મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

મેષ રાશિવાળાઓ માટે આ વર્ષ મહેનત માંગી લે તેવું છે. મહેનત કર્યા વગર કોઈપણ વસ્તુ સહેલાઈથી નહીં મળે. સ્વભાવમાં ઉતાવળ ખૂબ જ આવી જશે જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે પણ ડિસિઝન લો તે સમજી વિચારી અને શાંતિથી લેજો. ધનની ચિંતા ઓક્ટોબર બાદ ઓછી થતી જશે ત્યાં સુધી નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. જે લોકો લગ્ન કરવા માંગતા હોય તે લોકો માટે આ વર્ષ ખૂબ જ સારું છે. આ વર્ષમાં બને તો લોકો ઉપર વિશ્વાસ કરવાનું થોડું ઓછું રાખજો. વરસ મધ્યમ હોવાથી કોઈપણ જાતના નવા સાહસ આ વરસમાં કરવાનું ટાળજો. શેર માર્કેટમાં લાંબા સમયનું રોકાણ કરવાથી ફાયદામાં રહેશો. નોકરી કરતા હો તો આ વર્ષમાં નોકરી ચેન્જ કરવાની ભૂલ કરતા નહીં. સ્ત્રીઓ ઓછી મહેનત કરી વધુ વળતર મેળવી શકશે. કોમર્સ અને મેનેજમેન્ટ કરતા સ્ટુડન્સોને સારી સફલતા મળશે. આ વર્ષ શનિની સાડાસાતી ચાલુ હોવાથી મોટી ‘હપ્તન યશ્ત’ તથા શાંતિ માટે ‘તીર યશ્ત’ ભણજો.
લકી નંબર : 1, 5, 7, 17, 28
This year calls for hard work from you as you will not achieve much without putting in effort. Changes in your behaviour could bear negative results. Ensure making any decisions with lots of thought and patience. Financial strain will start reducing after October, but till then you may have to deal with some monetary issues. This is an auspicious year for those looking to get married. You are advised to avoid trusting people much. An average year, you are advised against starting any new ventures. Long term investments in the share market will prove profitable. The employed are advised against changing jobs. Women will be able to gain a lot with a little effort. Students in commerce and management fields will do well. In keeping with Saturn’s presence this year, pray the Moti Haptan Yasht and the Tir Yasht for mental peace.
Lucky Numbers : 1, 5, 7, 17, 28
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

વૃષભ રાશિવાળા લોકોનું આ વર્ષ ખૂબ સારું જશે. તમારા ધારેલા કામો કોઈની મદદ વગર પુરા કરી શકશો. આ વર્ષ નાણાકીય બાબત માટે ખૂબ જ સારું રહેશે પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે થોડી કરકસર અવશ્ય કરવી પડશે. જો તમે પ્રેમમાં હો તો ઓપોઝિટ સેક્સ સાથે મતભેદ ઓછા રાખજો. લગ્ન કરવા માટે માર્ચ પછી ખૂબ સારા ચાન્સ છે. નોકરી કરતા હો તો પ્રમોશન મેળવશો. આ વર્ષમાં શારીરિક મુશ્કેલીઓ ખૂબ ઓછી આવશે. ફેમિલીની જરૂરત પૂરી કરી શકશો. બને તો શેર સટ્ટાથી આ વર્ષમાં દૂર જ રહેજો. ધંધાકીય મુસાફરીઓ કરી શકશો અને સાથે સાથે ફાયદામાં પણ રહેશો. ફેમિલી મેમ્બરની સલાહ આ વર્ષમાંં માનશો તો ફાયદામાં રહેશો. સ્ત્રીઓને આ વરસમાં શારિરીક મુશ્કેલીઓ આવશે તેનાથી સંભાળજો બાકી વરસ સારૂં જશે. સ્ટુડન્ટસોનું વરસ ખુબ સારૂં જશે. સારા માર્કસ સ્કોર કરી શકશો. આ વર્ષમાં ‘બહેરામ યઝદ’ ભણવાથી ફાયદામાં રહેશો.
લકી નંબર : 3, 4, 8, 17, 28
This will be a very good year for you. You will be able to complete all your work without any external help. An excellent year financially, but you will have to save money to make investments. Those in romantic relationships are advised to avoid squabbling with their partners. Marriage is on the cards post March. A promotion is on the cards for the employed. This year will see very few physical ailments. You will be able to cater to the needs of your family. Try to stay away from the share market. You will be able to travel for work and will benefit from it. Heeding to the advice of family members this year will hold you in good stead. Women could endure physical ailments. Students will do well academically. Pray to Behram Yazad.
Lucky Numbers : 3, 4, 8, 17, 28
GEMINI | મિથુન: ક.છ.ઘ.

મિથુન રાશિવાળાઓનું આ વર્ષ ધન માટે ખૂબ સારું છે. પરંતુ શારીરિક બાબતમાં વધુ પડતો ખર્ચ કરવો પડશે. હાઈ પ્રેશર તથા આંખની બીમારીથી પરેશાન થશો. પ્રેમી પ્રેમિકાઓ માટે આ વર્ષ ખૂબ સારું છે લગ્નના ઘણા સારા ચાન્સ છે. નોકરી કરનારને ઓક્ટોબર બાદ પ્રમોશન મળવાના ચાન્સ છે તથા બીજા બધા કામોમાં પણ ઘણી જ સફળતા મળશે. જમીન – જાયદાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વડીલોની સલાહ અવશ્ય લેજો. આ વરસમાં ભાગીદારીમાં કામ કરતા નહીં નુકસાનીમાં આવી શકો છો. મોજશોખ પાછળ ખર્ચ ઓછો કરી બચત અવશ્ય કરજો. સ્ત્રીઓ માટે આ વર્ષ ખૂબ સારું છે. સ્ટુડન્ટ્સ લોકોને મહેનત પ્રમાણે રીઝલ્ટ મળશે. જેઓ મેનેજમેન્ટ કરતા હોય તેઓને વિદેશ જવાના ચાન્સ ખુબ સારા છે. આ વરસમાં ‘આવાં યશ્ત’ ભણવાથી અટકેલા કામો સરળ રીતે પુરા કરી શકશો.
લકી નંબર : 3, 12, 16, 21, 27
This is an excellent year for finances, but you could end up spending a lot of money in treating physical ailments. You could suffer from high BP and eye ailments. An excellent year for those in romantic relationships – this is a great year to tie the knot. Post October, the employed can expect a promotion as well as other benefits. Before investing in property, ensure to take the advice of your elders. Avoid getting into professional partnerships as these could result in loss. Reduce your spending over fun and entertainment and try saving money. A great year for women. Students will reap the benefits of their labour. Those in the management field will get good opportunities to travel abroad. To smoothly complete your stalled works, pray to Ava Yazad.
Lucky Numbers : 3, 12, 16, 21, 27
CANCER | કર્ક: ડ.હ.

કર્ક રાશિવાળાઓ માટે આ વર્ષમાં ગુસ્સા ઉપર કંટ્રોલ રાખશે તો બગડતા કામ પણ સુધરી જવા પામશે. આ વર્ષમાં કામકાજ માટે બહારગામ જવું પડશે પરંતુ તેમાં ખર્ચ વધુ કરવો પડશે. ભાઈ બહેન સાથેના સંબંધો મધ્યમ રહેશે. કામકાજમાં જેટલી મહેનત કરશો તેટલું જ કમાઈ શકશો. આ વર્ષમાં તમે બીજો જોબ મેળવી શકો છો પરંતુ તે માટે તમને ખૂબ જ મહેનત કરવી પડશે. પરંતુ ઈન્કમમાં સારો એવો વધારો મેળવશો. આ વર્ષમાં ગરમીની બીમારીથી સંભાળજો. ઓક્ટોબર બાદ લગ્ન કરવાના ચાન્સ ખૂબ સારા છે. બને તો આ વર્ષમાં સરકારી કામો ઓછા કરજો. આ વર્ષના નાણાકીય મુશ્કેલી થોડી ઓછી આવશે. ધર્મના કામો કરી શકશો. બીજાને મદદ કરશો એટલા ફાયદામાં રહેશો. સ્ત્રીઓ પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખે, બિમારીઓ આવવાના ચાન્સ છે. મેનેજમેન્ટમાં જનારા સ્ટુડન્ટો માટે વર્ષ ખૂબ સારું રહેશે. મનને શાંતિ મેળવવા ‘મહેર નીઆએશ’ ભણજો.
લકી નંબર : 8, 9, 18, 26, 28
This year, you need to control your temper. In doing so, you will be able to resolve any issues. You may need to travel abroad for work and that could prove expensive. Relations between siblings will be alright. You will reap as much as you sow, in your work area. You could get another job with a good jump in your income if you put in a lot of hard work. Be cautious about heat-related ailments this year. Marriage post October is on the cards. Try to reduce doing any government-related tasks this year. Financial burdens will begin to lighten. You will be able to do works related to religion. Helping others will benefit you. Women are advised to prioritise their health, as they may be more susceptible to illness. An excellent year for students pursuing management. For mental peace, pray the Meher Nyaish.
Lucky Numbers : 8, 9, 18, 26, 28
LEO | સિંહ: મ.ટ.

સિંહ રાશિવાળાઓ માટે આ વર્ષની શરૂઆત ઘણી મુશ્કેલી ભરી રહેશે પરંતુ થોડા સમય બાદ વરસ ઘણું જ સારું રહેશે. તમારી કરેલી મહેનતનું ફળ તમને નહીં મળે. ગામ પરગામ તથા શારીરિક બાબતમાં વધુ ખર્ચ કરવો પડશે. નાણાકીય બાબતની અંદર ખૂબ મુશ્કેલીઓ આવશે. માથા ઉપરનો બોજો વધતો જશે. ફેમિલી મેમ્બર સાથેના સંબંધો આ વર્ષમાં એટલા સારા નહીં હોય. જાન્યુઆરી પછી નાણાકીય બાબતમાં થોડી સારા સારી થતી જશે. શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા આગળ જતાં ઘણો સારો ફાયદો મેળવી શકશો પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા દસ વાર વિચાર કરજો તથા મિત્રોની સલાહ અવશ્ય લેજો. ઉતાવળમાં કોઈપણ સાહસ કરતા નહીં. સ્ત્રીઓને લગ્ન કરવા મનગમતો સાથી મળશે. સ્ટુડન્ટો માટે વરસ ખૂબ સારું જશે. મનને શાંત રાખવા આ વર્ષમાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
લકી નંબર : 5, 8, 9, 18, 27
The year may begin on a challenging note, but this is only a passing phase as brighter and more rewarding times lie ahead. Your efforts may not yield immediate results. You may have to endure health expenses abroad. Financial challenges are on the cards. Mental pressures will increase. Relations with family members could come into question. Things will get better financially, post January. Investing in the share market will benefit you greatly but ensure to do your homework thoroughly and take advice from your friends. Do not do anything in a haste. Women will find their ideal partners for marriage. This is a good year for students. To sustain mental peace, pray the Mah Bokhtar Nyaish.
Lucky Numbers : 5, 8, 9, 18, 27
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

ક્ધયા રાશિવાળાઓ આ વર્ષની શરૂઆતના 49 દિવસ સંભાળીને પસાર કરશો તો આખું વરસ મુસીબતમાં નહીં આવો. તમારી રાશિવાળાના હાલમાં એક્સિડન્ટ, માંદગી, સર્જરી જેવા યોગ છે. 49 દિવસ બાદ તમારા ભાગ્યનો સાથ તમને ખૂબ સારો મળશે. જીવનસાથી મળવાના ચાન્સ આ વરસમાં ખૂબ સારા છે. આ વર્ષમાં તમારા શત્રુઓનો નાશ થશે. કામકાજમાં સફળતા મળશે. કેતુ ગ્રહની સ્થિતિ સારી હોવાથી આખા વર્ષમાં ધર્મનું કામ ખૂબ સારી રીતે કરી શકશો. સરકારી કામ કે પોતાના ધંધાવાળાઓને નાણાકીય બાબતમાં ખૂબ સારું વળતર મળશે. સ્ત્રીઓએ સમયસર પોતાનું ચેકઅપ કરાવવું જરૂરી બનશે. સ્ટુડન્ટ્સો માટે આ વરસ મધ્યમ રહેશે તેમ છતાં તમે કરેલી મહેનતનું ફળ અવશ્ય મળશે. તમારા નવા કામ શરૂ કરતા પહેલા આ વર્ષમાં ‘તીર યશ્ત’ ભણજો.
લકી નંબર : 3, 6, 12, 15, 21
If you are able to get through the first 49 days of this new year with caution and thoughtfulness, the rest of the year will prove to be smooth-sailing. Your luck will blossom after this period. You could have an accident or fall ill in this year. You could meet your life-partner this year. Your enemies will get vanquished. You will be successful at work. You will find opportunities to engage in spiritual and religious activities throughout the year. Those in government jobs or entrepreneurs will do well financially. Women are advised to get their medical check-up done. A moderately paced year for students, but your efforts will bear fruit. Before starting any new ventures, pray the Tir Yasht.
Lucky Numbers : 3, 6, 12, 15, 21
LIBRA | તુલા: ર.ત.

તુલા રાશિવાળાઓને આ વરસની અંદર દરેક બાબતમાં ઇનવિઝિબલ હેલ્પ મળી જશે. દેશ-વિદેશમાં જવાના ચાન્સ ખૂબ સારા છે. શેર માર્કેટમાં રોકાણ કરતા હો તો લાંબા સમય માટે કરજો ફાયદામાં રહેશો. નોકરી કરનારને આ વરસમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. નવા કામ શરૂ કરવા માટે વરસ ખૂબ લાભ આપનાર છે. લગ્ન કરવા માંગતા હશો તો ગ્રહો સારા હશે તો કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે મનગમતો જીવનસાથી મળશે. તબિયતમાં રાતની ઊંઘ ઓછી થશે બને તો નેગેટિવ વિચાર કરવાનું ટાળજો. 5મી ઓગસ્ટ સુધી ખર્ચ પર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. સ્ત્રીઓ માટે આ વરસ ખુબ સારૂં જશે. સ્ટુડન્ટ્સો માટે આ વર્ષ ખૂબ સારું નહીં રહે તેથી સારો સ્કોર કરવા ખુબ મહેનત કરવી પડશે. આ વરસમાં વધુ ધનલાભ મેળવવા માટે ‘બહેરામ યઝદ’ ભણજો.
લકી નંબર : 5, 7, 14, 18, 26
Anonymous or divine assistance will uplift you in multiple spheres of life this year. Travel abroad is high on the cards. Long term investments in the share market will prove profitable. The employed could be in for a promotion this year. This is an auspicious year to start new projects. Those looking to get married will be able to find the partner of their choice. Sleep patterns might be affected; strive to keep negativity at bay. Managing expenses may prove difficult until 5th August. An excellent year for women. Students will need to work very hard to score well academically. For added prosperity, pray to Behram Yazad.
Lucky Numbers : 5, 7, 14, 18, 26
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

વૃશ્ર્ચિક રાશિવાળાઓને આ વરસની અંદર ધનલાભ સારા મળશે તેમ છતાં ધન માટે થોડી ભાગદોડ તો કરવી પડશે. જમીન જાયદાદના કામથી તમે સારો ફાયદો મેળવી શકશો. આ વર્ષમાં ઘર બદલી કરી નવું ઘર લેવાના યોગ ખૂબ સારા છે. ધર્મના કામો કરવા માટે વરસ ખૂબ સારું છે. આ વર્ષમાં વડીલ વર્ગની તબિયતનું ખાસ ધ્યાન રાખજો. ઓક્ટોબર મહિના બાદ દેશ-વિદેશ જવાના યોગો ખૂબ સારા છે. વધુ પડતી ભાગદોડ કરવાથી તબિયત ખરાબ થઈ શકે છે તે બાબતનું ધ્યાન આપજો. આ વર્ષમાં નોકરી કરનાર સ્ત્રીઓને પ્રમોશન મળવાના ખુબ સારા ચાન્સ છે. સ્ટુડન્ટસો માટે આ વરસ ખુબ મહેનત માંગી લેશે. જેટલી મહેનત વધારે તેટલું સારૂં ફળ મેળવશો. આ વરસમાં સફળતા મેળવવા ‘સરોશ યશ્ત’ ભણજો.
લકી નંબર : 4, 8, 14, 23, 28
This year will bless you with prosperity but you will need to put in effort. Property and jewelry related work will prove profitable. You could move into a new home this year. An excellent year to do your religious duties. Take special care of the elderly. Post October there are good chances to travel abroad. A hectic schedule of travel and work could strain your health, so tread carefully. Employed women have good chances to get promotions. Students will need to put in sincere effort, and their results will reflect their hard work. For success in this year, pray the Sarosh Yasht.
Lucky Numbers : 4, 8, 14, 23, 28
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

ધન રાશિવાળાઓને આ વર્ષમાં ઉતાવળ કર્યા વગર કોઈપણ કામ કરશો તો સફળ થવામાં કોઈ તમને રોકી નહીં શકે. જમીન જાયદાદની બાબતમાં ફાયદો મેળવશો. જૂના રોકાણમાંથી ફાયદો મેળવી શકશો તથા તમારા લેણાના પૈસા પાછા મેળવવા માટે વર્ષ ખૂબ સારું છે. તબિયતમાં થોડી ઘણી કાળજી લેવી પડશે. આ વરસમાં ધંધાકીય માટે દેશ વિદેશની મુસાફરી કરી ફાયદો મેળવી શકશો. ભાઈ બહેનો સાથેના સંબંધો મધ્યમ રહેશે. સરકારી કામ આ વર્ષમાં ઓછું કરવાનું રાખજો. મનની શાંતિ માટે ધર્મ કે ચેરીટીના કામ કરજો. સ્ત્રીઓે આ વર્ષમાં જેટલું કામ કરશે તેટલું જ મેળવશે. સ્ટુડન્ટ્સો માટે આ વર્ષ ખૂબ સારું છે મનગમતી લાઈન મેળવી શકશો. નવા કામથી ફાયદો મેળવી શકો તે માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
લકી નંબર : 3, 9, 14, 18, 23
This year, avoid doing anything without haste and you will taste success. Property related work will prove beneficial. You will be able to take the interest of your investments. This year brings opportunities to successfully retrieve outstanding dues. A little attention is needed for your health. Professional trips abroad are likely to prove profitable this year. Relations between siblings will be average. Try to do less government-related work in this year. Doing religious or charitable works will give you mental peace. Women will receive fair rewards for their efforts and hard work. A great year for students – you will be able to pursue your preferred vocation. To benefit from new ventures, pray to Sarosh Yasht.
Lucky Numbers : 3, 9, 14, 18, 23
CAPRICORN | મકર: ખ.જ.

મકર રાશિવાળાઓને આ વર્ષમાં ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. પણ રાહુની સ્થિતિ ખરાબ હોવાથી મનની શાંતિ નહીં મળે. ફેમિલી મેમ્બરનો સાથ મળે તેવી આશા આ વર્ષમાં રાખતા નહીં. ઓપોઝિટ સેક્સની તબિયત પાછળ ખર્ચમાં વધારો થઈ જશે. મુસાફરી કરવાથી ધનલાભ મેળવશો. નોકરી કરનાર વ્યક્તિને આ વર્ષમાં નવી નોકરી મળવાના ચાન્સ ખૂબ સારા છે. આ વર્ષમાં માથાના દુખાવાથી તથા રાતની ઊંઘ ઓછી થવાથી વધારે પરેશાન થશો. બીજાને મદદ કરી તેમની ભલી દુઆઓ તમે મેળવી લેશો. ઓક્ટોબર પછીનો સમય તમારા માટે ખૂબ સારો રહેશે. આ વર્ષમાં સ્ત્રીઓનો સેલ્ફકોન્ફિડન્સ ખૂબ સારો રહેશે, જે જોઈતી તે મેળવી શકશો. સ્ટુડન્ટ્સ માટે વર્ષ સારું છે. વધુ ભણતર માટે વિદેશ જવાના ચાન્સ ખુબ સારા છે. વધુ ધનલાભ મેળવવા માટે મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
લકી નંબર : 4, 8, 13, 17, 23
Making money this year will not be difficult. However, Rahu’s rule does not allow you mental peace. Do not expect support from family members. You many end up having to incur health expenses over members of the opposite gender. Travel will yield profits. This is a great year for the employed looking to get a new job. You could suffer from headaches or sleeplessness this year. Helping others will earn you their blessings. The post-October phase will benefit you greatly. This year, women’s self-confidence will soar – they will be unstoppable. A good year for students, they could travel abroad for studies. For greater prosperity, pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht.
Lucky Numbers : 4, 8, 13, 17, 23
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

કુંભ રાશિવાળાઓને આ વર્ષમાં રાહુ તમારી રાશિમાં રહેશે તેમ જ શનિની પનોતીના છેલ્લા બે વર્ષ બાકી છે તેથી આ વર્ષને સુધારવું કે બગાડવું તે તમારા હાથમાં રહેશે. તમે જેટલા પોઝિટિવ રહેશો એટલા તમે ફાયદામાં રહેશો. નેગેટિવ વિચારો કરવાથી તમે તમારી પોતાની તબિયત બગાડશો. ગુરુનું બળ ખૂબ સારું હોવાથી દરેક બાબતમાં ઇનવિઝિબલ હેલ્પ મળી રહેશે. નાણાકીય બાબતમાં કોઈપણ જાતની તકલીફ નહીં આવે. ફક્ત રાહુને કારણે તમે તમારા સ્વભાવમાં ચીડીયા બની જશો. બીજાની ભૂલ જોવા કરતા પોતાના જાત પર વધારે વિશ્વાસ રાખજો. લગ્ન કરવા માંગતા હશો તો ડિસેમ્બર બાદ લગ્નનો યોગ સારો છે. સ્ત્રીઓએ પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું. સ્ટુડન્ટ માટે વર્ષ મધ્યમ છે મહેનત ખૂબ કરવી પડશે. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખજો. આ વરસમાં મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
લકી નંબર : 2, 5, 6, 22, 28
The presence of Rahu and Saturn suggests a year of karmic testing – how it unfolds depends on your actions and attitude. The more positive you are, the more it will benefit you. Negative thoughts will take down your health. Jupiter blesses you with anonymous help in all areas. Financially there will be no challenges. But Rahu makes you irritable. Focus more on yourself than on others’ faults. The post-December phase is auspicious for those looking to get married. Women need to take special care of their health. It may be a moderate year academically, but with perseverance, faith, and prayer, you’ll find your way forward. Pray the Moti Haptan Yasht.
Lucky Numbers : 2, 5, 6, 22, 28
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

મીન રાશિવાળાઓને આ વર્ષમાં તમારી મહેનત તમને સફળતા અપાવશે. શત્રુઓનો ડર તમને નહીં રહે. તમારા દુશ્મન તમને પરેશાન કરવામાં સફળ નહીં થાય. લગ્ન કરવા માંગતા હશો તો ઓક્ટોબરમાં તમને તમારી પસંદગીનો જીવનસાથી મળી જશે. તબિયતમાં બેદરકારી રાખતા નહીં ખાવા પીવા ઉપર ધ્યાન આપશો તો બીમારી તમને નહીં આવે. નવું ઘર લેવા માટે જાન્યુઆરી બાદનો સમય ખૂબ સારો છે તમે નવું ઘર વસાવી શકશો. શનિની સાડાસાતી હોવાથી ઘણીવાર ખોટી જગ્યાએ ખર્ચ કરવો પડશે તેનું દુ:ખ લાગશે. તમારું ઇન્વેસ્ટમેન્ટને તમે આ વર્ષમાં વધારી શકશો. બીજાના મદદગાર થવાથી મનને ખૂબ આનંદ મળશે. સ્ત્રીઓને આ વર્ષમાં મુશ્કેલીઓ ઓછી આવશે. મેનેજમેન્ટના સ્ટુડન્ટો માટે આ વર્ષ ખૂબ સારું જશે બાકી બીજા લોકો માટે વરસ મધ્યમ છે. આ વર્ષમાં ‘સરોશ યશ્ત’ ભણતા મન આંનદીત રહેશે.
લકી નંબર : 3, 5, 12, 14, 23
Your hard work will lead you to success. Your enemies will not be able to scare or upset you. Those looking to get married will find the partner of their choice in October. Avoid neglecting your health – a balanced diet will protect you from unnecessary health issues. The period post January is a good time to buy a new house, which is on the cards. You may have to incur unnecessary expenses due to Saturn’s presence and this could upset you. Your investments will increase this year. Helping others will bring you happiness. Women can expect fewer challenges this year. Management students will thrive, while others may see average progress. Pray the Sarosh Yasht for mental happiness.
Lucky Numbers : 3, 5, 12, 14, 23
- ગણપતી બાપ્પાની આધ્યાત્મિક ચેતના - 12 September2026
- આપણે તો સ્વર્ગમાંજ રહીએ છીએ! - 12 September2026
- સુવર્ણ વર્ષોની પ્રાર્થનાઓ આત્માને મજબૂત બનાવતી સાધના - 12 September2026
