માત્ર આઠ વર્ષની ઉંમરે, પુણેની બિનાઈશા અદિલ દસ્તૂરે પોતાનું નામ ઈતિહાસમાં અમર કરી દીધું છે, કારણ કે તે ડબલ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની, વૈશ્વિક મંચ પર સૌથી નાની ઉમરના સિદ્ધિકારોમાંની એક બની છે. 30મી જૂન, 2025ના રોજ બિનાઈશા દસ્તુરે સત્તાવાર રીતે બે અદભુત કારનામાંથી વિશ્વ રેકોર્ડ સર્જ્યો – એક મિનિટમાં સૌથી વધુ શબ્દો પાછળથી (બેકવડ) બોલવાની (બિનાઈશાએ 44 શબ્દો ઉચ્ચાર્યા); તથા એક મિનિટમાં વૈજ્ઞાનિક નામ પરથી સૌથી વધુ પ્રાણીઓ ઓળખવાની (બિનાઈશાએ 20 પ્રાણીઓ ઓળખ્યાં), અંડર-16 કેટેગરીમાં. આ સિદ્ધિ તેણે અદભુત આત્મવિશ્વાસ અને સ્પષ્ટતાથી હાંસલ કરી, જેને કારણે તેના પ્રતિભા, દૃઢ નિશ્ચય અને શબ્દો પ્રત્યેના પ્રેમે તેને પહેલેથી જ શૈક્ષણિક તથા સાહિત્યિક ક્ષેત્રે અગ્રણી બાળ પ્રતિભા તરીકે સ્થિર કરી દીધી છે.
બિનાઈશા પહેલેથી જ એક પ્રતિષ્ઠિત બાળલેખિકા છે. તેણે ત્રણ બાળપુસ્તકો લખ્યાં છે અને માત્ર આઠ વર્ષની ઉંમરે આ પ્રતિષ્ઠિત સિદ્ધિ હાંસલ કરનાર સૌથી નાની ઉમરની લેખિકા તરીકેનો ખિતાબ મેળવ્યો છે. તેનું પ્રથમ પુસ્તક ઓરેલ્યાસ મેજિકલ ડ્રીમ વૈશ્વિક સ્તરે બ્રાયબુકસ દ્વારા પ્રકાશિત થયું હતું અને ભારત તથા વિદેશમાં મળી 2,300થી વધુ નકલો વેચાઈ હતી. આ પુસ્તકને ઇન્ફ્લ્યુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોડર્સની માન્યતા પણ મળી. તેનું બીજું પુસ્તક વ્હેન રૂબી મીટસ હરસેલ્ફ તેના કથનકૌશલ્યને વધુ ઉજાગર કરે છે, જેનાથી નાના વાચકોને નવીનતા અને આકર્ષણથી ભરેલી વાર્તાઓ મળી.
તેના અદ્વિતીય કારનામાં સાહિત્યથી આગળ પણ પહોંચે છે.ઓલ ઇન્ડિયા કિડસ પ્રીમિયર લીગ પોએટ્રી રિસાઇટેશનમાં, જેમાં 10,000થી વધુ બાળકોએ ભાગ લીધા હતા, બિનાઈશા એ દરેક તબક્કે શાનદાર પ્રદર્શન કર્યું – બંને ક્વોલિફાયર રાઉન્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું, ટોપ-10 સેમિફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું અને અંતે રાષ્ટ્રીય સ્તરે 6-8 વર્ષની કેટેગરીમાં 2ક્ષમ રનર-અપ બનવાનો ગૌરવ મેળવ્યો.
જે ઉંમરે મોટા ભાગના બાળકો દુનિયાની શોધખોળની શરૂઆત કરે છે, તે ઉંમરે બિનાઈશાએ પોતાનું નામ સાહિત્ય અને સિદ્ધિઓના ઈતિહાસમાં કોતરી દીધું છે. પારસી સમાજ માટે તેની સિદ્ધિ અપરંપાર ગૌરવનો વિષય છે, જે સમુદાયની પ્રાચીન પરંપરાગત ઉત્તમતા અને સિદ્ધિમાં એક વધુ તેજસ્વી કિરણ ઉમેરે છે. અમે બિનાઈશાને તેની અદભુત સિદ્ધિઓ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આ તેજસ્વી યાત્રાની માત્ર શરૂઆત છે, જે અસંખ્ય નાની ઉમરના મનોમનમાં સપનાઓ જોવાની, દૃઢ રહેવાની અને સર્જન કરવાની પ્રેરણા જગાવતી રહેશે.
- ઝોરાસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરત અને પારસી પ્રગતિ મંડળ દ્વારા સુરતમાં 3 દિવસીય કાર્યક્રમનું આયોજન - 5 September2026
- વીએનએસજીયુના પદવીદાન સમારોહમાં મહાફ્રીન દેસાઈએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા - 5 September2026
- પિરોજશા ગોદરેજે ગોદરેજની વિરાસતને આગળ ધપાવી - 5 September2026
