દર વર્ષે પારસીઓ રોજ ગોવાદ, માહ દએના દિવસે હોમાજીની બાજ ઉજવે છે. આ દિવસે ભરૂચના નિર્દોષ વણકર-કવિ બેહદીન હોમા બેહદીન જમશેદ (હોમાજી), જેમને 1783માં ખોટા આરોપમાં ફાંસી આપવામાં આવી, તેમની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પાય છે. પરંતુ ઘણા ઓછા લોકોને જાણ છે કે આથી કેટલાય વર્ષો પહેલાં ભરૂચના બીજા એક પારસી – કામા હોમા -એ પણ ધર્મ માટે પોતાનું જીવદાન આપી શહાદત સ્વીકારી, અને સમુદાય દ્વારા શહીદ તરીકે માન મળ્યું.
અઢારમી સદીના અંતમાં પારસી સમાજ કદમી અને શહેનશાહી પંચાંગના વિવાદથી ગંભીર રીતે વહેંચાઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન એક ગર્ભવતી કદમી સ્ત્રીએ ભરૂચના ધાર્મિક અને સદ્ગુણી શહેનશાહી વણકર હોમાજી પર ખોટો આક્ષેપ કર્યો કે તેણે તેમને લાત મારી જેના કારણે ગર્ભપાત થયો. આ કેસ ભરૂચના નવાબ સમક્ષ અને બાદમાં બોમ્બેની અંગ્રેજી કોર્ટમાં ચાલી અને હોમાજીને દોષિત ઠરાવવામાં આવ્યા.
1152 યઝદી (1783)ના માહ દએે, રોજ ગોવાદના દિવસે હોમાજીને ફોર્ટના બજારગેટ ખાતે ફાંસી આપવામાં આવી. ફાંસી પહેલાં તેમણે પોતાની નિર્દોષતા જાહેર કરી અને આગાહી કરી કે તેમના મૃત્યુ પછી ચોથા દિવસે તેમની ફરિયાદ કરનાર મહિલાનું મૃત્યુ થશે. કહેવાય છે કે ચાહરૂમના દિવસે એ સ્ત્રી અથવા વાડિયા પરિવારના ખોટા સાક્ષીનું ખરેખર મોત થયું. હોમાજી આજે પણ નિર્દોષ અને પીડિતોના રક્ષક તરીકે યાદ રાખવામાં આવે છે અને તેમના નામનો આફરીંગન પ્રાર્થનાઓમાં ઉલ્લેખ થાય છે.
કામા હોમાની શહીદી: હોમાજીથી લગભગ એંશી વર્ષ પહેલાં ભરૂચમાં બીજા સત્યનિષ્ઠ વણકર કામા હોમાએ સહિદાત સ્વીકારી. તેમના મુસ્લિમ વ્યાપારી ભાગીદારે તેમને છેતર્યા, જેના કારણે તેમને મોટી આર્થિક હાનિ થઈ. ગુસ્સામાં કામાએ પોતાના ભાગીદારને કાફિર કહી દીધું, જેનો અર્થ અવિશ્વાસી થાય છે. ભાગીદારે આ વાતની ફરિયાદ ભરૂચના કાજી-એ-સરકાર સમક્ષ કરી, જે સ્થાનિક નાગરિક તથા ધાર્મિક કાયદાના સર્વોચ્ચ ન્યાયાધીશ હતા.
સુનવાઈ દરમિયાન કામાએ સ્વીકાર્યું કે ગુસ્સામાં તેમણે આ શબ્દ ઉચ્ચાર્યો હતો. આને ધર્મનો ભંગ માનવામાં આવ્યો અને તેમને ફાંસી અથવા ધર્મપરિવર્તનનો વિકલ્પ આપવામાં આવ્યો. કામાએ જરથોસ્તી ધર્મ છોડવાનો ઇનકાર કર્યો અને ઇસ્લામ સ્વીકારવા કરતાં મૃત્યુ સ્વીકાર્યું. 1072 યઝદી (1703)ના માહ અરદીબહેસ્ત, રોજ અમરદાદના દિવસે તેમને ફાંસી આપવામાં આવી.
તેમનું આ બલિદાન સમાજને અત્યંત સ્પર્શી ગયું. ભરૂચના લોકો તેમની યાદમાં પ્રાર્થનાઓ કરતા અને લોકો તેમને ધર્મના રક્ષક તરીકે માન આપતા. તેમનો આ જીવનપ્રસંગ આજે ભલે ઓછો જાણીતા હોય, પરંતુ અડગ શ્રદ્ધા, ગૌરવ અને નૈતિક સાહસનું પ્રેરણાદાયક ઉદાહરણ છે.
- કોલકાતાની સૌથી જૂની આગિયારીમાં વિનાશક આગ - 29 November2025
- સમયાતીત મોનાજાતને નવી જાન – કૈઝાદ પટેલ દ્વારા પુનજીવિત - 29 November2025
- સંજાણ ડે 2025: વારસો અને કૃતજ્ઞતાનો ઉત્સવ - 29 November2025
