14 નવેમ્બર, 2025ના રોજ સમગ્ર ભારતના જરથોસ્તીઓ સંજાણ મેમોરિયલ કોલમ ગ્રાઉન્ડમાં ભેગા થઈ સંજાણ ડેની ઐતિહાસિક ઉજવણી ગૌરવ અને ભાવપૂર્વક મનાવી. સંજાણ ડે માત્ર વાર્ષિક પરંપરા નથી, પરંતુ આપણા શૂરવીર પૂર્વજોને અને પારસી શરણાર્થીઓનું ઉદાર સ્વાગત કરનાર દયાળુ શાસકોને અર્પાયેલું સન્માન છે. દર વર્ષે મુંબઈ, ગુજરાત અને આસપાસના વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં લોકો બસ અને ટ્રેન દ્વારા આવી, શાંત સંજાણ નગરને થોડીવાર માટે પારસીપણું ભરેલા જીવંત કેન્દ્રમાં ફેરવી દે છે. આ વર્ષ ખાસ રહ્યું કારણ કે 41મો સંજાણ ડે, સંજાણ સ્તંભના જાહેર ઉદ્ઘાટનના 105 વર્ષ અને સ્મૃતિ કેપ્સ્યુલની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થયા.
પરીચેહર દવીયેરવાલાએ મુખ્ય અતિથિ ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શાહરૂખ જીમી કાથાવાલા, વડા દસ્તુરજી ટેમટન મિર્ઝા તથા બીપીપી ટ્રસ્ટીઓ અનાહિતા દેસાઈ, ડો. આદીલ માલિયા, ઝર્કસીસ દસ્તુર અને આરમઈતી તીરંદાઝનું સ્વાગત કરી, હાજર રહેલા તમામ હમદીનો આભાર માન્યો. તેમણે સંપત્તિને અનધિકૃત કબજાઓથી બચાવવા સમિતિના સતત પ્રયાસોને પણ વખાણ્યા.
લગભગ 1,300 હમદીનોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વડા દસ્તુરજી મિર્ઝાનો સન્માન સમારંભ પણ સામેલ હતો. ઝર્કસીસ દસ્તુરે ઉપસ્થિતિથી આનંદ વ્યક્ત કર્યો, જ્યારે ડો. માલિયાએ વારસો, કૃતજ્ઞતા અને એકતાના મૂલ્યો પર ભાર મૂક્યો. ન્યાયમૂર્તિ કાથાવાલાએ સંજાણ ડેનું મહત્વ અને સમુદાયની સ્થિરતા પર પ્રકાશ પાડ્યો તથા સ્મારક સ્તંભના ઇતિહાસનું વર્ણન કરતા ધાર્મિકતા અને સદાચાર તરફ નવા ધ્યાનનું આહ્વાન કર્યું.
દસ્તુરજી મિર્ઝાએ પૂર્વજોના ત્યાગ અને પવિત્ર પાક ઈરાનશાહની શાશ્વત મહિમા પર ભાર મૂક્યો. તેમણે સંખ્યામાં ઘટાડા વચ્ચે પ્રાર્થના, પરંપરા અને ઓળખને સંરક્ષિત રાખવાની પ્રેરણા આપી.
કાર્યક્રમનું સમાપન છૈએ અમે જરથોસ્તી, રાષ્ટ્રીય ગીત તથા સમૂહભોજન સાથે થયો.
- કોલકાતાની સૌથી જૂની આગિયારીમાં વિનાશક આગ - 29 November2025
- સમયાતીત મોનાજાતને નવી જાન – કૈઝાદ પટેલ દ્વારા પુનજીવિત - 29 November2025
- સંજાણ ડે 2025: વારસો અને કૃતજ્ઞતાનો ઉત્સવ - 29 November2025
