મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

આજથી શનિની દિનદશા આવતા 36 દિવસમાં તમારા કામને સમય ઉપર પુરા નહીં થવા દે. હાલમાં નાણાકીય બાબતની અંદર ખેંચતાણ ખૂબ જ રહેશે. ખોટા ખર્ચા ઉપર કાબુ નહીં રાખી શકો. ઘરમાં વડીલ વર્ગની તબિયતની ચિંતા વધી જશે. શનિ તમને તન મન અને ધન ત્રણેય બાબતથી પરેશાન કરશે. તમે જયાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તમને પરેશાન કરશે. તમારા વિચારો પોઝીટીવ રાખી શાંતિથી કામ કરજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
The next 36 days may bring delays in completing your tasks, under the onset of Saturn’s rule. Financial strain and unnecessary expenses may trouble you, while health concerns of elders at home could add stress. Stay positive, work calmly. Recite the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 21, 22, 23, 24
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

21મી ઓક્ટોબર સુધી બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે. તમારી બુદ્ધિ વાપરી ધન કમાઈ શકશો. હિસાબી કામમાં ખૂબ જ સારું કરી શકશો. મિત્રોના દિલ જીતી લેશો. તમારી સલાહથી બીજાને નાણાકીય ફાયદો કરાવી આપશો. નોકરીમાં તમારા કામ પુરા કરજો અને લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. કોઈની ખોટી માથાકૂટમાં પડતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 20, 22, 25, 26 છે.
Mercury’s rule, till 21st October, boosts your intellect and helps you earn through smart decisions. You will excel in accounting tasks and win friends over with your sincere advice. Avoid unnecessary disputes, speak less at work. Try to focus on finishing tasks diligently. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 20, 22, 25, 26
GEMINI | મિથુન: ક.છ.ઘ.

છેલ્લા ચાર દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેમ છતાં આખું અઠવાડિયું સંભાળીને ચાલજો. ઉતરતી મંગળની દિનદશામાં એક્સિડન્ટ થવાના ચાન્સ છે તેથી સંભાળજો. અચાનક ધન નુકસાની પણ થઈ શકે છે. કોઈને પણ પૈસા આપવાનું ટાળજો. 24મીથી શરૂ થતી બુધની દિનદશા મનને શાંતિ આપશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 24, 25, 26 છે.
Though only four days remain under Mars’ rule, you are advised to practice caution all week. Be careful to avoid accidents or sudden financial losses. Do not lend money to anyone. Mercury’s rules, starting from 24th September, brings you peace of mind. Pray the Tir Yasht daily.
Auspicious Dates: 20, 24, 25, 26
CANCER | કર્ક: ડ.હ.

છેલ્લું અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ફેમિલી મેમ્બરની વાત સાંભળી તેમની ડિમાન્ડ પૂરી કરી આપજો. ઉતરતી ચંદ્રની દિનદશાને લીધે મનને શાંત રાખીને ડિસિઝન લેવામાં સફળ થશો. અઠવાડિયાના છેલ્લા દિવસ સુધી તમારા ધારેલા કામ પુરા કરીને રહેશો. તબિયતમાં સારા સારી રહેવાથી કામ કરતા થાક નહીં લાગે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
This is your final week under the Moon’s rule. Listen to family members and try to fulfill their requests. Stay calm while making decisions. By the end of the week, most pending tasks will be completed. Good health keeps your energy high. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 21, 22, 23, 24
LEO | સિંહ: મ.ટ.

તમને ચંદ્રની દિનદશા 26મી ઓક્ટોબર સુધીમાં નાની મુસાફરી કરાવશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવા માટે એક્સ્ટ્રા કામ કરી શકશો. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. જુના રોકાણમાંથી ફાયદો મેળવશો. નવા કામ કરી શકશો. તમારો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ વધી જશે. મનની વાત જેને કહેવી હોય તેને અવશ્ય કહી દેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ના 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 23, 25, 26 છે.
The Moon’s rule till 26th October, brings short trips and extra work so you can fulfil the wishes of family members. A cheerful atmosphere will prevail at home. Gains from old investments are likely, and new ventures will be successful. Your confidence rises, so speak your heart openly. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 21, 23, 25, 26
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

6ઠ્ઠી ઓક્ટોબર સુધી સૂર્યની દિનદશા તમારા મગજને શાંતિ નહીં આપે. બપોરના સમયમાં માથા ઉપર ભાર જેવું લાગશે. હાલમાં સરકારી કામો કરતા નહીં. નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ તમને નાની બાબતમાં પરેશાન કરશે. સાથે કામ કરનારનો સાથ પણ તમને નહીં મળે. તમે કરેલી મહેનતનું ફળ તમને નહીં મળે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 24 છે.
The Sun’s rule, till 6th October, could disturb your peace of mind. You could suffer from headaches in the afternoons. Avoid government-related work for now. Seniors at work could find fault unnecessarily and colleagues may not cooperate. Results may not match your efforts. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Auspicious Dates: 20, 21, 22, 24
LIBRA | તુલા: ર.ત.

17મી ઓક્ટોબર સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે. શુક્રની કૃપાથી મોજશોખ તથા ફેમિલી મેમ્બર પાછળ ખર્ચ વધી જવાથી નાણાકીય મુશ્કેલી તો નહીં આવે પણ તમે બચત કરવામાં સફળ નહીં થાઓ. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ઘરમાં મનગમતી વસ્તુ વસાવી શકશો. મિત્રોની સલાહ લેવાથી તમારા કામમાં ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Venus’s rule till 17th October, brings joy, alongside family demands and higher expenses. While savings may be difficult, your home will remain happy. You will be able to buy desired items. A friend’s advice will prove beneficial. This is a phase for comfort and bonding. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 23, 24, 25, 26
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

તમને લાંબા સમય માટે શુક્રની દિનદશા ચાલશે. 16મી નવેમ્બર સુધીમાં તમે જે ધારશો તે તમને મળશે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવામાં સફળ થશો. જુના રોકાયેલા નાણા ને પાછા મેળવવા માટેનો સમય ખૂબ સારો છે. બને તો લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરતા આગળ જતા ફાયદામાં રહેશો. તમારા મનની વાતો કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 20, 22, 25, 26 છે.
Venus’ rule till 16th November fulfils all your wishes. Control wasteful spending and focus on recovering pending funds. Long-term investments will prove beneficial. Share your thoughts with a trusted person for clarity. This is a rewarding period. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 20, 22, 25, 26
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

6ઠ્ઠી ઓક્ટોબર સુધી રાહુની દિનદશા તમને નાની બાબતમાં હેરાન કરવામાં કોઈ પણ જાતની કસરત નહીં મૂકે. તમારા દુશ્મન તમારી પીઠ પાછળ તમને પરેશાન કરી નાખશે. તમારા પોતાના લોકો તમને દગો આપે તેવા હાલના ગ્રહો છે. હાલમાં કોઈ પણ જાતની મુસાફરી કરતા નહીં. તમારા કોઈપણ કામ ઉતાવળમાં કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 22, 23, 24 છે.
Rahu’s rule till 6th October, could create unnecessary troubles. Hidden enemies could work against you, and even close friends could let you down. Avoid travel or hasty decisions during this period. Practice caution while traveling. Pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 20, 22, 23, 24
CAPRICORN | મકર: ખ.જ.

છેલ્લા પાંચ દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી ગુરૂની દિનદશા તમારા મનને શાંતિ આપીને રહેશે. ધનની ચિંતા આ અઠવાડિયામાં નહીં આવે. તબિયતમાં પણ સારા સારી રહેશે. 24મી પહેલા ફેમિલી મેમ્બરને નારાજ કરતાં નહીં. 24મીથી શરૂ થતી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. દરરોજ ‘સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
The last five days of Jupiter’s rule bring you calm and peace. Finances and health remain stable this week. Avoid upsetting family members. Rahu’s rule starting from 24th September, for 42 days, could rob you of your sleep and appetite. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 20, 21, 22, 23
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

25મી ઓક્ટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે તમારા કામો ખૂબ જ સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. શારીરિક બાબતમાં પણ ખૂબ જ સારા સારી રહેશે. થોડી ઘણી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. ફેમીલી મેમ્બરનો સાથ મળવાથી અધૂરા કામ પુરા કરી શકશો. સાથે સાથે ધર્મનું કામ પણ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.
Jupiter’s rule till 25th October ensures good progress in work and finances. Health also stays positive. Some small investments may succeed. A promotion at work is on the cards. With family support, pending tasks will be completed, alongside religious duties. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 22, 24, 25, 26
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

છેલ્લું અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. જે પણ કામ કરતા હશો તેમાં તમારૂં મન નહીં લાગે. રાતની ઊંઘ ઓછી થતી જશે. હાલમાં કોઈને ઉધાર નાણા આપવાની ભૂલ કરતા નહીં. કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખતા નહીં. લેતીદેતીના કામ હાલમાં કરતા નહીં નુકસાની થવાના ચાન્સ છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 23, 24 છે.
This is the last week under Saturn’s rule, so take care of your health. Concentration at work may dip and sleep could be disturbed. Avoid lending money or trusting others blindly. Financial dealings should be postponed to prevent losses. Pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 20, 21, 23, 24
