નવસારીના સિનિયર સેન્ટરે ફ્રેની મિસ્ત્રીનો સદીપૂર્ણ જન્મદિવસ ઉજવ્યો

23મી ઓગસ્ટ, 2025ના રોજ નવસારીમાં આનંદ અને ઉત્સાહનો અદ્દભુત પ્રસંગ સર્જાયો, જ્યારે ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના સિનિયર સિટિઝન્સ સેન્ટરે પોતાની અતિ પ્રિય રહેવાસી – શ્રીમતી ફ્રેની બેહરામ મિસ્ત્રીનો 100મો જન્મદિવસ ઊજવ્યો. આ દિવસ સ્નેહ, સન્માન અને ઉત્સવથી છલકાતો રહ્યો, જે આ વિરાટ મોંકા સાથે સમુદાયભાવના અને સૌહાર્દની અભિવ્યક્તિ બન્યો.
સેન્ટરને તાજા પુષ્પોથી સજાવવામાં આવ્યું હતું. પ્રસંગને નિમિત્તે સહ-રહેવાસીઓ, સ્ટાફ સભ્યો, શ્રીમતી મિસ્ત્રીના પુત્ર તથા તેમના નિકટના મિત્રો સાથે મળીને જન્મદિવસનો કેક કાપવામાં આવ્યો. સૌએ હૃદયપૂર્વક શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા. થોડા જ સમયમાં ગરબા અને સંગીતના રંગીન માહોલથી સમગ્ર સેન્ટર આનંદ અને હાસ્યથી ગુંજી ઉઠ્યું, સદીપૂર્તિ જીવનને લાયક એવા ખુશીના વાતાવરણમાં.
આ પ્રસંગે ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના સિનિયર સિટિઝન્સ સેન્ટર દ્વારા સર્જાયેલી ઉછેરસભર વાતાવરણને પણ ઉજાગર કર્યો. દાયકાઓથી ભારતભરના પારસીઓ માટે આ સંસ્થા કાળજી, સન્માન અને કરૂણાનું આધારસ્તંભ રહી છે. નવસારી સ્થિત સિનિયર સિટિઝન્સ સેન્ટર આ વિચારધારાનું ઉત્તમ પ્રતિબિંબ છે, જ્યાં વડીલોને માત્ર છત જ નહીં પરંતુ સન્માન, સાથ અને આનંદથી ભરેલું જીવન મળે છે.
શ્રીમતી મિસ્ત્રી હવે સેન્ટરના સદીપૂર્ણ રહેવાસીઓની વિશિષ્ટ શ્રેણીમાં સામેલ થઈ ગયા છે. તેમના પહેલાં શ્રીમતી પેરીન ભીવંડીવાલા, જેમની ઉમર 102 વર્ષ છે, સૌ માટે પ્રેરણારૂપ રહી છે. અહીંનાં પ્રેમ, કાળજી અને જીવન્તતાથી ભરેલા વાતાવરણમાં, ભવિષ્યમાં પણ અનેક આવા પ્રસંગો ઊજવાશે એ નિશ્ચિત છે. આ ઉજવણી સમુદાયભાવના અને ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસની પ્રતિબદ્ધતાનો સાક્ષી છે કે અમારા વડીલો તેમના સુવર્ણ વર્ષો સન્માન, ગૌરવ અને સુખ સાથે જીવે.

Leave a Reply

*