વધુને વધુ સમાજ ઉપયોગી કાયો કરવાનો નિર્ધાર: સુરત પારસી પંચાયત હસ્તકની વિવિધ પારસી સંસ્થાઓ, મિલ્કતો તેમજ નાણાંકીય આવક જાવક સંદર્ભે પ્રમુખરૂપે પોતાના પ્રથમ સમયગાળા દરમિયાન નયન રમ્ય કામગીરી કરનાર ડો. હોમી દારબશા દૂધવાલાની સુરત પારસી પંચાયતના પ્રમુદપદે વધુ ત્રણ વર્ષ માટે પુન:વરણી કરવામાં આવી છે. જેને તેઓના સાથી ટ્રસ્ટીઓ તેમજ પારસી સમાજના અગ્રણીઓએ એકી અવાજે વધાવી લીધી છે.
ડો. દૂધવાલાએ પ્રમુખરૂપે પોતાના સમયગાળા દરમિયાન સાથી ટ્રસ્ટીઓના સથવારે આંખે ઉડીને વળગે એવા આવકારણીય કાર્યો પારસી સમાજના લાભાર્થે કર્યા છે. જેની નોંધ સત્તાધીશો તેમજ સમસ્ત પારસી સમાજે લીધી છે.
1. સુરત પારસી પંચાયતની માલિકીની જમીન-મિલ્કતો પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ તથા કોર્ટમાં પણ ફરીયાદ. 2. સુરત પારસી પંચાયતના જુદા જુદા ટ્રસ્ટોના શેરો સેન્ટ્રલ બેંક સેફ ડીપોઝીટ એકાઉન્ટમાં વર્ષોથી પડયા હતા જે સર્વાધિક જે જટિલ અને ગુંચવાડાભરી સ્થિતિનો ઉકેલ લાવી તેઓએ લગલગ મોટી રકમના શેરો સુરત પારસી પંચાયતના ટ્રસ્ટોમાં જમા કરાવ્યા છે તથા બાકીના શેરો માટે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. 3. કોવિડ કાળ દરમિયાન અવસાન પામનારા પારસીઓના મૃતદેહને પારસી રીત – રીવાજ અને પરંપરા મુજબ જ દોખમેનશીની અંગેની પરવાનગી તેઓએ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીને મેળવી હતી જેનો લાભ સમગ્ર ભારતમાં વસતા પારસી સમુદાયને મળ્યો હતો. 4. ઓકટોબર 2023થી સુરત પારસી પંચાયત દ્વારા પારસી બોયઝ ઓર્ફનેજ શાહપોર, સુરતના વિશાળ
ડાયનીંગ હોલમાં ભારતમાં વસતા કોઈ પણ વ્યકિત માટે વિના મુલ્યે બપોરનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે જેને ધણો સારો પ્રતિસાદ મળે છે. આ ઉપરાંત સુરત અને આસપાસના વિસ્તારના 70 કે વધુની ઉંમરના અશક્ત પારસીઓ માટે ઘરબેઠા વિના મુલ્યે બંને ટાઈમના જમણના ટીફીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ બંને પ્રકારની સેવાઓ આજ દિન સુધી અવિરત પણે ચાલુ છે. 5. ઘટતી જતી પારસીઓની વસતી વધારવા માટે સુરત પારસી પંચાયતની નયનાકર્ષક સ્કીમ પ્રમાણે આખા ભારતમાં કયાંયપણ વસનાર પારસી દંપતિને જો ત્રીજું બાળક અવતરે તો, આવા દંપતિને આ ત્રીજું બાળક 25 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને રૂપિયા પાંચ હજાર આપવામાં આવે છે.
આ ઉપરાંત સુરતમાં વસતા આવા પારસી દંપતિના ત્રીજા બાળક માટે તો માસિક રૂપિયા પાંચ હજાર ઉપરાંત શૈક્ષણિક અને મેડીકલ બાબતની (25 વર્ષની વય સુધી) સંપૂર્ણ મદદ આપવામાં આવે છે. 6. અનેક દાયકાઓથી પારસી સમાજના સુખદ તથા દુ:ખદ પ્રસંગોમાં ઉપયોગી થનારી એંટીની ધર્મશાળાના જર્જરીત થઈ ચુકેલા મકાનને રીનોવેટ કરી હાલમાં જ પારસી સમાજને અર્પણ કરવામાં આવ્યુ હતુ. જયાં બહાર ગામથી આવનાર પારસીઓ માટે રહેવા જમવાની ઉત્તમ સગવડ (સાધારણ ચાર્જ સાથે ) કરવામાં આવી છે. 7. પારસી સમાજના ખાબાલ વૃધ્ધ સૌ કોઈના લાભાર્થે સુરત પારસી પંચાયતના ઉપક્રમે ડો.દૂધવાલાના સીધા માર્ગદર્શન હેઠળ નિયમિતપણે અનેક ધાર્મિક સ્કોલરોના વ્યાખ્યાનો પણ યોજાતા રહયા છે. 8. આવનારી પેઢીને પારસી ધર્મનુ જ્ઞાન અને જાણકારી મળી રહે તે માટે પારસી બાળકો માટે નિયમિતરૂપે પારસી ધર્મશાનના વર્ગો યોજાતા રહ્યા છે તથા ઉપસ્થિત રહેનાર બાળકોને પ્રોત્સાહક હળવો નાસ્તો પણ પીરસાય છે. 9. રમત ગમત ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિ મેળવનારાઓને પણ સુરત પારસી પંચાયત દ્વારા અવાર- નવાર પ્રોત્સાહિત કરવામાં આવે છે. તાજેતરમાં જ સુરત પારસી પંચાયત હસ્તકની યંગ ઝોરાસ્ટ્રીયન ક્રીકેટ કલબની ટીમે પ્રતિષ્ઠિત જીજી ઈરાની ચેલેન્જમાં સ્પર્ધામાં ચેમ્પિયન બની અનોખી સિધ્ધિ મેળવી હતી. 10. શાહપોર ખાતેની પારસી હોસ્પિટલ અને પારસી બોયઝ ઓર્ફનેજ તથા માછલીપીઠ ખાતેની પારસી ગર્લ્સ ઓર્ફનેજ અને નરીમાન હોમ (ધરડા ઘર) માં પણ વધુને વધુ સારી સેવાઓ આપવા સત્તાધીશો કટીબધ્ધ છે. 11. સુરત તથા આસપાસના પારસીઓ માટે નિયમિતપણે વિવિધ સારવાર અંગે મેડીકલ કેમ્પોનુ આયોજન
સુરત પારસી પંચાયતના પ્રમુખ તરીકે અગામી ત્રણ વર્ષ માટે પુન:વરણી પામનાર ડો. હોમી દૂધવાલાએ આગામી સત્તાકાળ દરમિયાન પણ પારસી સમાજના દરેક ઉંમરના જરૂરિયાતમંદ સભ્યો માટે શ્રેષ્ઠતમ પ્રયાસોનો નિર્ધાર જાહેર કર્યો છે.
- કોલકાતાની સૌથી જૂની આગિયારીમાં વિનાશક આગ - 29 November2025
- સમયાતીત મોનાજાતને નવી જાન – કૈઝાદ પટેલ દ્વારા પુનજીવિત - 29 November2025
- સંજાણ ડે 2025: વારસો અને કૃતજ્ઞતાનો ઉત્સવ - 29 November2025
