ઝર્કસિસ મેજર દ્વારા નેશનલ રોલ બોલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝની જીત

નાગપુરના ક્લાસ 8ના વિદ્યાર્થી ઝર્કસિસ મેજરે 25 થી 28 ઓક્ટોબર, 2025 દરમિયાન આગ્રામાં યોજાયેલી 18મી સબ-જ્યુનિયર નેશનલ રોલ બોલ ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર રોલ બોલ ટીમનો ભાગ બની બ્રોન્ઝ મેડલ જીત્યો. સેન્ટર પોઇન્ટ સ્કૂલના વિદ્યાર્થી ઝર્કસિસ નાગપુરમાંથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ થનાર એકમાત્ર ખેલાડી હતા.
મહારાષ્ટ્ર ટીમે ઉત્તમ પ્રદર્શન કરતાં છત્તીસગઢ, ઝારખંડ, કેરળ, પુડુચેરી અને તેલંગણાને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. ત્યારબાદ રાજસ્થાનની ટીમ સામે રમતમાં ત્રીજા સ્થાને રહી ચેમ્પિયનશિપ પૂર્ણ કરી.
ટુર્નામેન્ટ પહેલાં ઝર્કસિસે મહારાષ્ટ્ર સ્ક્વોડ સાથે જળગાંવમાં ઘનિષ્ઠ તાલીમ લીધી. તેણે પોતાની સફળતાનું શ્રેય સ્કેટિંગ કોચ સ્વપનીલ સામર્થ અને સેન્ટર પોઇન્ટ સ્કૂલના સ્પોટર્સ ડિપાર્ટમેન્ટને આપ્યું, જેમણે તેને સતત પ્રોત્સાહન આપ્યું.
આ સિદ્ધિ ઝર્કસિસના ઉજ્જવળ ભવિષ્ય તરફ ઈશારો કરે છે અને તેના પરિવાર તથા સમુદાય માટે ગૌરવની ક્ષણ છે.

Leave a Reply

*