મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામનો બદલો મળી જશે. થોડી મહેનત કરીને નાણાકીય બચત કરવામાં સફળ થશો. અચાનક ધનલાભ થશે. નવા કામમાં સફળતા મળશે. ફેમિલી મેમ્બરના અટકેલા કામ પુરા કરી તેઓના દિલ જીતી લેશો. ઘરમાં પોઝિટિવ વાતાવરણ રહેશે. તમારા દુશ્મનો તમારૂં ખરાબ નહીં કરી શકે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
Under Jupiter’s rule, you receive blessings and your efforts start paying off. Finances improve with steady savings and unexpected gains. New ventures show promise. You will help complete pending tasks for family members, winning their affection. Home atmosphere remains peaceful and supportive. Rivals cannot harm you. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 12, 13, 14
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે આળસુ બની જશો. રોજબરોજના કામો પૂરા કરવામાં સફળ નહીં થાઓ. ધનનો ખર્ચ ખોટી જગ્યાએ થશે તેથી ચિંતામાં વધારો થશે. વડીલ વર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. મિત્રો સાથે અંગત ચર્ચા કરતા પહેલા વિચાર કરજો. લોકો સાથે ઓછું બોલવાનું રાખતા મોટી મુસીબતમાંથી બચી જશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.
Saturn’s influence could make you sluggish, delaying routine work. Expenses could rise due to unwise choices, causing worry. Expect small conflicts with elders. Think before speaking and try to communicate less with everyone in order to avoid trouble. Be cautious when discussing personal matters with friends. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 8, 9, 10, 12
GEMINI | મિથુન: ક.છ.ઘ.

20મી સુધી બુદ્ધિ વાપરી કામોમાં સફળતા મેળવશો. બુધની કૃપાથી મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી દેશો. પોઝિટિવ વિચારો સાથે શારીરિક બાબતમાં સારા સારી થતી જશે. મિત્રોને મદદ કરી તેમનું દિલ જીતી લેશો. પારકાને પોતાના બનાવી શકશો. તમારા ખર્ચાઓ ઓછા કરવા પાછળ લાગી જશો ખરીદી કરતી વખતે, હાથ ખોલીને પૈસા ખર્ચવાનું ટાળશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.
Till 20th November, Mercury’s rule blesses you with clarity and success. Difficult tasks become easier. Health improves and positive thinking will help. You support friends and earn their goodwill, building strong relationships. Focus on reducing expenses and avoid impulsive spending. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 9, 10, 13, 14
CANCER | કર્ક: ડ.હ.

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ખૂબ જ ચેન્જીસ આવી જશે. સમજ્યા વગર કોઈપણ કામની શરૂઆત કરતા નહીં. થોડી કરકસર કરવામાં સફળ થશો. ધનને બચાવીને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. વડીલવર્ગની સલાહથી જમીન જાયદાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરજો. દરેક કામમાં સારા સારી થતી જશે. ફેમીલી મેમ્બરની જરૂરિયાત પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 11, 12, 14 છે.
Mercury’s rule guides you into avoiding the start of any tasks without proper understanding. You will be able to save money and invest it wisely. Investment in property with guidance from elders will prove fruitful. You will cater to family wants making the home atmosphere cheerful. Overall progress improves steadily. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 8, 11, 12, 14
LEO | સિંહ: મ.ટ.

મંગળની દિનદશા ચાલુ હોવાથી ગુસ્સા ઉપર કંટ્રોલ નહીં રાખી શકો. શારીરિક બાબતમાં ખૂબ જ ધ્યાન આપવું પડશે તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. શરીરનું બેલેન્સ ગુમાવી દેતા વાગવા પડવાના બનાવ બની શકે છે સંભાળજો. તમારી ખાસ વ્યક્તિ તમને સાથ નહીં આપે તેનું તમને દુ:ખ લાગશે. ઘરનું વાતાવરણ તંગ રહેશે. અગત્યના ડીસીઝનો હાલમાં લેતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી શાંતિ મળશે.
શુકનવંતી તા. 7, 8, 10, 11 છે.
Mars’ rule makes it difficult for you to control your anger. You are advised to take care of your health as you could suffer from fever, headaches or imbalance. Someone close to you could disappoint you, affecting your mood. Avoid making any major decisions for now and try to maintain peace at home. Pray the Tir Yasht daily.
Lucky Dates: 7, 8, 10, 11
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે લીધેલા દરેક ડિસિઝનમાં સફળતા મળશે. નાણાકીય બાબતની અંદર ધીરે ધીરે સારા સારી થતી જશે. ફેમિલી મેમ્બર સાથે બે ત્રણ દિવસ માટે બહાર જવાનો પ્રોગ્રામ બનાવી તેમને ખુશ રાખજો. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારનો સાથ તો મળશે સાથે સાથે માન ઇજ્જતમાં પણ વધારો થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Till 26th November, the Moon’s rule ensures your success in all decisions you make. Finances start improving gradually. You could plan a short family trip to uplift spirits. Support from colleagues boosts your standing and reputation. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 8, 9, 10, 11
LIBRA | તુલા: ર.ત.

તમને આજથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી હોવાથી તમે જે પણ ડિસિઝન લેશો તેમાં તમને ફાયદો થશે. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરી શકશો. 26મી ડિસેમ્બર સુધી મુસાફરી કરવાના ચાન્સ મળશે. ઘરમાં કોઈપણ જાતના ચેન્જીસ કરવાના હોય તો કરી લેજો હાલનો સમય ખુબ સારો છે. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 9, 12, 13, 14 છે.
The Moon’s rule, starting today till 26th December, blesses all your endeavours with positive results. You will be able to meet your family’s expectations. Travel opportunities arise. This is a good time to make changes at home. Professional success brings happiness. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 9, 12, 13, 14
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

છેલ્લા 10 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમિલી મેમ્બર સાથેના રિલેશન ખૂબ જ સારા રહેશે. ધણી-ધણીયાણી સાથે મળીને જે પણ ડિસિઝન લેશો તેમાં નાણાકીય ફાયદો સાથે સફળતા પણ મળશે. ખર્ચ ઉપર કંટ્રોલ કરવામાં સફળ થશો. મનની જે પણ વાત હોય તે અપોઝિટ સેક્સ ને કહી દેજો. ઘરનું વાતાવરણ પ્રેમાળ અને સકારાત્મક રહેશે.
દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 10, 11 છે.
Ten days remain under Venus’ influence, supporting harmony at home. Joint decisions with your spouse will bring you financial gain. You are able to control expenses. It will be helpful to confide in someone you trust. Home remains warm, loving and cheerful. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 10, 11
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા દિવસો આનંદમાં તથા હરવા-ફરવામાં પસાર કરી શકશો. ઓપોઝિટ સેક્સનું દિલ જીતી લેવામાં સફળ થશો. મિત્રોનો સાથ મળવાથી મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી દેશો. નવા પ્રોજેકટમાં ઈનવેસ્ટમેન્ટ આગળ જતાં ફાયદો અપાવશે. નવા કોન્ટેકો બનશે અને તેનાથી તમને સારો એવો લાભ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
Venus’ rule, till 16th December, brings in joyful days marked with numerous pleasant outings. You will be easily able to charm others. Your friends help you simplify difficult tasks. Any new projects you take on as well as new contacts will offer future benefits. Pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 10, 11, 12
CAPRICORN | મકર: ખ.જ.

હવે તો તમે પણ મિત્ર ગ્રહ શુક્રની શુભ છાયામાં આવી ગયા છો. કામકાજને વધારવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. નવા કામ કરવા માટેનો સમય ખૂબ જ સારો છે. તમારી તબિયત બગડી હશે તો તેમાં સુધારો થતો જશે. પોઝિટિવ વિચાર કરતા આસપાસનું વાતાવરણ પણ પોઝિટિવ થતું જશે. કોઈપણ કામ પાર્ટનરશીપમાં કરતા ફાયદો જોવા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 8, 10, 13, 14 છે.
Venus’ rule blesses you with lots of benefits. Your work expands successfully and finances strengthen gradually. This is a good time to start new ventures. Health improves and positive thoughts bring a cheerful environment. Partnerships will prove rewarding. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 10, 13, 14
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારી ભાગદોડ ખૂબ જ વધી જશે. નાની બાબતમાં ટેન્શનમાં આવી જશો. નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ તમને નાની બાબતમાં પરેશાન કરશે. નાણાકીય મુશ્કેલીમાં વધારો થશે. ખર્ચ ઉપર કાબુ રાખવામાં સફળ નહીં થાઓ. કોઈ નવી વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી તમને નુકસાની ભોગવવી પડશે તેથી ધ્યાન આપજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.
Rahu’s rule till 6th December increases your workload and causes you much stress over small matters. Superiors at work could trouble you. Financial strain may increase. Try to avoid overspending. You are advised to be very careful while forming new friendships as these could lead to loss. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 8, 9, 12, 14
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

24મી નવેમ્બર સુધી ગુરૂની કૃપા તમારા ઉપર ભરપૂર રહેશે. નાણાકીય બાબતમાં થોડા સાવધાન થઈ જજો. હાલમાં બચત કરવાથી તમારા આવતા ખરાબ સમયમાં બચી જશો. મિત્રોને મદદ કરવામાં કોઈ પણ જાતની કમી નહીં રાખો. ફેમિલી મેમ્બરનો સાથ લઈ અધૂરા કામ પુરા કરી શકશો. દરેક બાબતનો પોઝીટીવ વિચાર કરશો. તમારી દરેક મુશ્કેલીનો સુખદ ઉકેલ મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Jupiter’s rule till 24th November, supports you in all your endeavours. You are advised to manage finances wisely – savings done today will hold you in good stead during future challenges. You will help friends wholeheartedly. With family support, you are able to complete pending tasks. Positive thinking helps you find peaceful solutions to problems. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 11, 12, 13
- Your Moonsign Janam Rashi This Week –
29 November 2025 – 05 December 2025 - 29 November2025 - Your Moonsign Janam Rashi This Week –
22 November 2025 – 28 November 2025 - 22 November2025 - Your Moonsign Janam Rashi This Week –
15 November 2025 – 21 November 2025 - 15 November2025
