રશ્ના રાઇટરની ધ સ્ટોરી ઓફ ધ ઝોરાસ્ટ્રીયન્સ હવે મફતમાં ઓનલાઈન ઉપલબ્ધ

વિખ્યાત વિદ્વાન અને લેખિકા ડો. રશ્ના રાઇટરે તેમની પ્રશંસિત કૃતિ ધ સ્ટોરી ઓફ ધ ઝોરાસ્ટ્રિયન્સ: એન હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ હવે સૌ માટે મફતમાં ઉપલબ્ધ કરી છે. આ પુસ્તક હવે તેમના વેબસાઈટ www.rashnawriter.com પર ઓડિયો બુક અને પ્રિન્ટ કરી શકાય તેવી પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે.
ડો. રાઇટર તેમના પ્રસ્તાવનામાં યાદ કરે છે કે કેવી રીતે કોલકતાની નાની પારસી વસ્તી વિશેના બાળપણના કૌતુકે તેમને ભારતમાંથી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી પહોંચાડ્યા, જ્યાં તેમણે પીએચ.ડી. પૂર્ણ કરી અને બાદમાં લંડનની એસઓએએસ યુનિવર્સિટીમાં ઝોરાસ્ટ્રિયન ધર્મ વિષે વ્યાખ્યાનો આપ્યાં.
કરોના લોકડાઉન દરમિયાન રેકોર્ડ કરાયેલ આ ઓડિયો બુક ઝોરાસ્ટ્રિયન સમાજની પ્રાચીન ઈરાનથી લઈને આધુનિક વિશ્વભરના પ્રવાસની રસપ્રદ અને માહિતીસભર કહાની રજૂ કરે છે. વાંચકોની માંગને ધ્યાનમાં રાખીને તેમણે હવે આ પુસ્તક ડિજિટલ સ્વરૂપે સરળ રીતે ઉપલબ્ધ કરાવ્યું છે.
ડો. રાઇટર આ કૃતિને યાદોની ભેટ તરીકે વર્ણવે છે, જે ઝોરાસ્ટ્રિયન ઓળખ અને વારસાને ફરી જીવંત કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. પુસ્તક અંતે એક હૃદયસ્પર્શી યાદ અપાવે છે કે સંખ્યામાં ઓછા હોવા છતાં ઝોરાસ્ટ્રિયન્સ લોકો આજે પણ જીવંત અને ઉર્જાસભર સમાજ તરીકે અડગ છે.

Leave a Reply

*