નવસારીને ગૌરવભર્યો સાંસ્કૃતિક ક્ષણ અનુભવાયો જ્યારે જે.એન. ટાટા મેમોરિયલ હોલમાં નવસારી હેરિટેજ ટ્રેઇલ મેપ બ્રોશરનું અનાવરણ થયું. આ સોફ્ટ લોન્ચ યુનિયન મિનિસ્ટર શ્રી સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું અને સાથે જ બાળકોની મિની સાયક્લાથોનથી કાર્યક્રમમાં ઉમંગ અને યુવાનોની તાજગી છલકાઈ.
હેરિટેજ પ્રેમી તથા કલાકાર રૂઝબેહ ઉમરીગર દ્વારા તૈયાર કરાયેલું આ ટ્રેઇલ મેપ નવસારીની સમૃદ્ધ પરંપરા અને ઐતિહાસિક વારસાને જીવંત કરે છે. ઉમરીગરે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (આઈએનટીસીએચ) તથા પારઝોર ફાઉન્ડેશન સાથે મળીને આવું મેપ ડિઝાઇન કર્યું છે, જે શહેરના ઐતિહાસિક ખજાના નવી પેઢી સુધી સરળતાથી પહોંચાડે છે.
આ સિદ્ધિ વર્ષો સુધીના અભ્યાસ અને દસ્તાવેજીકરણનું પરિણામ છે. લેખક મરઝબાન ગીયારા, ડબ્લયુઝેડઓના દિનશા તંબોલી, દારા અને કેરસી દેબુ તથા પારઝોર ફાઉન્ડેશનના ડો. શેરનાઝ કામાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના સામૂહિક પ્રયત્નો પર આ પહેલની મજબૂત પાયો બાંધાયો, જે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના કમિશનર આઈએએસ દેવ ચૌધરીના સહયોગથી આખરે સાકાર થયો.
- વડોદરા પારસી પંચાયત દ્વારા શિષ્યવૃત્તિ માટે અરજીઓ આમંત્રિત - 10 October2026
- નવસારી આતશ બહેરામની સાલગે્રહે 2,200થી વધુ લોકોને શ્રદ્ધા અને સ્નેહના બંધનમાં જોડ્યા - 10 October2026
- નવસારીએ ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેનને સન્માન આપ્યું - 10 October2026
