મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

છેલ્લું અઠવાડિયું બુધની દિનદશા ચાલશે. હાલમાં બને તો હિસાબી લેતીદેતીના કામો આ અઠવાડિયામાં પૂરા કરી લેજો નહીં તો 20મીથી 36 દિવસ તમારા માટે અતિશય ભારી જશે. ઉતરતી બુધની દિનદશામાં નાણાંની બચત કરી લેજો. તમારા ખર્ચાઓ ઓછા કરવા હાથ ખોલીને પૈસા ખર્ચવાનું ટાળશો. મિત્રો સાથેના રિલેશનમાં સારા સારી રહેશે. આ અઠવાડિયું આરોગ્ય માટે સારૂં રહેશે શારીરિક રૂપે તમે પહેલા કરતાં સ્વસ્થ રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 15, 18, 19 છે.
The last week of Mercury’s influence brings a reminder to finish financial matters now, as delays may cause stress after the 20th. Save wherever possible and avoid reckless spending. Relationships with friends will remain cordial, and health will improve. Pray the ‘Meher Nyaish’ daily.
Auspicious Dates: 13, 15, 18, 19
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમારા માન-ઇજ્જતમાં વધારો થશે. નાણાકીય બાબતની અંદર તમે બુદ્ધિ વાપરીને થોડી રકમ બચાવી શકશો તથા તમારી જરૂરત પ્રમાણે નાણા મેળવશો. બુધ તમને કરકસર કરવાનું શીખવી દેશે. રોજબરોજના કામોમાં કોઈ પણ જાતની મુશ્કેલીમાં નહીં આવો. તમારી ફેમીલીની જે મુશ્કેલીઓ હશે તેને દૂર કરી શકશો. મિત્રોનો ભરપુર સાથ સહકાર મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 16, 17 છે.
Under Mercury’s favorable rule, you can expect an increase in respect and recognition. Use your intelligence to save money and manage finances wisely. Family issues will ease, and friends will offer strong support. Everyday tasks will flow smoothly. For added balance, pray the ‘Meher Nyaish’ daily.
Auspicious Dates: 13, 14, 16, 17
GEMINI | મિથુન: ક.છ.ઘ.

24મી સુધીમાં તમારા પોતાના અંગત સગા-સંબંધીઓ તમારો સાથ નહીં આપે. હાલમાં તમે જે પણ કામ કરતા હો તે કામ તમારે જ પૂરા કરવા પડશે. કોઈના સાથની આશા રાખતા નહીં. નાણાકીય બાબતની અંદર બીમારી પાછળ ખર્ચ વધી જાય તો નવાઈમાં પડી જતા નહીં. તમારા વિચારો પણ સ્થિર તથા પોઝિટિવ નહીં રહે. કોઈને સલાહ આપવા જતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.
Until the 24th of September, do not expect much support from relatives. Focus on completing tasks yourself. Health expenses may rise, and your thoughts may waver. Avoid offering advice to others for now. Stay grounded by praying the ‘Tir Yasht’ daily.
Auspicious Dates: 14, 15, 18, 19
CANCER | કર્ક: ડ.હ.

26મી પહેલા અગત્યના કામો પૂરા કરી લેજો. ચંદ્રની દિનદશા તમારા મગજને શાંત રાખીને કામ પૂરા કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી આવવા નહીં દે. ઘરના કામો કરીને ફેમિલી મેમ્બરના દિલને જીતી લેશો. હાલમાં સ્ત્રીઓનો સાથ સારો મળી જશે. ધનની મુશ્કેલી હાલમાં નહીં આવે. તબિયતમાં સારા સારી રહેવાથી થાકયા વગર કામ કરી શકશો. મનગમતી વ્યક્તિને મળી તમે આનંદમાં આવી જશો. ઓછી મહેનત કરી વધુ ધન કમાઈ શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 15, 16, 17 છે.
Complete your important tasks before 26th September. The Moon’s rule will keep your mind calm and focused. Domestic harmony will grow, especially with women’s support. Financial stability is assured, and you’ll find joy in meeting a loved one. Efforts will yield good income. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 13, 15, 16, 17
LEO | સિંહ: મ.ટ.

હાલમાં તમને શીતળ શાંત ચંદ્રની દિનદશા ચાલુ થયેલી છે તેથી તમારા કામ ખૂબ જ સારી રીતે પૂરા કરી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. નાણાકીય ફાયદાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં સફળ થશો. દરેક કામ શાંતિથી પૂરા કરી શકશો. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. ઓછી મહેનત કરી વધુ કમાઈ શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ના 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 16, 18, 19 છે.
Under the calm influence of the Moon, your tasks will be completed smoothly. Travel opportunities should be embraced. Investments will prove profitable, and you’ll experience success at work with less effort. Inner peace will translate into prosperity. Recite the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 14, 16, 18, 19
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

તમને આજથી સૂર્યની દિનદશા શરૂ થયેલી છે. આવતા 20 દિવસમાં સરકારી કામમાં સફળતા નહીં મળે. કોર્ટના કામ હાલમાં કરતા નહીં.અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. આંખમાં બળતરા થઈ શકે છે. વડીલ વર્ગની ચિંતામાં વધારો થશે. કોઈની જવાબદારી તમારા માથા ઉપર હાલમાં લેતા નહીં. શેરમાર્કેટથી દૂર રહેજો. સૂર્યના તાપને ઓછો કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
The Sun’s rule, starting today and lasting for the next 20 days, advises you to avoid government or court-related matters. Watch your health, especially related to eye issues. Responsibilities may weigh heavily. Avoid dabbling in the stock market. To placate the Sun’s influence, recite the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Auspicious Dates: 13, 14, 15, 16
LIBRA | તુલા: ર.ત.

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મનની નેક મુરાદ પૂરી કરવામાં સફળ થશો. શુક્રની કૃપાથી હાલમાં ગામ પરગામ જવાના ચાન્સ મળી જશે. બીજાના મદદગાર બની શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. બને તો થોડી ઘણી બચત કરવાની કોશિશ અવશ્ય કરજો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર સારો મળશે. તમારા સેલ્ફકોન્ફીડન્સમાં વધારો થશે. કોઈપણ કામ પાર્ટનરશીપમાં કરતા ફાયદો જોવા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 19 છે.
Venus’ rule blesses you with fulfillment of your heartfelt wishes. Travel opportunities may arise. You will enjoy strong family support. Finances will improve. Saving is strongly advised. Your confidence will rise. Partnerships will prove successful. To enhance positivity, pray to ‘Behram Yazad’ daily.
Auspicious Dates: 15, 16, 18, 19
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

હવે તો તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. હાલમાં 16મી નવેમ્બર સુધીમાં તમારા મિત્રોનો સાથ મળતો રહેશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. તમે જે પણ વિચાર કરશો તો તે પ્રમાણે કામ કરવામાં તમને ફાયદો થશે. નાની મુસાફરીના ચાન્સ મળતા રહેશે. વડીલવર્ગની સલાહથી ઈનવેસ્ટમેન્ટ કરતા આગળ જતા ફાયદો થશે. માનસિક રીતે શાંતિ મળતા તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.
Venus rules you till mid-November, bringing in friends’ support and opportunities for small purchases or home improvements. Travel may prove beneficial, and investments guided by elders will bring gains. Mental peace will improve your health. Pray to ‘Behram Yazad’ daily.
Auspicious Dates: 14, 15, 16, 19
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

6ઠ્ઠી ઓક્ટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. હાલમાં તમારે તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. નાણાકીય બાબતની અંદર ખૂબ જ મુશ્કેલીમાં આવશો. ખર્ચ વધવાથી વધુ ચિંતામાં આવી જશો. કોઈ નવી વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી તમને નુકસાની ભોગવવી પડશે તેથી ધ્યાન આપજો. અગત્યના ડીસીઝનો હાલમાં લેતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 16, 17, 18 છે.
Rahu’s rule, till 6th October, demands that you take extra care of your health. Minor mistakes could land you into major trouble. Expenses could rise, causing you worry. New friendships could prove harmful, so exercise caution. Avoid making big decisions for now. Pray the ‘Mah Bokhtar Nyaish’ daily.
Auspicious Dates: 13, 16, 17, 18
CAPRICORN | મકર: ખ.જ.

24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તેથી ધર્મના કામો કરીને મને શાંતિ આપી શકશો. હાલમાં આ અઠવાડિયામાં ધન કમાઈ લેવામાં મુશ્કેલીમાં નહીં આવો. ફેમિલી મેમ્બરનો સાથ ખૂબ જ સારો મલતો રહેશે. તમારી સાથે કામ કરનારની તમારા કામમાં મદદ મળશે. રોજબરોજના કામ કરવામાં આનંદમાં આવશો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો મળશે. દરરોજ ‘સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.
Jupiter’s rule, till 24th September, brings you peace through religious activities. Finances will remain steady, and family support will be strong. Colleagues will be cooperative. Old investments could yield returns. Daily routines will feel more joyful. Pray the ‘Sarosh Yasht’ daily.
Auspicious Dates: 14, 15, 18, 19
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા કામની અંદર સફળતા મળશે. ધન સંબંધિત બાબતમાં સારા સારી થતી જશે. ધનની કમી નહીં આવે. તમે ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરવામાં સફળ થશો. ફેમિલી મેમ્બરની સાથે મિત્રોના મદદગાર બની શકશો. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. શરીરને થોડો આરામ આપજો જેનાથી આવતી બીમારીઓથી બચી જશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 15, 16, 17 છે.
Under Jupiter’s rule, success is assured in work and finances. Money will flow steadily and be used wisely. Support will come from family and friends. Positive changes will uplift every area of your life. Allow your body some rest to avoid illness. Pray the ‘Sarosh Yasht’ daily.
Auspicious Dates: 13, 15, 16, 17
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

શનિની દિનદશામાં બે અઠવાડિયા બાકી છે. તેથી હાલમાં તમે થોડા ઘણા આળસુ બની જશો. નેગેટિવ વિચારોથી ખૂબ જ પરેશાન થશો. નવા કામ કરવાનું મન નહીં થાય. તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. હાલમાં કોઈને ધનની મદદ કરવાની ભૂલ કરતા નહીં કોઈને ના પાડતા શરમ કરતા નહીં. તમારા કામ-ધંધામાં ઉતાવળ તમને નુકસાની આપી શકે છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 16, 18, 19 છે.
Two weeks of Saturn’s rule remain, bringing laziness and negative thoughts. New ventures may not appeal, and sudden health issues could arise. Avoid lending money to other or making any hasty decisions in business. Learn to say no without guilt, when needed. Pray the ‘Moti Haptan Yasht’ daily.
Auspicious Dates: 14, 16, 18, 19
- આદરબાદ મારેસ્પંદના 22 ઉપદેશ - 11 July2026
- મારી બારી પાસેની સીટ… - 11 July2026
- પારસી પંચાયત બોર્ડ, સુરત - 11 July2026
