting today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 24, 25, 27, 28


LEO | સિંહ: મ.ટ.

05Leo

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમારૂં મન કામકાજમાં નહિ લાગે. માથાના દુખાવાથી પરેશાન થશો. સરકારી કામ કે બેંકમાં કામ કરતા લોકો માટે સમય સારો નથી. સહી સિક્કાના કામો હાલમાં કરતા નહીં. વડીલ વર્ગની સેવા કરવાથી મનને થોડી શાંતિ મળશે. બાળકો સાથે મતભેદ પડી જાય તેવા હાલના ગ્રહો છે તેથી તેમની સાથે ઓછું બોલવાનું રાખજા. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

The Sun’s rule till 6th September makes it difficult to focus on work. You could suffer from headaches. This is not a good period for government / bank employees. Avoid legal or documentation work. Serving elders will bring peace of mind. Differences with children could arise, so minimize speaking with them. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Auspicious Dates: 25, 26, 27, 28


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા તમારા અગત્યના કામ પૂરા કરવામાં પૂરેપૂરી મદદ કરશે. નવા પ્રોજેકટમાં ઈનવેસ્ટમેન્ટ આગળ જતાં ફાયદો અપાવશે. નવા કોન્ટેકો બનશે અને તેનાથી તમને સારો એવો લાભ મળશે. અપોજીટ સેક્સને નારાજ નહીં કરો તો તમારા કામમાં તેમની ખૂબ જ મદદ મળશે. નાણાકીય ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી હાલમાં નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 29 છે.

Venus’ rule till 16th September helps you complete all your important tasks. Investments in new projects will bring future profits. New contacts will form, leading to good gains. Avoid upsetting the opposite sex as they will be helpful on a professional level. Despite expenses, you will not face financial troubles. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 23, 24, 26, 29


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે દરેક બાબતમાં સાવધાની રાખીને તમારા કામને પૂરા કરવામાં સફળ થશો. તમારા કરેલા કામોની અંદર કોઈપણ ખામી નહીં કાઢી શકે. ઓછી મહેનત કરી વધુ કમાઈ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી તમારા વિચારો પણ પોઝિટિવ બનશે અને શારીરિક બાબતમાં પણ સારા સારી રહેશે. બની શકે તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Under Venus’ ongoing rule, you will complete your work successfully with care and caution. No one will find fault in your efforts. You will earn more with less effort. Financial stability will bring positive thinking and good health. Investment is advised. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 25, 26, 27, 28


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા તમને ચારેય બાજુથી પરેશાન કરશે. કોઈપણ કામ કરતા પહેલા નેગેટિવ વિચારો તમને પરેશાન કરી મુકશે. ખર્ચ ઉપર ધ્યાન નહીં આપો તો કોઈની પાસે નાણા ઉધાર લેવાનો સમય આવી શકે છે. ફેમીલી મેમ્બરની તબિયત ખરાબ થવાના ચાન્સ છે જેની જિમ્મેદારી પણ તમારે માથે આવશે. તમે પણ તબિયતમાં પ્રેશરથી સંભાળજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 29 છે.

Rahu’s rule till 6th September drowns you in problems across all areas. Negative thoughts will disturb you, especially before starting any task. Control your spending so you don’t have to borrow money. A family member’s health may deteriorate, adding responsibility on you. Guard your own health against pressure-related issues. Pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 23, 24, 26, 29


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બને તો આજનો દિવસ ફેમિલી મેમ્બર સાથે પસાર કરી લેજો. બાકી કાલથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ તમને નાની બાબતમાં પરેશાન કરશે. તમારા પોતાના લોકો તમને દગો આપે તેવા હાલના ગ્રહો છે. ખાવા-પીવા ઉપર ધ્યાન આપજો પેટની ગડબડ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 26, 28 છે.

Spend today with your family if possible. Rahu’s rule starting tomorrow, lasting for the next 42 days, will rob you of your appetite and your sleep. At work, superiors may trouble you over small issues. You could get deceived even by those close to you. Pay attention to your diet to avoid stomach problems. Pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 24, 25, 26, 28


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. ધનની માટે ચિંતાઓ ઓછી થતી જશે. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. કામમાં થોડો બ્રેક લઈ શરીરને થોડો આરામ આપજો જેનાથી આવતી બીમારીઓથી બચી જશો. ફેમીલી મેમ્બરનો સાથ મળવાથી અધૂરા કામ પુરા કરી શકશો. સાથે સાથે ધર્મનું કામ પણ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 29 છે.

Jupiter’s rule till 24th September helps you succeed in doing good for others. Financial worries will ease. Positive changes will come in all areas. Take short breaks to rest and avoid illnesses. With family support, you will be able to complete your unfinished tasks. Religious duties will also be fulfilled. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 23, 24, 25, 29


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા ત્રણ દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમિલી મેમ્બર સાથે ઓછું બોલવાનું રાખજો અને સમય પસાર કરજો. બાકી 26મીથી ગુરૂની દિનદશા તમારા બધા જ કામોને પૂરા કરવામાં મદદગાર થશે. નાણાકીય ફાયદો મેળવી શકશો. નવા કામ કરવામાં સફળ થશો. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે તેનાથી તબિયતમાં પણ સારા સારી થતી જશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

Saturn’s rule ending after 3 days suggests that you limit interactions with family to a minimum. Jupiter’s rule, staring 26th August, helps you complete your tasks successfully. Financial gains are likely. New project will be successful. Good news brings joy and improves health. Pray the Moti Haptan Yasht along with Sarosh Yasht daily.

Auspicious Dates: 26, 27, 28, 29


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમે થોડા ઘણા આળસુ બની જશો. નાના કામો પણ સમય ઉપર પૂરા નહીં કરી શકો. સાથે કામ કરનારનો સાથ નહીં મળે. નાણાકીય બાબતમાં ખૂબ જ પરેશાન થશો. તબિયત બગડી જવાના પૂરેપૂરા ચાન્સ છે. હાલમાં 26મી સપ્ટેમ્બર સુધીમાં કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખતા નહીં. લેતીદેતીના કામ હાલમાં કરતા નહીં નુકસાની થવાના ચાન્સ છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.

Saturn’s influence could make you feel lazy. Even small tasks may not be completed on time. Colleagues will not be supportive. Financial difficulties will trouble you. Health issues are highly likely. Till 26th September, avoid trusting others or getting involved in lending/borrowing, as losses are possible. Recite the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 23, 24, 25, 28

Leave a Reply

*