હેપી હોમ એન્ડ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડે ઉજવ્યું 100 વર્ષનું વિઝન બીયોન્ડ સાઇટ સેલિબ્રેશન

વર્લી, મુંબઈ સ્થિત હેપી હોમ એન્ડ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડે 5 નવેમ્બર, 2025ના રોજ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાનો આનંદ ઉજવ્યો. સમગ્ર ભારતમાંથી આવેલા 250થી વધુ ભૂતપૂર્વ વિદ્યાથઓએ એની બેસન્ટ રોડ કેમ્પસ પર ભેગા થઈ વિશેષ સમારોહમાં આઉટસ્ટેન્ડિંગ અલ્યુમ્ની અચીવર્સને સન્માનિત કર્યું.
1925માં લેમિંગ્ટન રોડ પર માત્ર પાંચ દ્રષ્ટિહીન અનાથ બાળકો સાથે શરૂ થયેલી આ સંસ્થાની સ્થાપક મરહુમ કુમી સોરાબ ભરૂચા હતા. તેમણે દ્રષ્ટિબાધિત બાળકોને પરંપરાગત કારગિરીથી આગળ શિક્ષણ અને સ્વાવલંબન તરફ દોરવાનો આગવો વિચાર રજૂ કર્યો. શરૂઆતના સમયમાં શાળા બીડીડી ચાલની ઉપરના રૂમોમાં ચાલતી, જ્યાં વર્ગખંડ અને ડોર્મિટરી એકસાથે હતા.
1948માં બ્લાઇન્ડ રિલીફ એસોસિયેશનના પ્રમુખ એમ એન છત્રપતિના સહકારથી સંસ્થાએ સત્તાવાર રીતે હેપી હોમ એન્ડ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ તરીકે ઓળખ મેળવી. વધતા પ્રવેશને ધ્યાનમાં રાખી કુમી ભરૂચા અને દાતાઓના પ્રયત્નોથી વર્લીમાં જમીન મેળવી અને 1971માં શાળા નવી ઇમારતમાં ખસેડાઈ. આ ઇમારતનું ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેકટ આઇ એમ કાદરીએ કર્યું.
આજે અહીં મુખ્યધારા શિક્ષણ સાથે દ્રષ્ટિબાધિત અને મલ્ટિ-ડિસેબિલિટી ધરાવતા બાળકો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્રણ માળની ઇમારતમાં લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, મ્યુઝિક રૂમ, તેમજ કારપેન્ટરી માટીકામ, ટેક્સટાઇલ, મેન્યુઅલ અને મિકેનિકલ વીવિંગના વર્કશોપ અને સજ્જ જીમ છે.
ડિરેકટર અને પદ્મશ્રી પુરસ્કૃત મેહેર બનાજીએ જણાવ્યું કે દ્રષ્ટિબાધિત બાળકોને બીજા જેટલી જ તક મળવી જોઈએ એ સંસ્થાનો મૂળ વિશ્વાસ છે. સ્વાવલંબન, ગૌરવ અને સક્રિય જીવન તરફ દોરી જવાનું આ જ વિઝન આજે પણ તેમની કામગીરીનો આધાર છે.
સંસ્થા કોઇ ફરજીયાત ફી લેતી નથી અને દાનથી સંચાલિત છે. વિદ્યાર્થી શહેરના કાર્યક્રમોમાં સંગીત રજૂ કરે છે, જ્યારે તેમની હેન્ડીક્રાફ્ટની પ્રદર્શનો થકી આવક અને આત્મવિશ્વાસ બંનેનો વિકાસ થાય છે. તમામ વિદ્યાર્થીઓ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા આપે છે, જે તેમને આગળના અભ્યાસ અથવા વ્યાવસાયિક ક્ષેત્રે આગળ વધવાની તક આપે છે. આ સદીની ઉજવણી ગૌરવ અને આત્મીયતા સાથે ભરી હતી, બધાને યાદ અપાવવામાં આવે છે કે વિઝન માત્ર આંખોથી જોવામાં નથી, પરંતુ જીવનને આત્મવિશ્વાસથી જીવવામાં છે.

Leave a Reply

*