મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

26મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી ચેરિટીના કામો તથા બીજાની ભલાઈના કામો થશે. નાણાકીય બાબતની અંદર સારા-સારી થતી જશે. તમે જો પ્રેમમાં હશો તો તમારા પાર્ટનર તરફથી સારી વાત જાણવા મળશે. ચાલુ કામમાં સફળ થશો. ભવિષ્યના પ્લાન બનાવી કામ કરવા માટે હાલનો સમય ખુબ સારો છે. જૂના મિત્રો અથવા સંબંધીઓ સાથે મુલાકાત થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 17, 20, 21 છે.
Until 26th December, Jupiter’s rule favours you greatly. Acts of charity and kindness will come naturally to you. Your finances will improve steadily. Love brings good news, and ongoing work finds success. An excellent time to plan ahead. Expect pleasant reunions with old friends. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 17, 20, 21
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમારી અંગત વ્યક્તિ સાથે કામ કરનારની વાત ઉપર વિશ્વાસ રાખતા નહીં. નાના કામ પુરા કરવા માટે પણ ભરપૂર મુશ્કેલીઓ આવશે. બને તો તમારા કામ તમે જાતે જ કરજો. ઘરના વડીલ વર્ગની પાછળ ખર્ચ કરવો પડશે. સરકારી કામમાં સફળતા નહીં મલે. નકારાત્મક વિચારોથી દૂર રહેજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Saturn rules until 26th November, suggesting that you practice caution in all areas of life. Avoid trusting colleagues blindly. Even small tasks may run into challenges, so try and handle things personally. Some family expenses are likely. Any government-related matters could get stalled. Stay positive and patient. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 19
GEMINI | મિથુન: ક.છ.ઘ.

છેલ્લા છ દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. લેતીદેતીના કામ હાલમાં પતાવી લેજો. તમારા કોઈ કામમાં મુશ્કેલીઓ આવે તો મિત્રની સલાહથી કામ આ અઠવાડિયામાં જ પૂરા કરી લેજો. અઠવાડિયાના છેલ્લા દિવસમાં તમને ખૂબ જ કંટાળો આવશે. ઇન્વેસ્ટમેન્ટ કરવાની હોય તો આ અઠવાડિયામાં કરી લેજો. મિત્રોનો ભરપુર સાથ સહકાર મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Only six days remain under Mercury’s rule, making this a good time to clear pending dues and handle any pending financial exchanges. Seek your friends’ advice for smooth results. The end of the week may feel dull. You are advised to plan investments early. Friends will be supportive. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 17, 18, 19, 20
CANCER | કર્ક: ડ.હ.

19મી ડિસેમ્બર સુધી બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા ચાલશે. તમે તમારા ખોટા ખર્ચા ઉપર કાપ મુકવામાં સફળ થશો. બીજાના સાચા સલાહકાર બની શકશો. થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ લાંબા સમય માટે કરવાનું ભૂલતા નહીં. જેની પાસે લેવાના પૈસા બાકી હોય તે પૈસા લેવાનો હાલનો સમય ખૂબ જ સારો છ. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ હશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 19, 21 છે.
Mercury’s phase till 19th December 19 brings financial control and wise decisions. You will succeed in curbing unnecessary expenses. You could even recover old dues during this phase. Family harmony increases as you fulfil the wishes of your loved ones. Long-term investments will prove rewarding. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 15, 16, 19, 21
LEO | સિંહ: મ.ટ.

24મી નવેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. ફેમિલી મેમ્બર સાથે નાની નાની વાતમાં મતભેદ પડતાં રહેશે. વાહન ખૂબ જ સંભાળીને ચલાવજો. ઘરમાં કોઈક વસ્તુ પાછળ ખર્ચ કરવો પડશે. નાણાકીય સ્થિતિ સારી નહીં રહે. એક મુશ્કેલી દૂર કરશો ત્યાં બીજી બે મુશ્કેલીઓ સામે તૈયાર હશે. ઘરમાં અશાંતિ રહેવાથી વધુ પરેશાન રહેશો. કોઈને સલાહ આપવા જતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Mars’ rules till 24th November could stir some minor family conflicts. You are advised to drive carefully. Expect some home repairs. Financial strain could arise. Challenges may seem to overlap and cause extra burden. Avoid giving advice impulsively to others. Try and stay calm and steady. Pray the Tir Yasht daily.
Lucky Dates: 17, 18, 19, 20
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. મનને શાંત રાખીને કામ કરવાથી ફાયદામાં રહેશો. થોડી મહેનત કરી વધુ ધન મેળવી શકશો. ગામ પરગામ જવાના ચાન્સ ખૂબ સારા છે. ફેમિલી મેમ્બરનો સાથ ખૂબજ સારો મળશે. તમને અચાનક કોઈ અજાણ્યો ફાયદો મળશે જેની તમે અપેક્ષા નહોતી કરી. કોઈને મદદ અવશ્ય કરજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.
The rule of the calming Moon governs your days, helping steady the mind and increase gains through effort. Short trips may bring in pleasant surprises. Family support will strengthen. Expect an unexpected blessing or opportunity coming your way. Help someone in need. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 16, 20, 21
LIBRA | તુલા: ર.ત.

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે નાણાકીય બાબતમાં વધુ પડતું ધ્યાન આપશો. વધુ ધન મેળવવા માટે વધુ કામ કરવું પડશે. મનને શાંત રાખીને જે પણ ડીસીઝન લેશો તેમાં સફળતા મળશે. કોઈની સાચી સલાહ મળતા ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. તબિયતમાં સારા સારી રહેવાથી થાકયા વગર કામ કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
The ongoing rule of the Moon has you focusing strongly on your finances. Success follows only with patience and balanced decisions. A wise tip may lead to fruitful investment. Good health keeps you feeling energetic and efficient. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 16, 17, 18, 19
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

આજનો દિવસ સુખ શાંતિમાં પસાર કરી શકશો. આજે અપોઝિટ સેક્સ સાથે સારા સારી રહે તે માટે ઓછું બોલવાનું રાખજો. કાલથી 20 દિવસમાં તમારા મગજનો પારો ઉપર રહેશે. હાઈ પ્રેશરના લોકોએ તબિયત ઉપર ધ્યાન આપવું પડશે. સરકારી કામોમાં મુશ્કેલીમાં આવી જશો. વડીલ વર્ગની સાથે મતભેદ પડવાના ચાન્સ છે. આજથી દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Today is your last day to be in calm and comfort. You are advised to keep conversations light with the opposite gender. The next 20 days could test your temper – you need to watch your blood pressure. Avoid disputes as also any government-related work. Maintain peace with elders. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 18, 19, 20, 21
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

શુક્ર જેવા વૈભવશાળી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનમાં ઉદારતા ખૂબ જ વધી જશે. ધારેલા ખર્ચમાં વધારો થશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. અપોઝીટ સેકસ તરફથી ફાયદો મેળવશો. તબિયતમાં સારાસારી થતી જશે. નવા પ્રોજેકટમાં ઈનવેસ્ટમેન્ટ આગળ જતાં ફાયદો અપાવશે. ફેમિલી મેમ્બર તમારા કામની કદર કરશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.
Under Venus’s rule guiding you, generosity and optimism will increase. Sudden financial gains are likely, and new projects promise future profits. Good health and family joy prevail. Appreciation from loved ones will boost your confidence. Pray to Behram Yazad daily.
Lucky Dates: 16, 17, 20, 21
CAPRICORN | મકર: ખ.જ.

તમને મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી જાન્યુઆરી સુધીમાં ખર્ચનું પ્રમાણ વધતું જશે તેમ છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. કામકાજમાં સારા સારી થતી જશે. અપોઝિટ સેક્સનો સાથ સહકાર ખૂબ જ સારો મળશે. તમારા સેલ્ફકોન્ફીડન્સમાં વધારો થશે. કોઈપણ કામ પાર્ટનરશીપમાં કરતા ફાયદો જોવા મળશે. મન શાંત રહેતા તમારા વિચારો પોઝીટીવ થતા જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 15, 18, 19, 21 છે.
Venus’ rule till 14th January favours you greatly. Expenses may arise but your financial balance stays intact. Confidence will grow and partnerships will prosper. Your work progresses smoothly. Support from members of the opposite gender proves encouraging. Peaceful thoughts attract success. Pray to Behram Yazad daily.
Lucky Dates: 15, 18, 19, 21
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા તમને ખોટી ચિંતા અપાવશે. તમારા અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. સગા સંબંધીઓ તમારાથી નાની બાબતમાં નારાજ થશે. ખર્ચમાં વધારો થશે. કામકાજની જગ્યાએ ઉપરી વર્ગ નાની બાબતમાં તમને પરેશાન કરશે. કોઈ નવી વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ કરવાથી તમે નુકસાની ભોગવશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Rahu’s rule, till 6th December could trigger needless anxiety. A loved one might seem distant and minor health or family issues could surface. Avoid trusting new acquaintances. Try to control any overspending. Stay you are advised to stay composed at the workplace. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 15, 16, 17, 18
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 24મી પહેલા ધર્મના કામો સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં નહીં આવો. દરેક બાબતમાં ઇનવિઝિબલ હેલ્થ મળી જશે. મિત્રો તથા ફેમિલી મેમ્બર તમારા કામથી ખુશ થશે. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. લગ્ન કરવા મનપસંદ સાથી મળવાના ચાન્સ છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 19, 20, 21 છે.
Under Jupiter’s rule, till 24th December, you will be inclined towards performing religious deeds. Your finances will remain steady. Friends and family appreciate your efforts. Joyful news uplifts your spirits. Prospects for a fulfilling marriage are bright during this period. Peace and harmony fill your home. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 16, 19, 20, 21
- Your Moonsign Janam Rashi This Week –
29 November 2025 – 05 December 2025 - 29 November2025 - Your Moonsign Janam Rashi This Week –
22 November 2025 – 28 November 2025 - 22 November2025 - Your Moonsign Janam Rashi This Week –
15 November 2025 – 21 November 2025 - 15 November2025
