ભારત અને વિશ્વભરના પારસી સમાજ માટે ગર્વનો ક્ષણ છે કે પુણેની 32 વર્ષીય ડાયના પંડોલ હવે ઇતિહાસ રચવા જઈ રહી છે. તે પ્રથમ ભારતીય મહિલા બનશે જે આંતરરાષ્ટ્રીય મોટરસ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ફેરારી ચલાવશે. નવેમ્બર 2025થી તે ફેરારી ક્લબ ચેલેન્જ મધ્ય પૂર્વ સ્પર્ધામાં ભાગ લેશે, જ્યાં તે શક્તિશાળી ફેરારી 296 ચેલેન્જ કાર ચલાવી દુબઈ, અબુધાબી, બહેરિન, કતાર અને સાઉદી અરબના વિશ્વપ્રસિદ્ધ ફોર્મ્યુલા વન ટ્રેક પર રેસ કરશે.
ડાયનાની આ સિદ્ધિ ભારતીય મોટરસ્પોર્ટ માટે એક મહત્વપૂર્ણ અધ્યાય છે અને વિશ્વભરના મહિલા રેસરો માટે પ્રેરણાનું પ્રતિક છે. તે કહે છે, વિશ્વમંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતા અને ફેરારી ચલાવતા મને ગર્વ થાય છે. આ મારૂં સપનું છે જે હવે પૂરું થવાનું છે. આશા છે કે મારી સફર અન્ય સ્ત્રીઓને તેમના સપના નિર્ભયપણે અનુસરવા પ્રેરણા આપશે. પુરુષપ્રધાન ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવા ડાયનાએ અદમ્ય શિસ્ત, નિષ્ઠા અને ધૈર્યથી વર્ષો સુધી મહેનત કરી છે. તેણે 2018માં જેકે ટાયર વુમન ઇન મોટરસ્પોર્ટ કાર્યક્રમથી કારકિર્દી શરૂ કરી હતી અને રાષ્ટ્રીય સ્તરે અનેક રેસોમાં ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું. 2024માં તેણે એમઆરએફ સેલૂન કાર્સ ચેમ્પિયનશિપ જીતીને પ્રથમ ભારતીય મહિલા તરીકે રાષ્ટ્રીય ખિતાબ જીત્યો અને ઇતિહાસ રચ્યો. મોન્ઝા, મુજેલો અને દુબઈ ઓટોડ્રોમ જેવા આંતરરાષ્ટ્રીય ટ્રેક પર તાલીમ લીધેલી ડાયના હવે 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે રેસ માટે તૈયાર છે. તેમને અલાઇન્ડ ઓટોમેશન અને ફેરારી ન્યુ દિલ્હી તરફથી સહયોગ મળ્યો છે. પોતાના સ્વર્ગસ્થ પિતાના પ્રોત્સાહનને તે પોતાની પ્રેરણાનો આધાર ગણે છે. નવેમ્બર 2025થી એપ્રિલ 2026 સુધી ચાલનારી આ સ્પર્ધામાં ડાયાનાનો ભાગ લેવું દૃઢનિશ્ચય, પ્રતિભા અને પારસી ગૌરવનું પ્રતિક છે. ફેરારીના આ પ્રતિષ્ઠિત રથ પાછળ ડાયના પંડોલે હવે એક એવી રેસ શરૂ કરવા જઈ રહી છે જે ભારત માટે ગર્વ અને સમગ્ર સમાજ માટે પ્રેરણાનું પ્રતીક બનશે.
- કોલકાતાની સૌથી જૂની આગિયારીમાં વિનાશક આગ - 29 November2025
- સમયાતીત મોનાજાતને નવી જાન – કૈઝાદ પટેલ દ્વારા પુનજીવિત - 29 November2025
- સંજાણ ડે 2025: વારસો અને કૃતજ્ઞતાનો ઉત્સવ - 29 November2025
