યંગ ઝોરાસ્ટ્રિયન સોસાયટી, જેમાં 16મા ઈસ્ટ બોમ્બે ઝોરાસ્ટ્રિયન ભારત સ્કાઉટ ગ્રૂપ અને 71મા ઈસ્ટ બોમ્બે ઝોરાસ્ટ્રિયન ભારત ગાઈડ ગ્રૂપનો સમાવેશ થાય છે, 9 નવેમ્બર 2025ના રોજ પોતાના 105માં વાર્ષિક સમારંભ અને સમાજ મિલનનો મહત્વપૂર્ણ પડાવ ઉજવ્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાન રૂપે પ્રખ્યાત બ્રેઈન અને સ્પાઈન ન્યુરોસર્જન ડો. મઝદા કે. તુરેલ હાજર રહ્યા. તેમનું સ્નેહપૂર્વક સ્વાગત ગ્રૂપ લીડર સ્કાઉટસ ફ્રેડી ખપોલીવાલા અને ગ્રૂપ લીડર ગાઈડસ મેકી માજરાએ કર્યું.
તેમના પ્રેરણાત્મક સંબોધનમાં ડો. તુરેલે પોતાના સ્કાઉટિંગના દિવસોને યાદ કર્યા અને કેવી રીતે તે અનુભવોએ તેમના મૂલ્યો અને શિસ્તને ઘડ્યા તે અંગે વાત કરી. તેમની હૃદયસ્પર્શી વાતોએ કબ્સ, બલ્બુલ્સ, સ્કાઉટસ, ગાઈડસ અને તેમના માતાપિતાને સ્કાઉટિંગના સાચા અર્થને સ્વીકારવા પ્રેરિત કર્યા, જેમાં અનુભવ દ્વારા શીખવું, ટીમવર્ક અને સેવાભાવનો સમાવેશ થાય છે. કાર્યક્રમ બાદ પુરસ્કાર વિતરણ અને ભોજન યોજાયું.
સો વર્ષથી વધુ સમયથી સ્કાઉટિંગ અને ગાઈડિંગ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને નેતૃત્વની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 16માં ઈસ્ટ બોમ્બે ઝોરાસ્ટ્રિયન ભારત સ્કાઉટ ગ્રૂપની સ્થાપના 1 ઓગસ્ટ 1920ના રોજ સ્વ. સ્કાઉટર્સ અરદેશીર જીલ્લા અને મેરવાનજી મહેતાએ કરી હતી. 71માં ઈસ્ટ બોમ્બે ઝોરાસ્ટ્રિયન ભારત ગાઈડ ગ્રૂપ 1 ઓગસ્ટ 1993માં સ્થાપિત થયો હતો. બન્ને સંસ્થાઓ પેઢીઓથી યુવાનોને ઝોરાસ્ટ્રિયન મૂલ્યો સાથે ઉછેરી છે.
તેમનો વાર્ષિક કાર્યક્રમદર વર્ષે ઉર્જા ભર્યો રહે છે, જેમાં સમર અને વિન્ટર કેમ્પ, નાઇટ હાઇક્સ, ઇન્વેસ્ટિટ્યુર સેરેમોની, જશન, શૈક્ષણિક પ્રવાસો, રસોઈ અને ઇલોક્યુશન સ્પર્ધાઓ, તેમજ વિવિધ પ્રવાસોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રવૃત્તિઓ યુવાનોમાં સર્વાંગી વિકાસ અને સમુદાયભાવ વિકસાવવા રચાયેલ છે.
- કોલકાતાની સૌથી જૂની આગિયારીમાં વિનાશક આગ - 29 November2025
- સમયાતીત મોનાજાતને નવી જાન – કૈઝાદ પટેલ દ્વારા પુનજીવિત - 29 November2025
- સંજાણ ડે 2025: વારસો અને કૃતજ્ઞતાનો ઉત્સવ - 29 November2025
