ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસનું બાઈ મણેકબાઈ પી. બી. જીજીભોય સેનિટોરિયમ – સંજાણમાં આવેલું અને પેઢીઓથી જરથોસ્તી સમાજ માટે એક પ્રિય નિવાસસ્થાન રહ્યું છે – હવે વેચાણ માટે તૈયાર છે. આજની હકીકતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની હરિયાળી અને પર્યાવરણમિત્ર શાંતિપૂર્ણ પરિસ્થિીત અને સમાજમાં એકતા વધારવાના ભૂમિકા માટે જાણીતું સેનિટોરિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો જોયો છે.
પારસી ટાઈમ્સ સાથે વાત કરતાં ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસના અધ્યક્ષ શ્રી દિનશા તંબોલીએ સમજાવ્યું કે સતત ઓછી ઓક્યુપન્સી અને આર્થિક નુકસાનને કારણે આ નિર્ણય લેવાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સેનિટોરિયમની સરેરાશ વાર્ષિક આવક રૂ.3.20 લાખ રહી, જ્યારે સરેરાશ ખર્ચ રૂ.12.60 લાખ હતો – એક મોટો તફાવત. પથારીનો ઉપયોગ ફક્ત 10.95% રહ્યો, જેના કારણે તેને જાળવી રાખવું આર્થિક રીતે અશક્ય બન્યું.
સેનિટોરિયમ અને ધર્મશાળાઓ જેવી સમાજકેન્દ્રિત સંસ્થાઓ ઘટતા આંકડાને કારણે સંઘર્ષ કરી રહી છે. તેથી નફાકારક ન બનતી મિલકતનું મૂદ્રીકરણ કરીને તે રકમ ગરીબી નિવારણ, આરોગ્ય સહાય, શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા અને અનાજ વિતરણ જેવી અસરકારક પ્રવૃત્તિઓમાં વાપરવી વધુ બુદ્ધિપૂર્ણ છે, તેમ શ્રી તંબોલીએ જણાવ્યું.
ટ્રસ્ટે મૂળ દાતાઓ સાથે ચર્ચા કરીને તેમની સંમતિ મેળવ્યા બાદ જ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. શ્રી તંબોલીએ ભારપૂર્વક જણાવ્યું કે આ નિર્ણય ડબ્લયુઝેડઓના પારદર્શકતા, જવાબદારી અને સમુદાયને વધુમાં વધુ લાભ પહોંચાડવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેથી સેનિટોરિયમની સેવા વારસો નવા સ્વરૂપમાં ચાલુ રહે.
ભિન્ન અભિપ્રાયોનો સ્વીકાર કરતાં શ્રી તંબોલીએ જણાવ્યું, લોકશાહીમાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. અમારો નિર્ણય હકીકતોના નિષ્પક્ષ મૂલ્યાંકન પર આધારિત છે અને અંતે તે સમાજને વધુ લાભ આપશે.
આ વેચાણ એક યુગના અંતને સૂચવે છે, પરંતુ ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ તેમની પ્રતિબદ્ધતા પુન:સ્થાપિત કરે છે – સ્થાનિક અને વૈશ્વિક સ્તરે જરથોસ્તી સમાજને ઉન્નત કરવાનું, જેથી સેનિટોરિયમની સેવાની ભાવના વ્યાપક અને અસરકારક પહેલો દ્વારા જીવંત રહે.
- ઝોરાસ્ટ્રિયન ધર્મમાં અંગદાન - 8 November2025
- પાસવાર – એકાંત અને જોડાણનો હૃદયસ્પર્શી અરીસો - 8 November2025
- રશ્ના રાઇટરની ધ સ્ટોરી ઓફ ધ ઝોરાસ્ટ્રીયન્સહવે મફતમાં ઓનલાઈન ઉપલબ્ધ - 8 November2025