મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુદ્ધિ વાપરીને ધન કમાઈ શકશો. જે પણ કામ કરતા હશો તેમાં તમને સંતોષ અને આનંદ બંને મળશે. મિત્ર મંડળમાં વધારો થશે. થોડી ઘણી રકમ બચાવીને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. દરેક મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો શોધી શકશો. મનમાં શાંતિ રહેવાથી તબિયતમાં પણ સારાસારી રહેશે. આ સમય દરમિયાન તમારૂં જીવન પણ ઊર્જાથી ભરેલું રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 11, 12 છે.
Under Mercury’s rule, your sharp mind will help you earn well. Every task will bring satisfaction and joy. Friendships grow stronger and wise investments bring benefits. You will overcome challenges with ease and enjoy peace of mind. Your health improves and life feels full of energy. Pray the ‘Meher Nyaish’ daily.
Auspicious Dates: 6, 7, 11, 12
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા રોજબરોજના કામો ખૂબ સારી રીતે કરી શકશો. જે પણ કામ કરશો તેને પૂરું કરવામાં સફળ થશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. બને તો કોઈ મિત્રની સલાહ લઈને રોકાણ કરવાથી ફાયદામાં રહેશો. બુદ્ધિ વાપરીને કામ કરી શકશો અને સફળતા મેળવી શકશો. ફેમીલી મેમ્બરના અટકેલા કામ તમે પુરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Mercury’s rule helps you handle daily tasks with ease. All endeavours that you take on will taste success. Financial matters improve. Investment made based on a friend’s advice could prove rewarding. Family responsibilities will be managed well. Work done with intelligence will bring recognition. Pray the ‘Meher Nyaish’ daily.
Auspicious Dates: 7, 8, 9, 10
GEMINI | મિથુન: ક.છ.ઘ.

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખી નહીં શકો. ઘરમાં પણ અશાંતિવાળું વાતાવરણ રહેશે. ફેમિલી મેમ્બર સાથે ખોટી બોલાચાલીમાં ઉતરી જશો. મંગળ તમને કોઈપણ કામ કરવામાં હિંમત નહીં આપે. તબિયતની ખાસ કાળજી લેજો વાગવા પડવાના બનાવ બની શકે છે. બીજાઓ તમને નીચા પાડવામાં કોઈ કસર નહીં રાખે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 11, 12 છે.
Mars rule brings in much restlessness and irritability. Tempers may spark conflicts at home, creating tension. Your health needs care as accidents or injuries are on the cards. Work feels tougher with courage running low. Others may try to pull you down. To placate Mars, pray the ‘Tir Yasht’ daily.
Auspicious Dates: 6, 8, 11, 12
CANCER | કર્ક: ડ.હ.

26 સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મગજને શાંત રાખીને ડિસિઝન લેવામાં સફળ થશો. કામકાજને વધારવા માટે થોડી ઘણી ભાગદોડ કરવી પડશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી તેઓનું દિલ જીતી લેશો. મુસાફરીના ચાન્સ મળશે. તમારૂં કોઈ કામ અટકેલું હશે તો કોઈની સલાહથી તે અવશ્ય પુરૂં કરી શકશો. નેગેટીવ વિચારો ઓછા થતા જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 12 છે.
The Moon’s rule till 26th September guides you well. Stay calm while making decisions and you will be successful. A bit of running around may be needed to expand work. You will cater to your family’s wants. Travel opportunities arise, and old delays will get cleared, with good advice. Negativity fades slowly. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 7, 8, 9, 12
LEO | સિંહ: મ.ટ.

આજથી તમને શીતળ ચંદ્રની દિનદશા 26મી ઓક્ટોબર સુધી ચાલશે. મનને ખૂબ જ શાંતિ મળશે. તમારા લીધેલા ડિસિઝનનું રીઝલ્ટ તમારી ફેવરમાં આવશે. બગડેલી તબિયતમાં ધીરે ધીરે સુધારો થતો જશે. નાણાકીય લેતીદેતી કરવાથી ફાયદામાં રહેશો. કામકાજમાં સારા સારી થતી જશે. વડીલોની સલાહ અવશ્ય માનજો. તમારી સાથે કામ કરનારનો સાથ સહકાર મળતો રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ના 101વાર ભણજો.
શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.
From today till 26th October, the Moon’s soothing rule brings you inner peace. Your decisions will favour you. Health improves steadily and financial dealings bring gains. Work progresses smoothly and elders’ advice proves valuable. Colleagues will be supportive adding to your strength. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 6, 7, 10, 11
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

ઉતરતી શુક્રની દિનદશા હોવાથી અપોઝિટ સેક્સનો સાથ સહકાર તમને ભરપૂર મળી જશે. ધનની ચિંતા નહીં આવે જેટલું પણ ધન જોઈતું હશે તેટલું ધન મળી જશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત સાથે કામ કરનારનો સાથ સહકાર પણ મળશે. તમારા પોઝીટીવ વિચારથી તબિયતમાં પણ સારા સારી રહેશે. કામમાં કોઈપણ નિર્ણય ઉતાવળથી નહીં લેતા. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 12 છે.
With Venus’ rule waning, support from the opposite sex increases. Money concerns fade as resources flow in. You will receive much respect and support at the workplace. Your positive outlook keeps your health steady, but avoid making hasty decisions. Progress will come with patience. Pray to ‘Behram Yazad’ daily.
Auspicious Dates: 7, 8, 9, 12
LIBRA | તુલા: ર.ત.

શુક્રની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલી ભર્યા કામ સહેલાઈથી પુરા કરી શકશો. કોઈપણ જાતની ચેલેન્જ ને તમે એક્સેપ્ટ કરી શકશો. મિત્રોની સલાહથી ઈનવેસ્ટમેન્ટ કરતા આગળજતા ફાયદામાં રહેશો. જુના સંબંધો ફરી સારા થતા જશે. ધન ખર્ચ કર્યા પછી પણ નાણાંકીય મુશ્કેલી નહીં આવે. કામકાજ માટે મુસાફરી કરતા સફળતા મળશે. ઘરમાં કોઈ સમસ્યા હશે તો તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.
Venus’ rule helps you complete difficult tasks with ease. You will accept challenges confidently. Investments made with friends’ advice will turn our profitable. Old ties will get revived. Despite expenses, finances will remain stable. Work-related travel proves fruitful. Domestic issues will be resolved peacefully. Pray to ‘Behram Yazad’ daily.
Auspicious Dates: 6, 8, 10, 11
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

તમને આજથી શુક્રની દિનદશા શરૂ થયેલી છે. આવતા 70 દિવસમાં તમે તમારા અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. શુક્રની કૃપાથી અચાનક ધનલાભ મળતા રહેશે. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે તથા પ્રેમ સંબંધમાં વધારો થશે. નારાજ થયેલી વ્યક્તિને મનાવી લેશો. તમારા જીવનમાં પરિવર્તન આવવાના શરૂ થશે. શુક્રની કૃપાથી ખર્ચનું પ્રમાણ વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 11 છે.
Venus’ rule, starting today, for the next 70 days, helps restart your stalled projects. Sudden financial gains are on the cards. Disagreements in marriage or relationships will ease, and love will blossom. You will reconcile with someone who is upset with you. Expenses may rise, but positive changes unfold. Pray to ‘Behram Yazad’ daily.
Auspicious Dates: 7, 8, 9, 11
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો પૂરા કરવામાં ખૂબ જ મુશ્કેલી આવશે. જે પણ વિચાર કરશો તેનું રીઝલ્ટ ઉલટુ આવશે. જ્યાં ત્રણનો ખર્ચ કરવા માગતા હશો ત્યાં 30નો ખર્ચ કર્યા બાદ પણ શાંતિ નહીં મળે. કોઈને કોઈ પણ જાતના પ્રોમિસ હાલમાં આપતા નહીં. તમારો વાંક નહીં હોવા છતાં તમને બીજાનું સાંભળવું પડશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 9, 10, 11 છે.
Rahu’s rule brings challenges and delays in your efforts. Plans may backfire and expenses far exceed expectations, making your feel restless. Avoid making promises, as circumstances may prevent fulfilment. Despite no fault of yours, you may face criticism. For relief, pray the ‘Mah Bokhtar Nyaish’ daily.
Auspicious Dates: 6, 9, 10, 11
CAPRICORN | મકર: ખ.જ.

24મી સપ્ટેમ્બર પહેલા અગત્યના કામો કરી લેજો. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી સોશિયલ તથા ચેરીટીના કામો કરવાથી મનને વધુ આનંદ મળશે. તમારા કામ પુરા કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. થોડી ઘણી બચત કરવામાં સફળ થશો. ધર્મના સ્થાને જવાથી મનને વધુ શાંતિ મળશે. કોઈને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.
You are advised to complete all important tasks before 24th September. With Jupiter’s grace, charity and social work will bring joy. Success comes smoothly in all professional undertakings. Savings improve and visits to spiritual places will bring peace. Your honest advice will win hearts. Pray the ‘Sarosh Yasht’ daily.
Auspicious Dates: 7, 8, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

તમને 25મી ઓક્ટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તેથી બીજાના મદદગાર બનીને તેમની દુઆ મેળવી શકશો. વડીલ વર્ગની સેવાનો ચાન્સ મળી જશે. વધુ કામકાજ કરી વધુ ધન મેળવી શકશો. ઘરમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. મુસાફરીનો ચાન્સ મળશે. તમારા માથા પર નવી જવાબદારીઓ આવશે પરંતુ દરેક કામ સરળતાથી થઈ જશે અને તમે આનંદમાં રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 8, 9, 12 છે.
Jupiter’s rule till 25th October blesses you with help from others and goodwill through service to elders. You may need to take on additional responsibilities, but these will be handled with ease. Income grows. Travel is likely. A new person may enter your home. Happiness surrounds you! Pray the ‘Sarosh Yasht’ daily.
Auspicious Dates: 6, 8, 9, 12
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

26મી સુધી શનિની દિનદશા ચાલશે. હાલમાં શનિ તમને હેરાન કરવામાં કોઈ પણ જાતની કસર નહીં મૂકે. માનસિક અને શારીરિક બાબતથી વધુ હેરાન થશો. શનિ તમને થોડા ઘણા આળસુ બનાવી દેશે. તમને રોજબરોજના કામો કરવામાં ખૂબ જ કંટાળો આવશે. ખોટી રીતે નાણાનો ખર્ચ વધી જશે. નેગેટીવ વિચારથી દૂર રહેજો. ધાર્મિક સ્થળે જવાનું રાખજો જેનાથી મનને શાંતિ મળશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Saturn’s rule till 26th September causes you mental anguish and physical strain. Laziness sets in, making daily work tiresome. Unnecessary expenses could increase. Negative thoughts trouble you, so keep faith and visit spiritual places for peace. For strength, pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 8, 9, 10, 11
